પોલીસ કમિશનર, અમદાવાદ |
http://www.cpahmedabad.gujarat.gov.in |
સાફલ્યગાથા |
7/2/2025 12:52:50 AM |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ડી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના શહેર કોટડા પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૫૧૧ મુજબના કામના આરોપી પ્રકાશ ગોપાલભાઇ માળી ઉવ.૨૩ રહે.સવજીભાઇની ચાલી, રામવાડી મેધાણીનગર અમદાવાદનાને બાતમી આધારે તા.૨૬/૨/૨૦૧૪ ના ક્લાક ૨૦/૦૦ વાગે ચોરીમાં ગયેલ ઓટોરીક્ષા નં.જી.જે.૧.બી.ટી.૧૬૪૯ કિ.રુ.૩૫,૦૦૦/- ની રીકવર કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી અટક કરેલ છે. (૨) શહેરકોટડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૨૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, મુજબના કામે બાતમી આધારે આરોપી (૧) વિક્રમ મહેન્દ્રભાઇ દંતાણી ઉવ.૨૪ રહે. સરસપુર માધવનો ડેલો અમદાવાદ (૨) ગોકુલભાઇ નટવરભાઇ દંતાણી ઉવ.૩૮ રહે.સદર નાઓને તા.૧/૩/૨૦૧૪ ના ક્લાક ૨૩/૦૦ વાગે ચોરીના ઓટોરીક્ષાના ટાયર નંગ-૨, કિ.રુ.૧,૦૦૦/- સાથે મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે (૩) કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા ફસ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે પકડાયેલ આરોપી ઇમરાન મોહમંદ સલીમ ભીસ્તી(શેખ) ઉવ.૨૬ નાને તા.૨૫/૨/૧૪ ના રોજ પાસા દરખાસ્ત કરતા સદરી ઇસમને વિરુદ્ધ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર નાઓએ પાસા હુકમ ક્રમાંક પીસીબી/ડીટીએન/પાસા/૧૬૮/૧૪ તા.૨૬/૨/૧૪ થી હુક્મ કરતા પાલનપુર જેલ ખાતે મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના રખીયાલ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) અ.હો.કો.નિશારઅહેમદ અબ્દુલગની બ.નં.૮૨૩૮ તથા લોકરક્ષક ભગીરથસિંહ વિક્રમસિંહ બ.નં.૧૩૭૮ તથા લોકરક્ષક ભરતસિંહ હનુભાઇ બ.નં.૧૧૫૩ નાઓની સંયુકત બાતમી આધારે રખિયાલ લાલમિલ ચાર રસ્તા પાસેથી ફિરદોશખાન ગુલજાદાખાન પઠાણ ઉ.વ.૨૪ રહે.ફતેવાડી ટાવર નુરેઇસ્લામી હોટલ પાસે સરખેજ અમદાવાદ નાને ઓટોરીક્ષા જેનો આર.ટી.ઓ નંબર GJ-27-U-2368 ચેચીસ નંબર MD2A23AZ6DWA24896 એન્જીન નંબર 242WDA26316 જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ગણી શકાય તે ઓટોરીક્ષા માધવપુરા પો. સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરીને લઇ આવેલ જણાતાં સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી માધુપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો ડીટેકટ કરેલ છે. (૨) ગોમતીપુર પો. સ્ટે. જા.જો.૧૯/૧૪ તા.૨/૩/૨૦૧૪ ના કામે સર્વેલન્સ સ્ક્વોર્ડ પો.સ.ઇ. એસ.એમ.લાશન તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી હક્કિત આધારે ગોમતીપુર નરસિંહજીના નેળીયા ખાતેથી ક્રુણાલ ઉર્ફે ક્રુષ્ણકાંત સ/ઓ ધર્મારત્નાભાઇ વાઘ(મરાઠી) ઉ.વ.૨૬ રહે.ગંગાબેનની ચાલી વિઠલ મંદીર સામે ભાઇપુરા હાટકેશ્વર અમદાવાદ નાઓના કબજામાંથી કાળા કલરનુ એકટીવા જેનો આર.ટી.ઓ નં. જીજે.એફ.એન.૮૩૧૮ કિ.રૂ.૨૦,૦૦૦/- ની ચોરી અગર છળકપટથી મેળવેલ હોઇ સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરી સદરીને સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ તા.૨/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામાગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે.ના અધિકારી માણસો દ્વારા (૧) વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૦/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબના કામે ફરીયાદીશ્રીની ફરીયાદના કામે ૨૭/૨/૨૦૧૪ ના કલાક ૧૧.૦૦ થી ૧૪.૦૦ દરમ્યાન કોઇપણ સમયે કોઇ અજાણ્યો ઇસમ ફરી.શ્રીની સગીર દિકરીને તથા ફરી.ના દિકરાનો દિકરો પૌત્ર રાહુલ ઉ.વ.૩ તથા ફરી.ના સાળા સાહેદની રમેશભાઇની દિકરી રમીલા ઉ.વ.૧૯ તથા પાયલ ઉ.વ.૭ તથા દિકરો રવી ઉ.વ.૫ નાઓને લલચાવી ફોસલાવી ભગાડી લઇ ગયા અંગેની ફરીયાદ આધારે સઘન તપાસ આદરી સીની.પો.ઇન્સ.શ્રી એચ.જે.ચૌધરી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસોની મે.ના.પો.કમિ. શ્રી ઝોન-૬ સા. તથા મ.પો.કમિ. શ્રી જે વિભાગ સા.નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ કરતા ઉપરોક્ત પાંચેય પૈકી રમીલાબેન ઉ.વ ૧૯ તથા ઉપરોક્ત સાથેના ચારેય બાળકો મહેસાણા રાધનપુર ચોકડીથી તા.૨૮/૨/૨૦૧૪ ના રોજ શોધી કાઢી તેઓનો કબ્જો તેમના માબાપ ને સોંપેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. (૨) વટવા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૮૯/૨૦૧૪ જુગારધારા કલમ ૪,૫ મુજ્બના કામે ફરીયાદી પોસઇ જે.એન.ગોસ્વામી નોકરી વટવા પો સ્ટે.નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીક્ત મળેલ કે કુણાલ ચિનુભાઇ વ્યાસ નાનો હાલમાં બાંગ્લાદેશમાં એશીયાકપની ચાલતી ક્રિકેટ ટુર્નામેંટની મેચનો સટ્ટો સંગમ રેસીડેંસી કોયલી તલાવડીના છાપરા સામે નારોલ અસલાલી હાઇવે રોડના મ.નં. ઇ/૫૦૩ માં મોબાઇલ ફોનથી તથા બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી.પરમાર સાહેબ નાઓએ મ. પો કમિશ્રી જે વિભાગનાઓની સુચના મુજબ સદર જગ્યાએ માણસો તથા પંચો સાથે રેડ કરતા કુણાલ ચિનુભાઇ વ્યાસ ઉવ ૨૩ રહે મનં ૩. જય અંબિકાનગર વશિષ્ટ નગર ની સામે ભાડવાતનગર ઇસનપુર અમદાવાદ શહેર નાનો અને લેપટોપ અને મો ફોન પણ ચાલુ હોય ટીવીમાં જેમાં ભારત પાકીસ્તાનની મેચ ચાલુ હોય અને ભારતનુ બેટીગ ચાલુ હોય અને ૯૫/૩ નો સ્કોર થયેલ હોય જેથી સદર ટીવી બંધ કરાવી સદર જગ્યાએ પડેલ મોબાઇલ ફોન તથા રોકડ રકમ તથા લેપટોપ કોમ્પ્યુટર વિગેરે પડેલ હોય સદર કુણાલની અંગ ઝડતી કરતા તેના હાથમાંથી (૧) સેમસંગ જીટી-એન ૭૧૦૦મો ફોન હોય જેમાં એરટેલનુ કાર્ડ હોય જેનો કનેકશન નં 9558888883 નો છે જેનો IMEI No 357729/05/964144/2 નો છે જેની કિરુ ૨૦૦૦૦/૦૦ ગણાય તેમજ એક લીટીવાળી ડાયરી જેમા હાથથી લખેલ આંકડાઓ હોય જે બાબતે પુછતા આજની ભારત પાકિસ્તાન મેચના સેસનના સટ્ટાનો ઉતારો હોવાનુ જણાવેલ જેની કિરુ ૦૦/૦૦ ગણાય તેમાજ પેંટના ખિસ્સામાંથી રોકડ રુ ૫૦,૦૦૦/૦ મળેલ જે રોકડ સટ્ટાના વેપારના હોવાનુ જણાવેલ અને નીચે જમીન પર (૨)એક સેમસંગ ગેલેક્ષી ટેબ -2 જેનો મોડલ નં જીટીપી -૩૧૦૦ જેનો IMEI No 354795057495027 વંચાયેલ જેની કિરુ ૧૧૦૦૦/૦૦ ગણાય તથા સેમસંગ એસ -૪ મીની મો ફોન IMEI No 357963/05/127191/2 (2) 357964/05/127191/00 નો જેમાં સીમકાર્ડ નથી જેની કિરુ ૧૦,૦૦૦/૦૦ ગણાય તથા બીજા ફોન હોય જે નીચેની વિગતે મળેલ ૪ એક લેપટોપ પીસીજી ૭૧૮૧૧ ડબલ્યુ મોડલનુ અલગ કી બોર્ડ ચાર્જર સાથેનુ જે સોની એવીઓ કંપનીનુ જેનો સીરીયલ નં ૨૭૫૪૪૩૭૫૭૦૬૦૩૪૦ નો વંચાયેલ જેની કિરુ ૨૨,૦૦૦/૦૦ ગણાય જેમાં ડોકોમો થ્રીજી ડોગલ જેનો આઇ એમ ઇ આઇ નં ૩૫૨૨૨૩૦૪૩૮૬૯૩૪૮ જેની કિરુ ૫૦૦/૦૦ ૫)ઇંટેક્ષ મેગા -9 મોડલનો કાળા રંગનો જેમાં વોડાફોન નુ સીમછે જેનો IMEI No 911324001651688 (2) 911324001651696 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય ૬) ઇંટેક્ષ યુવી+ મોડલનો સફેદ રંગનો જેમાં વોડાફોન નુ સીમછે જેનો કનેકશન નં ૮૨૩૮૦ ૬૦૨૮૫ જેનો IMEI No 911315204135990 (2) 911315204285993 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (7) ઇંટેક્ષ યુવી+મોડલનો સફેદ રંગનો જેમાં વોડાફોન નુ સીમ છેજેનો કનેકશન નં ૯૬૮૭૬૮૧૯૭૭ જેનો IMEI No 911315204135297 (2) 911315204285290 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (8) ઇંટેક્ષ યુવી+મોડલનો સફેદ રંગનો જેમાં વોડાફોન નુ સીમ છેજેનો કનેકશન નં 9712921274 જેનો IMEI No 911315204135875 (2) 9113152042852878 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (9) ઇંટેક્ષ યુવી2+મોડલનો સફેદ રંગનો જેમાં આઇડીયાનુ સીમ છે જેનો IMEI No 911315204961106 (2) 91131520 5061104 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (10) ઇંટેક્ષ યુવી2+મોડલનો સિલ્વર રંગનોલ જેમાં વોડાફોન નુ સીમ છે જેનો IMEI No 91131520 5709686 (2) 91131520 5809684 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (11) ઇંટેક્ષ યુવા મોડલનો સફેદ રંગનો જેમાં આઇડીયા અને વોડાફોનનુ સીમ છે જેનો IMEI No 911204201169972 (2) 911204201220973 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (12) ઇંટેક્ષ યુવા મોડલનો સફેદ રંગનો જેમાં આઇડીયા અને વોડાફોનનુ સીમ છે જેનો IMEI No 911204201377641 (2) 911204201428691 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (13) ઇંટેક્ષ કીલર + મોડલનો સફેદ રંગનો જેમાં વોડાફોનનુ સીમ છે જેનો IMEI No 911255106671587 (2) 911255106671595 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (14) ઇંટેક્ષ ઓરા+ મોડલનો સફેદ રંગનો જેમાં વોડાફોનનુ સીમ છે જેનો IMEI No 911246056181180 (2911246056283184 જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય (15) નોકીયા ૧૦૫ મોડલનો કાળા રંગનો વોડાફોનના સીમવાળો જેનો IMEI No 358146/05923234/07 નો વંચાયેલ જેની કિરુ ૧૦૦૦/૦૦ ગણાય ૧૬) એક સોની કંપનીની એલ સી ડી ટીવી રીમોટ સાથેનુ જેનો મોડલ નં KLV 22B*320 SR NO 7020394 જેની કિરુ ૧૫૦૦૦/૦૦ ગણાય તેમજ ટાટા સ્કાય કંપનીનુ સેટપ બોક્ષ જેનો સીરીયલ નં ૦૦૦૧-૪૨૬૯-૪૪૧૩ નો છે જેની કિરુ ૫૦૦/ ગણાય ૧૭ કોમ્યુટરનુ મલ્ટીપલ કનેકટર પાવર બોર્ડ તથા ઇલેકટ્રીક એક્ષટેંસન બોર્ડ તથા બે મોબાઇલ ચાર્જર જે તમામની કિરુ ૫૦૦/૦૦ ગણાય જે પંચનામા વિગતે કબજે કરેલ અને ત્યાં હાજર બીજો ઇસમ પોતાનુ નામ સચીન જગદીશભાઇ પટેલ ઉવ ૩૮ રહે સી/૬ /૩૪ વૈકુઠપાર્ક સોસાયટી સમર્પણ ફ્લેટની સામે કેડીલાબ્રીજની પાસે પુનિતનગર ઘોડાસર અવાદ નાનુ હોવાનુ જણાવેલ અને મકાનના નીચેના ભાગે પાર્ક કરેલ કાર નં જી જે ૨૭ કે ૬૮૦૮ હુંડાઇ આઇ ૧૦ મોડલની બાબતે પુછપરછ કરતા કુણાલ ચીનુભાઇ વ્યાસનાઓ પોતે લઇ આવેલ હોવાનુ જણાવેલ જેની કિ રુ ૨,૦૦,૦૦૦/૦૦ ગણાય તે તપાસ અર્થે કબજે કરેલ જે તમામ ઉપરોક્ત મુદ્દામાલ કુલ્લે કિરુ ૩,૪૦,૦૦૦/૦૦ નો ગણી તપાસ અર્થે કબજે કરેલ અને આ સટ્ટો આગળ કોણે આપે છે તે બાબતે આપ સાહેબે સદર કુણાલ ને પુછતા પોતાને બોબડી કાર્ડ અમજદભાઇ વીસનગર વાળાએ આપેલ છે અને આ બોબડીસીમનો નંબર પોતાને ખબર નથી પરંતુ અમજદભાઇએ આપેલ મો નં ૮૩૪૭૭૭૪૧૯૧ નો છે તેની સાથે કોંફરસ કરેલ હોવાનુ જણાવેલ જેથી ઉપરોક્ત કુણાલ ચિનુભાઇ વ્યાસ ઉવ ૨૩ રહે મનં ૩. જય અંબિકાનગર વશિષ્ટ નગરની સામે ભાડવાતનગર ઇસનપુર અમદાવાદ શહેર+1=2 નાઓ પોતે પોતાના આર્થિક ફાયદા માટે મ નં ઇ/૫૦૩ સંગમ રેસીડેંસી કોયલી તલાવડીના છાપરા સામે નારોલ અસલાલી હાઇવે રોડ પર પોતાના કબજાના મકાનમાં ગેર કાયદેસર રીતે હાલમાં ચાલી રહેલ એશીયા કપની ભારત પાકીસ્તાનની મેચનો મોફોન થી સંપર્કો કરી ક્રીકેટ મેચનો ગેર કાયદેસર રીતે સટ્ટો રમી રમાડતા મો ફોન અને લેપટોપ કોમ્યુટર ટીવી રોકડ રકમ અને બીજા સાધનો સાથે કુલ્લેરુ ૩,૪૦,૦૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે કલાક ૧૬/૪૫ વાગે મળી આવેલ હોય તેઓના વિરુધ્ધમાં ધી જુગાર ધારા કલમ ૪,૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના દાણીલીમડા પો.સ્ટે.ના અધિકારી માણસો દ્વારા (૧) દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામે તા.૨૨/૨/૨૦૧૪ ના રાત કલાક આશરે ૨૧/૦૦ વાગે કોઈપણ સમય પહેલાં દાણીલીમડા શાસ્ત્રીબ્રીજના છેડેથી સુએઝફાર્મ રોડ તરફ જવાના રોડ ઉપર ૨૦૦ મીટર દુર રોડથી ઉત્તરે ૫૦મીટર અંદર ઝાડીમાં કોઈ અજાણ્યા માણસે મરણજનાર સંગીતાબેન ડો/ઓફ મનુભાઈ ચૌહાણ ઉવ.આશરે ૩૫ રહે,કલોલ રેલ્વેસ્ટેશન સામે સગુનનગર કલોલ જિલ્લો:ગાંધીનગર નાનીને કોઈ અગમ્ય કારણસર મરનાર સંગીતાબેનને શરીરે મોઢાના ભાગે ગળાના ભાગે ખભાના ભાગે તથા છાતીના ભાગે તથા ડાબા પડખા ઉપર કમરના ભાગે પેટના ભાગે ડાબા હાથે બંને પગે તથા ગુદાના ભાગે છરીનો ઘા મારી છરી જેમની તેમ રહેવા દઈ ક્રુરતા પુર્વક મોત નિપજાવેલ હોય જે મતલબના બનાવ સબંધે તપાસ હાથ ધરવામાં આવેલ જે બનાવવાળી જગ્યાએથી મરનારના પર્સમાંથી મળી આવેલ ગ્રુપ ફોટા તથા ડાયરીમાંથી તેમજ મરનારના મોબાઈલની કોલ ડિટીએલની ઝીણવટભરી તપાસ કરતાં આ કામે મરનારની હત્યા કરનાર ઈસમ નામે રાજેશભાઈ મફાભાઈ પરમાર રહે.સ્વરાજપુરા ગામ:તા:ભાભર જિલ્લો:બનાસકાંઠા નાનો હોવાનું જાણવા મળતાં સદરીને તેના વતનમાંથી પકડી લાવી તેની ઉંડાણપુર્વકની વિગતવારની પુછપરછ દરમ્યાન પોતે પોતાનું નામ રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ગોરધન સન/ઓફ મફાભાઈ પીરાભાઈ પરમાર ઉવ.૨૮ નાનો મરનાર સંગીતા સાથે છેલ્લા ચારેક વર્ષથી પરીચયમાં આવેલ અને તે પછી તેની સાથે પ્રેમ સબંધ બંધાતાં તેની સાથે અવાર નવાર ભાભર, રાધનપુર, ચોટીલા તથા અમદાવાદ ખાતે જુદી જુદી જગ્યાએ ગેસ્ટ હાઉસમાં રોકાતો જે દરમ્યાન આ સંગીતાના મોબાઈલ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓના મોબાઈલ ફોન આવતાં ત્યારે તે તેનાથી દુર જઈ વાતચીત કરતી જેના કારણે સંગીતા અન્ય પુરુષો સાથે આડા સબંધ ધરાવતી હોઈ તેવું શક પડતાં આરોપીએ એકાદ માસ અગાઉ રાધનપુર ખાતે આવેલ જનપથ ગેસ્ટ હાઉસમાં સંગીતા સાથે રોકાયેલ તે દરમ્યાન મરનાર સંગીતાની જાણ બહાર તેના ઈન્ટેક્ષ કંપનીના મોબાઈલ ફોનમાંથી મેમરી કાર્ડ કાઢી લઈ તેને અન્ય જગ્યાએ લઈ જઈ રીકવર કરાવી તેમાંની રેકોડીંગ પોતાના મોબાઈલમાં સાંભળતાં આ મરનાર સંગીતા અન્ય પુરુષો સાથે પૈસા ખાતર સબંધો રાખતી હોવાની જાણ થતાં તેને મનમાં લાગી આવેલ કે સંગીતા તેના કરતાં ઉંમરમાં મોટી હોય અને તેના પતિ સાથે છુટાછેડા લીધેલ હોય પોતે તેને અપનાવેલ અને તેની સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સબંધ રાખેલ અને આ સંગીતાના કારણે આરોપીએ પોતાની પત્નિ અને બાળકોને તરછોડી દીધેલ અને કુંટુંબથી પણ અળગો થઈ ગયેલ તેમ છતાં સંગીતાએ તેની સાથે બેવફાઈ કરેલ હોય તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કરી તેને તા.૧૩/૨/૨૦૧૪ ના રોજ ચોટીલા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી એક છરી તથા તલવાર ખરીદેલ અને તા:૧૪/૨/૨૦૧૪ ના પરત આવી એકબીજા ઘરે ગયેલ અને બાદ આ આરોપીએ મરનાર સંગીતાને તા:૨૧/૦૨/૧૪ ના રોજ સાંજના સમયે રાતના આશરે પોણા નવ વાગ્યાના સુમારે મરનાર સંગીતાને વિશાલા સર્કલ પાસે બોલાવેલ અને ત્યાંથી તેના ભાઈના બાઈક ઉપર બેસી તેને લેવા ગયેલ અને વિશાલા સર્કલથી બાઈક ઉપર બેસાડી ઉપરોક્ત જગ્યાએ લાવી તેણીને ક્રુરતા પુર્વક ચોટીલાથી ખરીદી લાવેલ છરીથી શરીરના જુદા જુદા ભાગે ઘા મારી કરપીણ હત્યા કરેલ છે. અને તે અંગેની પોતે કબુલાત કરેલ તેમજ આરોપીના ટાવર લોકેશન આધારે બનાવની હકીકત ને સંપુર્ણ સમર્થન મળતાં આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ગોરધન સન/ઓફ મફાભાઈ પીરાભાઈ પરમાર ઉવ.૨૮ નાને તા:૨૫/૦૨/૨૦૧૪ ના કલાક ૧૪/૦૦ વાગે પકડી અટક ગુનો ડિટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.
|
૬
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ રાખી તથા અમદાવાદ શહેરમાં બનેલ ગંભીર પ્રકારના ગુનાઓ શોધી કાઢવા અંગે પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તરફથી મળેલ સુચના આધારે આજરોજ તા.૨૭/૨/૨૦૧૪ ના રોજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.આર.ટંડેલ તથા તેઓની ટીમના પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો.કોન્સ. વિજયસિંહ અદેસિંહને મળેલ બાતમી હકીકત આધારે સરખેજ ઉજાલા સર્કલ ખાતે જઈ તપાસ કરતા એક મહીલા નામે આરેફા ઉર્ફે મીના W/O ખોડાભાઈ નવઘણભાઈ મકવાણા (કોળી પટેલ) ઉ.વ.૩૫, રહે.ગામ-મટોડા, તળપદવાસ, તા. સાણંદ, જી-અમદાવાદ. મુળ રહે.કેલીકો મીલના છાપરા, ફુલબજાર સામે, જમાલપુર, અમદાવાદની નાના બાળક સાથે ઉજાલા હોટલ આગળ હાજર મળી આવતા તા.૨૭/૨/૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ અટક કરી કારંજ પો.સ્ટે.ફ્સ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૬૩, અપહરણનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરે છે.
|
|