પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:11:50 PM

શ્રી મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ઝોન-૨, અમદાવાદ શહેર નાઓ સ્ટ્રાઇકીંગ ફોર્સ તથા તાબાના ચાંદખેડા પો.સ્ટે.ના માણસો સાથે ઝોન-૨ વિસ્તારમાં બનેલ મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. દિનેશભાઇ મણીલાલ નાઓએ બાતમી આપેલ કે ટેન્કર નં.જીજે-૧-યુયુ-૮૭૩૫ નો ડ્રાયવર તથા કંન્ડક્ટર ઓ.એન.જી.સી.ના કુવામાંથી ફ્રુડ ઓઇલની ચોરી કરી ટેન્કરમાં ભરી ભાવનગર જવાનો છે તેવી બાતમી હકીકત મળતા સ્ટાફ સાથે તુરત જ બાયપાસ વૈષ્ણોદેવી મંદીર રોડ ઉપર પહોચી છુટા છવાયા ટેન્કરની વોચમાં રહી, ટેન્કર આવતા તેને સ્ટાફના માણસોથી તાત્કાલીક કોર્ડન કરી ટેન્કર રોડ સાઇડમાં ઉભુ રખાવી ટેન્કરમાં ભરેલ ફ્રુડ ઓઇલ સબંધે ડ્રાયવર બદ્રીલાલ રામપ્રસાદ જયસ્વાલ, તથા કંન્ડક્ટર સુનિલભાઇ દયારામ મોરીયા નાઓની ઘનીષ્ઠ તપાસ કરતા ટેન્કરમાં આશરે ૧૮૦૦ લીટર ફ્રુડ ઓઇલ મહેસાણાના કોઇ ગામેથી ઓ.એન.જી.સી.ના ચાલુ કુવામાથી ચોરી કરી લાવેલ અને ચોરેલ ઓઇલ સાથે ભાવનગર જતા પકડાઇ ગયેલ હોય બન્ને વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મિલ્કત સબંધી ગુનો શોધી કાઢી પ્રસંશનિય અને સારી કામગીરી કરવામાં આવેલ છે તપાસ ચાલુ છે.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સોલા પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ શોધી કાઢવા માટે અમો જાતે સ્ટફના માણસો તેમજ પો. સ્ટે. વિસ્તારના સરકારી વાહનો મારફતે સતત દિવસ રાત પેટ્રોલીંગ ફરી બનતા ગુનાઓ રોકવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા પુરતા પ્રયત્નો કરેલ. દરમ્યાનમાં અમારા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ. એસ.એમ.પટણી તેમજ સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે આરોપી (૧) રાહિલ S/O પંકજભાઇ જોઇતાભાઇ પટેલ ઉવ.૧૬ વર્ષ ૩ માસ રહે.૩ શ્રીયદ એપાર્ટમેંટ જીવનદિપ રો હાઉસ થલતેજ અમદાવાદ નાને તા.૭/૪/૨૦૧૪ ના રોજ સોલા પો. સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૦૯/ ૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૦ મુજબના કામે ચોરીમા ગયેલ સોનાના દાગીના કિમત રૂ.૧,૪૩,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી અટક કરી મુદામાલ રીકવર કરી પ્રસશનીય કામગીરી કરેલ છે. તેમજ સર્વેલન્સ પો.સ.ઇ. એસ.એમ.પટણી તેમજ સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે આરોપી વિજય પ્રવિણભાઇ ઠાકર ઉ.વ.૩૨ રહે.મ.નં.૧૬૫/ ૧૯૨૮ જુના ગોતા હાઉસીંગ ગોતા અમદાવાદ મુ.ગામ રણાસણ તા.વિસનગર જી.મહેસાણા નાઓને તા.૮/૪/૨૦૧૪ ના રોજ અટક કરી ફસ્ટ ગુ.ર.નં.૮૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ઓટો રીક્ષા કિમત રૂ.૫૦,૦૦૦/- ની મત્તાની ચોરીમાં ગયેલ જે ઓટો રીક્ષા રીકવર કરી મુદ્દામાલ સાથે ગુનો શોધી કાઢી પ્રસશનીય સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એચ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના રખીયાલ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા રખિયાલ પો. સ્ટે. સ્ટે.ડા.એ.નં.૬૧/૨૦૧૪ તા.૮/૪/૨૦૧૪ ના કામે હક્કિત એવી છે કે એક બાળક નામે ઇબ્રાહીમ ઉર્ફે રાજા S/O હાસીમભાઇ શેખ ઉ.વ.૮ રહે.મુળવતન બિહાર નાએ ગભરાયેલ હાલતમાં પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે હુ મારા ભાઇ અસરફભાઇના ઘરે આવેલ છુ અને રસ્તો ભુલી ગયેલ છુ તેવુ જણાવતા ગભરાયેલ બાળકને બેસાડી શાંતીથી પ્રેમથી પુછપરછ કરી બિસ્કીટની વ્યવસ્થા કરી તેણે પહેરેલ કપડામાંથી મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ નંબરવાળા ઇસમને ફોન કરતાં તેણે પોતાનુ નામ અસરફભાઇ મનસુરી રહે.વલીની ચાલી રખિયાલ અમદાવાદ નાનો હોવાનુ જણાવી આ બાળક ઇબ્રાહીમ ઉર્ફે રાજા પોતાનો કૌટુબીક ભાઇ હોવાનુ અને બિહારમાં તેની માતા-પિતા સાથે ધમાલ મસ્તી કરતો હોય જેથી તેના માતા-પિતાએ બિહારથી અમદાવાદ સુધરવા સારૂ મોકલી આપેલ તેમ જણાવેલ મોબાઇલ ફોન પર તેમનએ રૂબરૂ પોલીસ સ્ટેશન બોલાવી તેની ખરાઇ કરી કંઇ ગુનાહીત નહી જણાતાં ભુલા પડેલ બાળકને તેના સંબધી અસરફભાઇને મુસ્લીમ સમાજના આગેવાનોની હાજરીમાં વિખુટા પડેલ બાળકને તેના વાલીવારસને સોપી એક સારુ અને સામાજીક કાર્ય કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ઈસનપુર પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા ગઈ તા.૭/૪/૨૦૧૪ ના રોજ સર્વે સ્કોર્ડના એ.એસ.આઈ. યાકુબભાઈ હુસેનમીયા તથા સ્ટાફના માણસો મિલ્કત સબંધી ગુના અટકાવવા સારુ પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના પો.કો. વિક્રમસિંહ જીલુભા તથા લોકરક્ષક મેહુલ વજેરામભાઈ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે ચેતનભાઈ કનુભાઈ મકવાણા ઉ.વ.૩૨ રહે.જુની મીલ કમ્પાઉન્ડ રોડ નડીયાદ જી.ખેડા નાઓને ચોરી કરી મેળવેલ હિરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નં.જી.જે.૧.કે.ડી.૭૫૯ સાથે પકડી અટક કરી ઘનિષ્ઠ વધુ પુછપરછ દરમ્યાન આ મોટરસાયકલ પારસ સિનેમા પાસે નડીયાદ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જ્ણાવેલ હોય નડીયાદ પો. સ્ટે.નો વાહનચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી મહીલા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, એચ.જી.કટારીયા નાઓએ અરજી રજુઆત અનુસંધાને એક સુખી સંપ્પન ઘરના દંપતીના લગ્નજીવનમાં નાના નાના ઝગડાઓના કારણે લગ્નજીવન ભંગાણના આરે આવી ગયેલ જેમા સુલેહ કરવાના આશયથી બન્ને પતિ-પત્નીને મહીલા પોલીસ સ્ટેશન બોલાવી સહાનુભૂતિથી આવકારી, પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરવા સમજાવતા અને બન્ને પતિ પત્ની ભૂતકાળમાં બનેલ બનાવોને ભૂલી જઇ ફરીથી એક થઇ સુખી લગ્નજીવન જીવવાના સંકલ્પ સાથે તેઓને ઘરે જવા વિદાય આપી માનવતાવાદી સામાજીક કાર્ય કરી સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાનમાં (1) પો.સ.ઈ.શ્રી ડી.એસ. ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દાણીલીમડા પાસેથી સલીમ @ સલીયા S/O યુસુફભાઈ સીટ રહે.અમ્મા મસ્જીદ, ચોકદાર દરગાહ નાને ચોરીથી મેળવેલ CNG રીક્ષા નં.GJ-1-CT-8034 કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૮/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૪/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સુજલ @ ચીકુ S/O કિરીટભાઈ પંચાલ રહે.બી/૨૧૯, પરસોત્તમનગર સોસાયટી, વિરાટનગર અમદાવાદ નાઓના ઘરેથી  ચોરીથી મેળવેલ બગસરાના દાગીના કુલ્લે રૂ.૧૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪, પર્સ નંગ-૧૬ તથા રોકડ નાણા રૂ.૪૩,૨૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૯/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે, (3) પો.સ.ઈ.શ્રી બી.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ખોખરા સર્કલ, હનુમાન મંદિર પાસે અશોક મંગાજી રામી રહે.રૂડા કોમ્પલેક્ષની સામે, ઈન્દુચાચા ઓવરબ્રીજની પાસે છાપરામાં + ૧= ૨, નાઓને ચોરીથી મેળવેલ (૧) મંગળસુત્ર-૧ કિં.રૂ.૧૪,૧૧૦/- (૨) સોનાની બુટ્ટી નંગ-૨, કિં.રૂ.૨૧,૯૦૦/- (૩) વીંટી નંગ-૨, કિં.રૂ.૧૨,૬૦૦/- (૪) કાંટી નંગ-૧ કિં.રૂ.૫૭૮/- (૫) પાયલ નંગ-૨ કિં.રૂ.૧,૪૦૪/- (૬) ચાંદીના વેઢ નંગ-૨ કિં.રૂ.૯૦/- (૭) કાનની સેર-૨, કિં.રૂ.૧૫૦/- (૮) સોનાનુ મંગળસુત્ર-૧, કિં.રૂ.૮,૨૫૭/- (૯) સોનાની કડી નંગ-૨, કિં.રૂ.૧૨,૧૬૮/- (૧૦) સોનાની કાંટી નંગ-૨, કિં.રૂ.૧,૪૫૦/- (૧૧) ચાંદીની પાયલ નંગ-૨, કિ.રૂ.૯૮૮/- (૧૨) ચાંદીનો વેઢ નંગ-૪ કિં.રૂ.૧૮૨/- (૧૩) સોનાની બુટ્ટી નંગ-૨ તથા કાનસેર નંગ-૨ કિં.રૂ.૧૪,૪૫૪/- (૧૪) સોનાની વીંટી-૧ કિં.રૂ.૧૦,૦૮૮/- (૧૫) સોનાની કાંટી જોડ-૧ કિં.રૂ.૬૭૫/- (૧૬) ચાંદીના પાયલ નંગ-૨ કિં.રૂ. ૮૮૦/- (૧૭) સોનાનુ મંગલસુત્ર-૧ કિં.રૂ.૪૨,૩૭૩/- (૧૮) સોનાની બુટ્ટી નંગ-૨ તથા કનસેર નંગ-૨ કિ.રૂ.૧૭,૮૧૮/- (૧૯) સોનાની કાંટી નંગ-૧ કિં.રૂ.૫,૫૬૧/- (૨૦) ચાંદીની પાયલ નંગ-૨ કિં.રૂ.૧,૧૧૮/- (૨૧) સોનાની ચેઈન પેન્ડલ સાથેની કિં.રૂ.૨૦,૨૦૮/- (૨૨) સોનાની કાંટી નંગ-૧ કિં.રૂ.૩૫૭/- (૨૩) ચાંદીના પાયલ નંગ-૨ કિં.રૂ.૮૫૮/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૯/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી અ.નં.૧ થી ૭ તથા ૧૩ થી ૧૬ તથા ૨૧ થી ૨૩ નો મુદ્દામાલ ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૨૮,૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) હે.કો.શ્રી તખતસિંહ જીલુભા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે વાસણા APMC પાસેથી યાસીન મુસાભાઈ વોરા રહે.મફતીયાપરા, ધોળકા જિ.અમદવાદ નાઓને ચોરીથી મેળવેલ મો.સા.નં.GJ-1-MF-3666 કિં.રૂ.૩૦,૦૦૦/- તથા CD ડીલક્ષ મો.સા.નં.GJ-1-MB-3816 કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૧૦/૪/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૫૫૩/૨૦૧૧ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈ શ્રી જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ખોખરા મદ્રાસી મંદિર પાસે આવેલ ત્રણ રસ્તા પાસેથી હેમંત જીવણભાઈ જોગી રહે.ગામ હીરપરા, તા.નાંદોદ જિ.નર્મદા + ૨ = ૩ નાઓને ચોરીથી  મેળવેલ (૧) સોનાનુ મંગળસુત્ર-૧ કિં.રૂ.૫૭,૫૬૪/- (૨) સોનાનુ કડુ નંગ-૧ કિં.રૂ.૨૨,૧૦૪/- (૩) સોનાની વીંટી-૧ કિં.રૂ.૪,૪૨૮/- (૪) સોનાની ચુની-૧ કિં.રૂ.૭૫૮/- (૫) સોનાની ચેઈન નંગ-૧ કિં.રૂ.૨૧,૯૦૦/- (૬) ચાંદીની પાયલ-૨ કિં.રૂ.૮૦૦/- (૭) સોનાની ચેઈન-૧ કિં.રૂ.૧૩,૯૫૦/- (૮) સોનાનુ પેન્ડલ નંગ-૧ કિં.રૂ.૯૩૦/- (૯) ચાંદીની પાયલ નંગ-૧ કિં.રૂ.૭૮૦/- (૧૦) સોનાની કાનની કડી-૧ કિં.રૂ.૪,૨૦૦/- (૧૧) સોનાની કાંટી-૧ કિં.રૂ.૪૮૫/- (૧૨) ચાંદીની માળા નંગ-૧ કિં.રૂ.૪૧૦/- (૧૩) સોનાની બુટ્ટી-૧ કિં.રૂ. ૪,૪૨૮/- (૧૪) સોનાની વીંટી-૧ કિં.રૂ.૧,૯૭૦/- (૧૫) સોનાની ઝુમર નંગ-૨ કિં.રૂ.૨,૧૦૩/- (૧૬) સોનાની કાંટી-૨ કિં.રૂ.૮૧૯/- (૧૭) સોનાની બુટ્ટી-૧ કિં.રૂ.૯,૧૦૦/- (૧૮) સોનાની કડી-૧ કિં.રૂ.૬,૬૦૦/- (૧૯) ચાંદીની પાયલ-૧  કિં.રૂ.૧,૨૭૫/- જે પૈકી અ.નં.૧ થી ૪ નો મુદ્દામાલ ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૬/૨૦૧૪ મુજબનો ગુન્હો, તથા અ.નં.૭,૮,૯ મુજબનો મુદ્દામાલ ચાંદખેડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૭૦/૨૦૧૪ ઈપીકો ૩૮૦ મુજબનો ગુન્હો, તથા અ.નં.૧૮,૧૯ નો મુદ્દામાલ ઓઢવ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૩૪/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો, તથા ચાંગોદર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૪ ઈપીકો ૪૦૭ મિજબનો ગુન્હો, આમ જુદા જુદા પો.સ્ટે.ના મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓ સાથે ચોરીએ ગયેલ મુદામાલ રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.