પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:05:26 PM

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા વટવા પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના કામે (૧) એઝાઝઅહેમદ રજનીકઅહેમદ સૈયદ ઉં.વ.૨૪ રહે,હાલ કુતુબનગર સૈયદવાડી બસ સ્ટેશન સામે વટવા મુળા રહે,ડી-૨૦૭ સીલીકોન સીટી સૈયદવાડી અમદાવાદ (૨) જાકીદ ઉર્ફે જાવેદ S/O અબ્દુલભાઇ મન્સુરી ઉં.વ.૩૪ રહે,વટવા જીયા મસ્જીદ હર્ષકોલોની મ.નં.૯ વટવા અમદાવાદ નાઓએ બંધ મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ તિજોરીમાંથી સોનાની ચેન આશરે ૫ ગ્રામ વજાનની કિ.રૂ.૧૨,૦૦૦/- તથા સોનાનુ મક્કા મદીનાની છાપવાળુ પેન્ડલ આશરે ૪ ગ્રામ વજનનુ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સોનાની ગોળ કાનમાં પહેરવાની વાળીઓ નં-૨ જે આશરે ૩ ગ્રામ વજનની કિ.રૂ.૭,૫૦૦/- તેમજ રોકડ રૂ.૩,૦૦૦/- મળી કુલ્લે ૩૨,૫૦૦/- ની મતાની ચોરી કરી લઇ જતા બન્ને આરોપીઓને અત્રેના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ શ્રી જે.એન.ગોસ્વામી નાઓએ તા ૨૦/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ ઉપરોક્ત બન્ને આરોપીઓની પુછ્પરછ દરમ્યાન મણીનગર પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલાનુ જણાવતા મણીનગર પો.સ્ટે.ફ.ગુ.ર.નં ૧૦/૨૦૧૪ ઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦, મુજબનો ગુનો ડીટેકટ કરેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. (૨).વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૨૪,,૨૯૪(ખ) ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫(૧) મુજબના કામના આરોપી નં.(૧) હસનભાઇ ગુલામમોહમદ શેખ ઉ.વ.૨૦ રહે.  ૧૯૧૯/૬૦ ગરીબ આવાસ યોજના ના મકાનમાં વટ્વા રેલ્વે કોલોની વટવા અમદાવાદ તથા નં.(૨) ગુલામમહમંદ નુરમહમદ શેખ ઉ.વ.૪૬ રહે.મ.નં.૧૬ બ્લોક નં.૬૦ વટ્વા રેલ્વે ક્રોસીંગ વટવા ચાર માળીયા અમદાવાદ મુળ રહે. રાધનપુર બનાસકાંઠા નં-(૩) મોહમદહજીફ ગુલામમોહમદ શેખ ઉ.વ.૨૦ રહે.૧૯૧૯/૬૦ ગરીબ આવાસ યોજના ના મકાનમાં વટ્વા રેલ્વે કોલોની વટવા અમદાવાદ નાઓને પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી નાઓએ વટવા વિસ્તારમાંથી તા ૨૧/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૩).વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૧૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ) ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫(૧) મુજબના કામના આરોપી નં-(૧) મુકેશભાઇ કૈલાશભાઇ કહાર ઉ.વ.૩૬ રહે.બ્લોક નં.૧૭/૫૪૧ સદભાવનાનગર ગરીબ આવાસ યોજના વટવા અમદાવાદ (૨) લલીત રાજુભાઇ કહાર ઉ.વ.૨૦ રહે.બ્લોક નં.૨૫/૭૯૬ સદભાવનાનગર ગરીબ આવાસ યોજના વટવા અમદાવાદ નાઓને  પોસઇ શ્રી એચ.પી.પાલીયા નાઓએ વટવા વિસ્તારમાંથી તા ૨૨/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૪) વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૨૪, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ મુજબના કામના આરોપી (૧) મીથુન ભવાનીશંકર યાદવ ઉં.વ.૨૦ રહે,બી/૩૪ શાંતીનગર રંગોલીનગર પાસે નારોલ કોર્ટની પાછળ નારોલ વટવા મુળ ગામ-ખાનપુર તા.જી.રાયબરેલી (યુ.પી) તથા (૨) મુકેશ મોતીરામ બોકડે (મરાઠી) ઉં.વ.૨૫ રહે,બી/૭ વિજયનગર નારોલ પાણીની ટાંકી પાસે નારોલ કોર્ટની પાછળ નારોલ વટવા મુળગામ-નાગપુર (મહારાષ્ટ્ર) નાઓને વટવા પો. સ્ટે. ના સીની.પો.ઇન્સ શ્રી એમ.વી.ગઢવી નાઓએ વટવા વિસ્તારમાંથી તા ૨૨/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. (૫) વટવા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેંન્સીસ એક્ટ ૨૦૧૨ ની કલમ ૩, ૪ મુજબના કામના આરોપી (૧) અશરફ અલી ઉર્ફે અચ્ચુ S/O અલીખાન મોઇલા ઉ.વ.૨૨ રહે.મ.નં ૭૦૫ ઇન્દ્રા કોલોની વિસ્તાર પાલી (રાજસ્થાન) નાને તારીખ ૨૬/૧/૨૦૧૪ ના રોજ મ.પો.કમિ.શ્રી, જે ડીવીઝન નાઓએ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ  સાહેદ ભોગ બનનાર છોકરી તબસ્સુમબાનો D/O અનવરખાન સિકદરખાન બાગવાન ઉ.વ.૧૬ વર્ષ ૬માસ રહે.મ.નં.૧૦૭ ઇન્દ્રા કોલોની વિસ્તાર પાલી (રાજસ્થાન) નાનીને સીવીલ હોસ્પીટલ ખાતે મેડીકલ સારવાર કરાવવા સારૂ મોકલી આપેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. (૬) ઇસનપુર પો.સ્ટે.ફ.ગુ.ર.ન. ૧૬/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના કામે તા.૯/૧/૨૦૧૪ ના રોજ ફરીયાદીશ્રીના દીકરાના લગ્ન હોય જેથી ફરીયાદી તથા તેમના સગા સબંધીઓ ફરી.શ્રી તેમનુ ઘર બંધ કરી કાંકરીયા જલધારા વોટર પાર્કમા ગયેલ હતા જે દરમ્યાન ફરી.શ્રીના રહેણાંક બંધ મકાનમા અજાણ્યા ઇસમોએ ફરી.શ્રીના ધરના પાછળના ભાગે આવેલ લોખંડની જાળીના દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશી  ફરી.શ્રીના મકાનમાથી રોકડા રુપીયા ૨,૦૯,૦૦૦/-તથા સોના ચાંદીના તથા ડાયમન્ડના જુદા જુદા દાગીના તથા ચાંદીના અલભ્ય સિક્કા જે તમામ મળી કુલ્લે રુપીયા ૧૨,૯૭,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયેલ હોવાનો બનાવ બનતા ગુનો દાખલ કરવામા આવેલ જે બનાવ બાદ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી, સેક્ટર-૨, તથા નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૬, અમદાવાદ શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તાત્કાલીક તપાસનો દોર શરુ કરી જેમા ફરીયાદીશ્રીના ધરે લગ્ન પ્રસંગ હોય તેઓના ઘરે ઘણા મહેમાનો આવેલ હોય જે પૈકી જીગ્નેશ ઉર્ફે જીગર અશોકભાઇ સોની બનાવ બાદ નજરમાં નહી આવતા સીધી શંકાની સોય તેના તરફ જતા અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ શહેરમાં તથા તેના વતન ખેડબ્રહ્મા ખાતે મોકલી આપી તપાસ કરાવતા (૧) જીગ્નેશ ઉર્ફે જીગર ઉર્ફે જીગો S/O અશોકભાઇ કેશવલાલ સોની ઉ.વ.૧૮ રહે. શિતલ ચોક વિજય ટોકીઝની બાજુમા કચ્છીવાડી પાસે, ખેડબ્રહ્મ્મા સાબરકાંઠા મુળ રહે.ગામ શરુગંજ તા:પીન્ડવાડા જી:શીરોહી (૨) રાકેશભાઇ S/o વિઠ્ઠલભાઇ લવજીભાઇ વાધરી ઉ.વ.૨૦ રહે. શીતલ ચોક વિજય ટોકીજ પાસે, કે.ટી.હાઇસ્કુલની બાજુની ગલીમા ખેડભ્રમ્મા જી:સાબરકાંઠા મુળ રહે:ગામ મુંજા તા:વિસનગર જી:મહેસાણા નાને ગુનાના કામે ચોરીએ ગયેલ મુદ્દામાલ સાથે શોધી કાઢી આ ગુનામાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા રુપીયા તથા ચાંદીના સિક્કા વિગેરે મળી ચોરીમા ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ જે કુલ્લે રુપીયા ૧૧,૬૪,૦૭૫/- નો સદર ગુનાના કામે રીકવર કરવામા આવેલ છે, (૭) તા.૨૫/૧/૨૦૧૪ ના રોજ પોલીસ કંટ્રોલ રુમ તરફથી ઇસનપુર વન ગાડીને કલાક ૨૦/૩૬ વાગે મેસેજ આપવામા આવેલ કે, મો.નં.૯૬૬૨૦૫૪૯૭૧ જોગીન્દર કૌર નાઓ જણાવે છે કે તેઓની દીકરી નામે મનપ્રીત કૌર ઉ.વ.૫ નાની શાહઆલમ દરગાહ પાસે આવેલ બેકરીએથી મારી પાંચ વર્ષની છોકરી જેણે પીળા કલરનુ સ્વેટર પહેરેલ છે જે બિસ્કીટ લેતા લેતા પાંચ મીનીટમા ગાયબ થયેલ છે જે મેસેજ  બાબતે મ.પો.કમિ.શી જે ડીવી. તથા આર.બી.રાણા પોલીસ ઇન્સપેક્ટર ઇસનપુર પો.સ્ટે. નાઓ તુરતજ સદર મેસેજવાળી જગ્યાએ સ્ટાફના માણસો સાથે પહોંચી ગયેલ અને મેસેજ કરાવનાર જોગીન્દરકૌર નાઓને મળી ગુમ થનાર છોકરીના વર્ણનથી વાકેફ થઇ સદર ગુમ થનાર છોકરી બાબતે શાહઆલમ રોજા તથા આજુબાજુની મસ્જીદના માઇકોમા એલાઉન્સ કરવામા આવેલ તથા સદર જગ્યાએથી પસાર થતા પેસેન્જર ઓટોરીક્ષાવાળાઓને વાકેફ કરી સદર છોકરી મળી આવે તો નજીકના પો.સ્ટે.મા સોંપવા માટેની સુચના આપવામા આવેલ અને ત્વરીત ગુમ થનાર છોકરીની તપાસ કરતા મણીનગર પો. સ્ટે. ના સ્ટાફના માણસોના સહયોગમા રહી સદર ગુમ થનાર છોકરી મનપ્રિત બાબતે તપાસ કરતા સદર છોકરીને એક ઓટોરીક્ષાવાળા ભાઇને મળી આવતા જેમણે મણીનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપતા જે ગુમ થનાર છોકરી મનપ્રીતને કલાક ૨૧.૦૦ વાગે શોધી કાઢી તેના માતા જોગીન્દરકૌર રાજેન્દ્રસિંગ પંજાબી ઉ.વ.૩૫ રહે.પતરાવાળી ચાલી, મકાન નંબર.૮/૮, જનતાનગરની સામે અમરાઇવાડી નાઓને સહી સલામત સોંપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૮) વટવા પો. સ્ટે. વિસ્તારમાં કુલ્લે ૧૪ સિનિયર સીટીઝન રહે છે. તેઓની પખવાડીક મુલાકાત લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) ડીસીબી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. શ્રી એચ.એ.રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જસોદાનગર ચાર રસ્તા પાસેથી રોહીતાશ ગોકુલચંદ સૈની રહે. રાજસ્થાન+૧=૨ નાએ ચોરીથી મેળવેલ (૧) મો.ફોન નંગ-૨ કિં.૨,૫૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૧૦૨ મુજબ તા.૨૧/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) હે.કો. જીતેન્દ્રસિંહ વિરભદ્રસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઈસનપુર બ્રીજના છેડે વર્ધમાન વાસણ ભંડાર નામની દુકાન સામે જાહેરમાંથી નમુદ નથી તે આરોપીએ ચોરીથી મેળવેલ (૧)પલ્સર મો.સા.-૧ GJ-18-NS-1931 કિં.૩૦,૦૦૦/-ની મતા સાથે CRPC કલમ ૧૦૨ મુજબ તા.૨૨/૧/૨૦૧૪ ના રોજ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે માધુપુરા કંચન હોટલ સામે જાહેર રોડ ઉપર એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક ઈસમ નામે દિપક @ ભોલો S/O નાથાભાઈ પરમાર ઉ.વ.૧૭ રહે.ભગુભાઈની ચાલી માધુપુરા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ લેપટોપ નંગ-૧ કિં.૫,૦૦૦/- તથા રોકડ નાણા રૂ.૧,૪૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૪૫,૦૦૦/-ની મત્તા સાથે CRPC કલમ ૧૦૨ મુજબ તા.૨૩/૧/૨૦૧૪ ના રોજ પકડી તપાસ દરમ્યાન નવરંગપુરા પો. સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) મ.સ.ઈ. મહાવીરસિંહ ગુમાનસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જીવરાજ પુલના દક્ષીણ છેડે વાસણા ખાતેથી રોનક ઉર્ફે રવિ S/O રમેશભાઈ પટેલ રહે.એ/૪૦૭, વૃંદાવન ફ્લેટ, વેજલપુર અમદાવાદ+૪=૫ નાઓએ ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૩,૮૫,૦૦૦/- મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે.નો ફસ્ટ ગુ.ર.નં.૨૫૯/૨૦૧૩ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) મ.સ.ઈ. જેસીંગભાઈ ગોવાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે માધુપુરા ફાયર સ્ટેશન સામે ચાર રસ્તા પાસેથી રમેશભાઈ ઉર્ફે ગુડ્ડુ કાલીદાસ ચંદુભાઈ દંતાણી રહે.કમુમીયાંની ચાલી, દશામાના મંદિરની બાજુમાં શાહપુર નાને ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૨ કિં.૫૫,૦૦૦/- ની  મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૪/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી માધુપુરા પો.સ્ટે.નો ફસ્ટ ગુ.ર.નં.૧૬૭/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે છડાવાડ પોલીસ ચોકી સામે આંબાવાડી પાસેથી વિપુલ ઉર્ફે બેટ્ટુ S/O રમેશભાઈ પરમાર રહે.૭/૧૫૦ આંબેડકર કોલોની છડાવાડ ચોકી પાસે એલીસબ્રીજ નાને ચોરીથી મેળવેલ પેન્ટ નંગ:૪૮૧ કિં.૧,૪૪,૩૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૫/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(7) પો.સ.ઈ.જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બાપુંનગર હીરાવાડી ચાર રસ્તા પાસેથી રાજવિરસિંહ ભેરોસી ગુર્જર રહે.ઠાકોરવાસ, અસારવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ હિરોહોન્ડા પેશન નંબર: GJ-27-A-1071 કિં.૩૦,૦૦૦/-ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૫/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી બાપુનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૧૨/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.