પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 11:01:10 PM

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી દાણીલીમડા પો.સ્ટે. નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્કોડના અ.હે.કો.કાનજીભાઇ અમીભાઇ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.દિગ્વીજયસિંહ ભુરુભા તથા પો.કો.દિલીપસિંહ ગુલાબસિંહ નાઓએ આપેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી મોહંમદહુસૈન યાસીનભાઇ અંસારી ઉ.વ.૨૦ રહે.બી/૩૩ સંજય પાર્ક વિ-૩ નવરંગ સ્કુલ પાસે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ નાઓ પાસેથી એક્સેસ મોડેલની ગાડી નં.જી.જે.૨૭.એ.બી.૬૮૯૦ કિ.રુ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને દાણીલીમડા પો.સ્ટે. જા.જોગ નં.૨૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી CRPC કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી ઘનિષ્ઠ તપાસ કરતા મણીનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૭/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પો.સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ.નજીરમીયા કાસમમીયા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન જુહાપુરા બરફની ફેકટરી પાસેથી નિશારખાન રમજાનખાન ઉ.વ.૨૪ રહે.મ.નં.સી/૫૩, અલાસાપાર્ક, સીદ્દીકનગરની બાજુમાં, ફતેવાડી, અમદાવાદ મુળ ગામ-સાંદા તા.મ્હેગાવ થાના ગોરમી જિ.ભીડ મધ્યપ્રદેશ નાને ચોરીના બજાજ ડીસ્કવર મો.સા. નં.જી.જે.૧-એસ.જે-૫૬૮૫ કિં.રૂ.૪૦,૦૦૦/- ની મતા સાથે તા.૦૬/૦૪/૨૦૧૫ ના કલાક ૧૦/૫૦ વાગે પકડી કાયદેસર કાર્યવાહી કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૦/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) મ.સ.ઈ. આર.આર.ત્રીપાઠી તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે છોટાલાલની ચાલી પાસેથી પંકજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકો ડ/૦ રામજીભાઈ કારેલીયા ઉવ.૨૩ મજુરી રહે.હાલ બ્લોક નં.૨૭/૪૦૯, ગરીબ આવાશ ગુરૂદ્વારા ઓઢવ, મુળ ધોળક નાઓ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ સોનાના દાગીના વિગેરે મળી કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- સાથે તા.૬/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે. જાણવા જોગ એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪૭/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ.એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન દાણીલીમડા બોમ્બે હોટલ પાસેથી અસલમખાન ઉર્ફે નેતાજી મુમતાજખાન પઠાણ રહે.નુરેફૈઝલ સોસાયટી, વટવા કેનાલ, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ કોપરની પ્લેટ લોખંડનો ભંગાર કુલ કિ.રૂ.૩,૨૪,૮૦૦/- ની મત્તા સાથે તા.૬/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૫/૦૦ વાગે પકડી અટક કરી કલોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સ.ઈ.એલ.ડી.વાઘેલા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન જીવરાજપાર્ક ચાર રસ્તા પાસેથી ફિરોજ ઉર્ફે સલીમ ફારૂખહુસેન પઠાણ રહે.૭૭, આલ્ફા ડુપ્લેક્ષ, ઝલક ફલેટ પાસે, વેજલપુર, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ રોકડ નાણાં રૂ.૫,૫૦૦/- ની મત્તા સાથે તા.૯/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે.  જાણવા જોગ એન્ટ્રી નં.૧૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૯/૩૦ વાગે પકડી અટક કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સ.ઈ.જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન  ભુદેશ્વર, સ્મશાન રોડ પાસેથી અશોકભાઈ કરશનભાઈ રાવલ, રહે.દશામાંની ચાલી, કોતરપુર, સરદારનગર, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ રોકડ નાણાં રૂ.૨,૧૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૪/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૯/૦૫ વાગે પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઈ.બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન  દાણાપીઠ ફાયરબ્રિગેડ પાસેથી અજય ભરતભાઈ ચૌહાણ રહે.૧૩૧/૧૦૨૧, ગુ.હા.બોર્ડ, કલાપીનગર, મેઘાણીનગર  અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ સોનાના દાગીના કુલ કિ.રૂ.૧,૫૮,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૧/૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૦૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૩/૩૦ વાગે પકડી અટક કરી મેઘાણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૪, ૪૫૨ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) મ.સ.ઈ.આર.આર.ત્રીપાઠી તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હિરાભાઈ ટાવર, મણીનગર પાસેથી સંજય ઉર્ફે થડીયો જયંતીભાઈ ભીખાભાઈ ઠાકોર રહે.૪૨-૪૩, નરનારાયણ સોસાયટી, દક્ષિણી, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ મો.સા.નં.GJ-01-LF-8486 કિ.રૂ.૨૨,૦૦૦/- ની મત્તા સાથે પકડી વધુ પુછપરછ દરમ્યાન બીજી મો.સા. જેનો આર.ટી.ઓ.નં.GJ-01-EC-3464 તથા એકટીવા જેનો આર.ટી.ઓ. નં.GJ-01-DR-573 કુલ્લે ત્રણેય વાહનની કિ.રૂ.૫૭,૦૦૦/- ની મત્તા સાથે તા.૭/૪/૨૦૧૫ ના રોજ જાણવા જોગ નં.૦૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૨/૧૫ વાગે પકડી અટક કરી ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૭૮/૨૦૧૨, ફસ્ટ ગુ.ર.નં.૧૭૪/૨૦૧૨ તથા વટવા જીઆઈડીસી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૯/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સબ.ઇન્સ.આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વટવા કેનાલ રોડ ખાતેથી મો.આસીફ યાસીનભાઈ શેખ રહે.અલ હનીફીયા સોસાયટી, વટવા કેનાલ રોડ, અમદાવાદ નાઓ પાસેથી ચોરી અગર છળકપથી મેળવેલ મો.સા.નંબર GJ-01-EL-820 તથા કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૦૮/૦૪/૨૦૧૫ ના રોજ ડી.સી.બી પો.સ્ટે જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ ૨૨/૩૦ વાગે પકડી અટક કરી એલિસબ્રિજ પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં. ૭૬/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સ.ઈ. એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શાહીબાગ, રાજસ્થાન હોસ્પિટલ પાસેથી  રાજેશ ઉર્ફે રાજુ ગીરધારીલાલ મોતીયાણી રહે.સી/૧૦૨, વિકટોરીયા હાઈટસ, ધરણીધર પાછળ, નવા નરોડા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ એકટીવા નં.GJ-06-CJ-0877 કિ.રૂ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે પકડી વધુ ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન બીજી એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-06-DP-7233 તથા ત્રીજી એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-06-CD-5524 મળી કુલ્લે ત્રણેય વાહનની કિ.રૂ.૯૦,૦૦૦/- ની મત્તા સાથે  તા.૯/૪/૨૦૧૫ ના રોજ જાણવા જોગ એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૮/૩૦ વાગે પકડી અટક કરી વડોદરા, કારેલીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૪/૨૦૧૫, ફસ્ટ ગુ.ર.નં.૮૬/૨૦૧૫ તથા રાવપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૮/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.