પોલીસ કમિશનર, અમદાવાદ |
http://www.cpahmedabad.gujarat.gov.in |
સાફલ્યગાથા |
7/1/2025 11:12:32 PM |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ગાયકવાડ હવેલી પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) ગા.હવેલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯/૨૦૧૪ ઇ.પી.કો.ક્લમ ૩૮૦, ૪૫૭ મુજબના કામે આરોપી ઇસ્માઇલ ઉર્ફે બાબા મોગલી મોહમદહુસેન શેખ ઉં.વ.૨૩ રહે.બીકા કાદરીની ચાલી પીરાનપીરની દરગાહ પાસે, જમાલપુર અમદાવાદ નાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ નંગ-૨ કિંમત રુપિયા ૬,૦૦૦/- સાથે પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે. તેમજ (૨) ગા.હવેલી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૨૭/૨૦૧૪ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબના કામના આરોપી નામે યાસીનખાન ઉર્ફે ટાપો સરવરખાન પઠાણ ઉં.વ.૩૦ રહે.સુર્યનગર ઇસનપુર પો.સ્ટે.ની સામે ગરીબનવાજ મસ્જીદની પાસે સોનીનું ખેતર ઇસનપુર અમદાવાદ નાઓને કાગડાપીઠ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૦/૨૦૧૪ ઇ.પી.કો. ક્લમ ૩૯૨, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ સોનાની ચેઇન કિંમત રુપિયા ૪૦,૦૦૦/- તથા એકટીવા નં.જી.જે-૧-ડી.એચ.૬૭૦૫ કિંમત રુપિયા ૨૦,૦૦૦/- ની સાથે પકડી પાડી કાગડાપીઠ પો.સ્ટે. નો ગુન્હો શોધી કાઢેલ છે. તથા (૩) ગા.હવેલી પો.સ્ટે. જા.જોગ નં.૭/૨૦૧૪ મુજબના કામે નરેશ અશ્વિન ડાહ્યાભાઇ સોલંકી ઉં.વ.૪૪ રહે.જામફળવાળી વાડી કરશન ભરવાડના મકાનમાં સી.ટી.એમ. રામોલ અમદાવાદ નાઓ પાસેથી એક કાળા કલરની હરક્યુલસ કંપનીની સાઇકલ નંગ-૧ કિંમત રુપિયા ૩૦૦/- ની સી.આર.પી.સી.ક્લમ ૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ દરમ્યાન તા.૪/૨/૨૦૧૪ ના કલાક ૨૦/૧૫ વાગે વધુ બે સાયકલ કબજે કરી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એફ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના દરીયાપુર પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા તમાકુ અધિનિયમ અમલીકરણ સારુ અને સ્મોકીંગ અને ગુટખાના સેવનથી ભવિષ્યમાં થતી શારીરીક અને આર્થિક હાની અંગે સજાગતા લાવવા સારુ પો.સબ.ઇન્સ.શ્રી એમ.કે.ચૌધરી તથા માણસો દ્વારા ગીતાંજલી સ્કૂલ, તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.એમ.સદાવૃત્તી તથા માણસો દ્વારા એફ.ડી.સ્કૂલ, ચારવાડ દરીયાપુર ના સ્કૂલના પ્રિન્સીપલ ને મળી શાળાના બાળકોને એકઠા કરી તમાકુના સેવનથી થતી હાની અંગે વિસ્તૃત જાણકારી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સરદારનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) સરદારનગર પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૨/૧૪ તા.૮/૨/૧૪ ના સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબના કામના આરોપી નં.૧ મયુર દિનેશભાઇ નાથાભાઇ બજરંગે ઉવ.૨૮ રહે.ફ્રી કોલોની પાણીની ટાંકી પાસે છારાનગર કુબેરનગર તથા નં.૨ જીગ્નેશ ઉર્ફે જીગ્નુ દિનેશભાઇ બચુભાઇ ઘાંસી ઉવ.૩૨ રહે.ફ્રી કોલોની ગરીબદાસની ચાલી છારાનગર કુબેરનગર અમદાવાદ નાઓને રોકડા રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા ગુન્હામાં વપરાયેલ મો.સા સાથે પકડી કુલ રૂ.૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૩/૨૦૧૪ ઇપીકો: ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો ડીટેકટ કરી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા (૧) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૬૧/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૫૪, ૩૨૩, ૫૦૬,(૧) મુજબના કામના આરોપી મોહમદજુનેદ ઉફ્રે બાપુ શેખ ઉ.વ ૩૨ રહે.મ.નં ૧૧/૧૨ હાઇવે કોર્મશીયલ સેંટર હોટલના ખાચામાં દાણીલીમડા નારોલ અમદાવાદ નાઓને પો.સ.ઇ.શ્રી આર.એ.સોઢા નાઓએ તા.૩/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૨) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૨૫, ૧૩૫(૧) મુજબના કામના આરોપી ભાવેશકુમાર બચુભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે.વણજારાવાસ પાસે બારોટવાસના છપરામાં નારોલ ગામ અમદાવાદ નાને પો.સ.ઇ શ્રી ડી.ટી.ડાભી નાઓએ તા:૩/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૩) વટવા પો. સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૭/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના આરોપી મોહમદહુસેન ઉર્ફે મુમુ દાઢી અહેમદહુસેન બુખારી ઉવ.૪૧ રહે.સૈયદવાડી સઇદાબાઇની ચાલી સીલીકોન વેલીની સામે વટવા અમદાવાદ તથા આલમઝેબખાન ઉર્ફે ગુડ્ડુ નુરપરસ્તખાન તસ્લીમખાન પઠાણ ઉવ.૨૯ રહે.૪૩ તસ્લીમ સોસાયટી બીબી તળાવ પાસે વટવા અમદાવાદ નાઓને પો.સ.ઇ.શ્રી જે.બી.બુબડીયા નાઓએ તા. ૫/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૪) વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૬/૧૪ ઇ.પી.કો.કલમ ૩૫૪, ૪૫૨, ૩૨૩, ૨૯૪(ખ) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧),૧૧ મુજબ ના કામના આરોપી વિજય વિનાયક ક્રીચ્ચન રહે.ખુશ્બુ ટેનામેન્ટ મારીયા પાર્કની બાજુમાં રાણીપુર ગામ નારોલ અમદાવાદ નાને ઇન્ચાર્જ મ.પો.કમિ.શ્રી જે.ટી.રાણા સાહેબ “જે” ડીવીજન નાઓએ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૫) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૭/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામના ફરીયાદીશ્રી જીવણભાઇ શંકરદાસ પટેલ નાઓના ભાગીદાર દિલીપભાઇ પટેલ નાઓએ આ કામના આરોપી તલ્હા ઉર્ફે શેબા અકબર અલી અન્સારી ઉ.વ.૨૩ રહે.૨૨, ફરીદશેઠની ચાલી નુરમહમદ મસ્જીદની બાજુમાં મીલતનગર ઇસનપુર અમદાવાદ નાને ઓટૉરીક્ષા નં.જી-૧-ડીયુ-૪૫૬૧ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા ચોરી કરેલ લોખંડની પાઇપો તથા એગલ તથા સળીયા મળી ૪૦ કીલો કિ.રૂ.૨,૦૦૦/- ના મતાની સાથે તા.૮/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા (૬) ઇસનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩/૧૪ ઇ.પી.કો.કલમ ૩૬૫ મુજબના કામે ફરીયાદી સીમા યુનુસભાઇ મુસાભાઇ છીપા રહે.૭૩,એક્તાનગર છાપરા દાણીલીમડા અમદાવાદ નાઓની ફરીયાદના કામમા તા.૨/૧/૧૪ ના સાંજના આશરે સવા છ એક વાગ્યાના સુમારે ફરીની બેન રેશ્માના દીકરા સેહજાનને તેનો પિતા રસીદ ઉર્ફે આબીદ ઉર્ફે હાફીજ અબ્દુલહકીમ અંસારી રહે.પાલી રાજસ્થાન પ્યારા ચોક સુરજપુર રાજસ્થાન નાની સાથે ફરી.ની બેન રેશ્માએ છુટાછેડા લીધેલ હોય અને તેનો દીકરો સેહજાન ફરી.બેનની સાથે રહેતો હોય તેને ફરી.બેનના વાલીપણામાથી શાહ આલમ રોજા ખાતેથી અપહરણ કરી લઇ ગયેલ, આરોપી તથા ભોગ બનનાર છોકરા બાબતે આરોપીના મુળ વતન રાજસ્થાન, અજમેર તથા આણંદ ખાતે સ્ટાફના માણસોને મોકલી તપાસ કરાવતા સદર આરોપી મળી આવેલ નહી અને આરોપીના મોબાઇલ નંબર આધારે તેના લોકેશન મેળવી તપાસ કરતા તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા સદર આરોપી ભોગ બનનાર છોકરા સાથે ધાનેરા ગેબનશાપીરની દરગાહ ખાતે આવેલ હોવાની હકીકત મળી આવતા અત્રેથી સર્વે.સ્કોડના એ.એસ.આઇ.યાકુબખાન હુસેનમીયા બ.નં.૭૪૩૧ નાઓને તથા માણસોને ધાનેરા ખાતે મોકલી આપતા આરોપી તથા ભોગ બનનાર છોકરો મળી આવતા તેઓને પો.સ્ટે. ખાતે લાવી અમારી સમક્ષ રજુ કરતા સદર આરોપીને તા.૪/૨/૨૦૧૪ ના રોજ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અને ભોગ બનનાર છોકરા સેહજાન ઉ.વ.૨ ને સહી સલામત હાલતમા તેની માતા રેશ્માબેન નાઓને સોંપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૭) વટવા પો. સ્ટે. વિસ્તારમાં કુલ્લે ૧૩ સિનિયર સીટીઝન રહે છે તેઓની પખવાડીક મુલાકાત લેવામાં આવી રહેલ છે.
|
૫
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વેજલપુર પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) વેજ્લપુર પોલીસ ઇન્સશ્રી તથા સવેલન્સ સ્કોડના માણસોએ અગાઉ શરીર સબંધી ગુનામાં વેજલપુર પો. સ્ટે. માં પકડાયેલ આરોપી સોહેબ ઉર્ફે સોહેલ સલીમભાઇ શેખ ઉ.વ.૨૮ રહે. ૨૧ નુરેઇલાહી સોસાયટી અલસાદબ પાર્કની બાજુમાં જુહાપુરા અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંન્ટની બજવણી કરી તા.૪/૨/૧૪ ના રોજ પાસામાં ભાવનગર જિલ્લા જેલ ખાતે તથા અજરુદ્દીન ઉર્ફે અજ્જુ ઝહીરુદ્દીન મોમીન ઉ.વ.૨૦ રહે.યાસમીન સોસાયટી જુહાપુરા અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંન્ટની બજવણી કરી તા.૪/૨/૧૪ ના રોજ પાસામાં જામનગર જિલ્લા જેલ ખાતે તથા આરોપી રફીક ઉર્ફે રબડી હબીબભાઇ અજમેરી ઉ.વ.૨૧ યાસમીન સોસાયટી જુહાપુરા અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંન્ટની બજવણી કરી તા.૪/૨/૧૪ ના રોજ પાસામાં રાજકોટ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે તથા વેજ્લપુર પોલીસ ઇન્સશ્રી તથા સવેલન્સ સ્કોડના માણસોએ અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પક્ડાયેલ આરોપણબાઇ કાંતાબેન વા/ઓ વનાભાઇ શેલાભાઇ ચુનારા ઉ.વ.૫૨ રહે.વાલીપુરા ગામ-મટોડા તા.સાણંદ જી.અમદાવાદનાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંટની બજવણી કરી તા.૬/૨/૧૪ ના રોજ પાસામાં જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તથા મિલ્ક્ત સબંધી ગુનામાં પક્ડાયેલ આરોપી એજાજ ઉર્ફે ઇલુ અનવરખાન પઠાણ ઉ.વ.૩૦ રહે.૨૨૩૭ ગુન્દીવાડ ભુતની આંબલી ખાડીયા અમદાવાદ નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંટની બજવણી કરી તા.૮/૨/૧૪ ના રોજ પાસામાં ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.તથા મિલ્ક્તસબંધી ગુનામાં પક્ડાયેલ આરોપી વિશાલ મનોજભાઇ અગ્રાવત ઉ.વ.૨૭ રહે.રાજુભાઇ રબારીના મકાનમાં સાલપુરા વેજલપુર અમદાવાદ મુળવતન-ભાયાણી નિવાસ રામધુત મંદીર પાસે પોરબંદર નાની વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પાસા વોરંટની બજવણી કરી તા.૮/૨/૧૪ ના રોજ પાસામાં જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. એલીસબ્રીજ પો.સ્ટે.ના પોલીસ ઇન્સશ્રી તથા સવેલન્સ સ્કોડના માણસોએ એલીસબ્રીજ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૪૫/૧૪ ઇપીકો ક્લમ ૩૭૯, ૧૧૪ મુજ્બના કામમાં બાતમી આધારે આરોપીઓ (૧) સિધ્દ્ધાર્થ ઉર્ફે નરસિંહ ઉફ્રે નરસિહા સ/ઓ જ્યરાજ ઇન્દ્રેકર (છારા) ઉ.વ.૨૩ રહે.બંગલા એરીયા ઘર નં.૪૯ મોટવાણી બંગલાની સામે કુબેરનગર છારાનગર સરદારનગર અમદાવાદ તથા (૨) અમર ગઢીયા જાતે ઇન્દ્રેકર (છારા) ઉ.વ.૩૩ રહે. બંગલા એરીયા કિશોર સ્કુલની પાછળ છારાનગર કુબેરનગર સરદારનગર અમદાવાદ નાઓને તા.૫/૨/૧૪ ના ના રોજ પક્ડી અટક કરી તેઓની પાસેથી ઉપરોક્ત ગુનાના કામે “ચોરીમાં ગયેલ ૨૦ લાખ પૈકી ૧૧,૫૦,૦૦૦/- રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૬
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) હે.કો.ચંદુભાઈ ભીખાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વિક્ટોરીયા ગાર્ડન પાસેથી જાવેદખાન મકસુદખાન પઠાણ ઉ.વ.૨૫ રહે. અમીનાપાર્ક ગજાલા ફાર્મ ફતેવાડી અમદાવાદ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૫ તથા ઘડીયાળ નંગ-૨ કુલ કિં.રૂ.૧૪,૬૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ તા.૨/૨/૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|