પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 10:36:36 PM

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરાઇવાડી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચનાથી તા.૦૭À૦૭À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો મિલ્ક્ત સબંધી ગુના શોધી કાઢવા સારુ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. કિરીટભાઇ રણજીતસિહ તથા લોકરક્ષક કનુભાઇ બાબુભાઇ નાઓની બાતમી હકિકત આધારે પોસ્ટ આફીસ ચાર રસ્તા પાસેથી ચોરીએ ગયેલ લોડીંગ રીક્ષા ન.જી.જે.-૧-સી.એક્સ-૩૦૭૭ ની ચલાવી લઇ આવતા તેને રોકી નામઠામ પુછતા તેનુ નામ સંજયભાઇ રણછોડભાઇ ચાવડા ઉ.વ.૨૧ રહે.અમ્રુતનગર ન્યુ જય ભવાની નગર અમરાઇવાડીનુ બતાવતા અને લોડીંગ રીક્ષા બાબતે પુછ પુરછ કરતા તેને અમરાઇવાડી વિસ્તારમાથી લોડીંગ રીક્ષા ચોરી કરેલ હોવાનુ જણાવતા ઘનિષ્ઠ તપાસ કરી અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૧À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બના કામે ચોરીએ ગયેલ લોડીંગ રીક્ષા સાથે આરોપીની વિરોધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપી સાથે મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘કે’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના માણસોએ મિલ્ક્ત સબંધી ગુના શોધી કાઢવા સારુ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કાગડાપીઠ પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૧૧૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામના ફરીયાદીશ્રી રાજેશભાઈ કિરોડીમલ અગ્રવાલ નાઓની ન્યુ ક્લોથ માર્કેટ દુકાન નં.૨૩૪ ની અંદર ગઈ તા.૮/૭/૨૦૧૫ ના કલાક ૧૬.૩૩ તથા તા.૧૧/૭/૨૦૧૫ ના કલાક ૧૭.૦૦  દરમ્યાનમાં (૧) ગુલશનબાનુ W/O અલ્તાફહુસેન શેખ (૨) સાબેરાબીબી W/O હસનખાન શેખ બન્ને રહે,શાહપુર અમદાવાદ નાઓએ નજર ચુકવી એકબીજાને ઈશારા કરી દુકાનમાં પડેલ ડ્રેસનુ બંડલ કિરુ.૪,૦૦૦/- તેમજ ડ્રેસના બંડલ કુલ-૩ કિ.રુ. ૨,૪૦૦/-  મળી કુલ્લે રૂ.૬,૪૦૦/- ની મતાના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયેલ જે આરોપણ બાઈઓ તા.૧૨/૭/૨૦૧૫ ના કલાક ૧.૦૦ વાગ્યે પકડી અટક કરી ચોરીએ ગયેલ મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે. તથા કાગડાપીઠ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ બાતમી આધારે તા.૧૧/૭/૨૦૧૫ ના કલાક ૨૧.૦૦ વાગે કાંકરીયા મહાનગર સેવા સદન ઓફીસ કંમ્પાઉન્ડમાં જુગાર રમતા (૧) રાજેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા ઉવ-૪૫, રહે.બી/૨૨ માયા રોહિતદાસ સોસાયટી કાશી વિશ્વાનાથ સોસાયટી વિભાગ-૧ ની બાજુમાં ઈસનપુર અમદાવાદ તથા બીજા (૮) આઠ ઈસમો મળી કુલ (૯) નવ આરોપીઓને લાઈટના અજવાળામાં પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જુગારના નાણા રૂ.૫૦,૩૮૦/- તથા ગંજીપાના નંગ-૫૨ તથા મો.ફોન કિ.રુ.૩૫,૫૦૦/- મળી કુલ્લે કિ.રુ.૮૫,૮૮૦/- નો મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી કે.કે.દેસાઇ તથા બીજા સ્ટાફના માણસોએ પોલીસ કમિશ્ર્નરશ્રી અમદાવાદ શહેર નાઓએ રાખેલ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન મ.સ.ઇ.ભુપતસિંહ ચંદનસિંહ તથા હે.કોન્સ.રણવીરસિંહ હાથીસિંહ નાઓની સંયુકત બાતમી આઘારે જગતપુર ગણેશ જીનેશીસ નામની ફલેટની સાઇડના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૧૪૮ તથા બીયર ટીન-૪૦ મળી કુલ્લે કિ.રૂ.૬૬,૪૦૦ ના મુદામાલ સાથે (૧) અસ્લમ યાસીમખાન પઠાણ (૨) ભાર્ગવ દરજી રહે.સાબરમતી કબીરચોક અમદાવાદ નાઓના વિરૂઘ્ઘમાં કાયદેસર કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે. તથા માઘવપુરા પોલીસ સ્ટેશનના હે.કોન્સ. વિનુભાઇ હરજીવનદાસ તથા પો.કોન્સ. વખતસિંહ વાઘસિંહ તથા હેડ કોન્સ. મહેંદ્રસિંહ રઘુનાથસિંહ નાઓની સંયુકત બાતમી આઘારે માઘવપુરા પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૧૨૨/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ એકટીવા નં.જીજે-૧-એલપી-૧૧૩૨ નું ગ્રે કલરનું કિ.રૂ.૨૫,૦૦૦/- ની મતાની એકટીવા સાથે આરોપી મજર સિકંદર મનસુરી રહે.મીઠન સૈયદની ચાલી બરફીવાલા હોલ પાછળ શંકરભુવન અમદાવાદ નાને શાહપુર દરવાજા સર્કલ પાસે આવતા ગુનામાં ચોરાયેલ એકટીવા સાથે રોકી તા.૫/૭/૨૦૧૫ ના કલાક ૧૯/૩૦ વાગે પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ આનંદનગર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી તથા સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૧/ ૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના આરોપીઓ (૧) દાડમબેન ઉર્ફે ભુરી W/O મુરજીદાન જગુદાન  નટ (મારવાડી) ઉ.વ.૪૫ ધંધો-ભીખ માંગવાનો રહે.નટના છાપરા નારણપુરા ક્રોસીંગ પાછળ, ઝવેરી પાર્ક સોસા. નજીક, નારણપુરા અમદાવાદ (૨) પોપીયાબેન W/O કલમસિંગ નટ (મારવાડી) ઉવ.૩૫ ધંધો-ભીખ માંગવાનો રહે.નટના છાપરા નારણપુરા ક્રોસીંગ પાછળ, ઝવેરી પાર્ક સોસા.નજીક નારણપુરા અમદાવાદ (૩) બસંતીબેન W/o રાજેશભાઇ જગુદાન નટ (મારવાડી) ઉવ.૪૦ ધંધો-ભીખ માંગવાનો રહે.નટના છાપરા નારણપુરા ક્રોસીંગ પાછળ, ઝવેરી પાર્ક સોસા.નજીક, નારણપુરા અમદાવાદ (૪) નીતાબેન D/o બાલુરામ નટ (મારવાડી)  ઉવ.૨૪ ધંધો-ભીખ માંગવાનો રહે.નટના છાપરા નારણપુરા ક્રોસીંગ પાછળ, ઝવેરી પાર્ક સોસા.નજીક, નારણપુરા અમદાવાદ (૫) રૂબીબેન W/o મનીશભાઇ બાલુરામ નટ ઉ.વ.૨૬  ધંધો-ભીખ માંગવાનો રહે.નટના છાપરા નારણપુરા ક્રોસીંગ પાછળ, ઝવેરી પાર્ક સોસાયટી નજીક, નારણપુરા અમદાવાદ નાઓને બાતમી આધારે ઉપરના ગુનાના કામે તા.૨૨//૨૦૧૫ ના રોજ અટક કરી ઘનિષ્ઠ તપાસ કરતા અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવાજ પ્રકારના ગુનાઓ આચરેલ છે. જેમાં ગુજ. યુનિવર્સીટી પો.સ્ટે. માં ફસ્ટ ગુ.ર.નં.૬૨/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા એલીસબ્રીજ પો.સ્ટે. માં ફસ્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ઉપરોક્ત પાંચેય આરોપણ બાઇઓને અટક કરવામાં આવેલ હોય જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ સદરી પાંચેય આરોપણ બાઇઓ વિરુધ્ધ તાત્કાલીક પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ અટકાયત કરી તા.૧૦/૭/૨૦૧૫ ના રોજ હુકમની બજવણી કરી તમામ આરોપણ બાઇઓને અનુક્રમે રાજકોટ જેલ, જામનગર જેલ, પોરબંદર જેલ, ભાવનગર જેલ, જુનાગઢ જેલ ખાતે અટકાયતમાં રહેવા સારુ મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શાહઆલમ દરગાહ સામેથી ઈમરાન ઈકબાલભાઈ મેમણ રહે.માઝ એપાર્ટમેન્ટ, શફી મંઝીલ સામે, શાહઆલમ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઓટો રીક્ષા બજાજ કંપનીની નં.GJ-27-T-7677 ની કિ.રૂ.૫૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૭/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ.શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભીમજીપુરા સર્કલ પાસેથી મનોજ ઉર્ફે બોબડો ડ/૦ જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ રાવત રહે.બળીયા દેવની ચાલી, જુના વાડજ સર્કલ પાસે, નારણપુરા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ હિરો હોન્ડા પ્લેઝર સ્કુટર નં.GJ-09-3987 કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૭/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૮/ ૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે નારણપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૨૦/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઈ.શ્રી બી.એચ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર, ગોળલીમડા, જલારામ મંદિર સામેથી રઉફ ફરીદભાઈ શેખ રહે.એ/૯૩, ગુલઝાર પાર્ક, રમજાન પાર્ક, ફતેહવાડી, સરખેજ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાનો સેટ કિ.રૂ.૮૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૭/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૨૪/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રતલામ માણેકચોક પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૧૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઈમરાન ઈકબાલભાઈ મેમણ રહે.માઝ એપાર્ટમેન્ટ, શફી મંઝીલ સામે, શાહઆલમ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ CNG ઓટો રીક્ષાઓ કુલ-૯ કુલ કિ.રૂ.૪,૮૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૮/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી પવન ઉર્ફે શેરૂ ઉમાશંકર શુકલા રહે.મોચીની ગલી, કુબેરનગર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની ચેન કિ.રૂ.૨૧,૫૦૦/- ની મત્તા સાથે તા.૮/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૫/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબના કામે મુદ્દામાલ સાથે પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ન્યુ કોલોની ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે રવિ પ્રેમનારાયણ વર્મા રહે.મ.નં.૫, નાગોરીની ચાલી, ગોમતીપુર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઓટો રીક્ષા નં.GJ-27-P-1701 કિ.રૂ.૩૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૮/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ મુદ્દામાલ સાથે પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

         આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.