પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/1/2025 11:11:53 PM

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારી, પો.સ.ઇ.શ્રી આર.એન.ખાંટ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે તા.૧૮À૮À૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ૧.સમીરખાન ઉર્ફે રીંકુ શરીફખાન પઠાણ ઉ.વ.૩૨, ૨.લક્ષ્મીબેન વા.ઓ અજીતભાઇ બાલુસિંહ ઠાકોર ઉ.વ.૩૫, ૩.અમજદખાન યુસુફખાન પઠાણ ઉ.વ.૩૨, ૪.ગુલામદસ્તગીરી ઉર્ફે મુનીમ ગુલામનબી કુરેશી ઉ.વ.૩૦ તમામ રહે.મેમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની ચેઇન નંગ-૩, સોનાની બંગડી નંગ-૧ મળી કુલ્લે રૂ.૨¸૫૨¸૦૦૦/- ના મુદ્દામાલ બાબતે વધુ ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેઓએ પોતાની રીક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચુકવી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનુ જણાવતાં હોય ઓઢવ પો.સ્ટે. જાણવાજોગ નં.૧૫૪À૨૦૧૫ સીઆરપીસી કલમ ૪૧(૧)(ડી) મુજબ કલાક ૨૧À૩૦ વાગે અટક કરી તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તપાસ કરતા ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૯૨À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજ્બનો તથા કૃષ્ણનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૫૦À૨૦૧૫ તથા ફસ્ટ ગુ.ર.નં.૩૫À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૪À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુના કરેલાની કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરી મિલ્કત સબંધી ગુનાઓ શોધી શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૨) પો.ઇન્સ.શ્રી રામોલ પો.સ્ટે. ની સુચનાથી તા.૧૮À૦૮À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી એ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવતાં રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૫૧À૨૦૧૫ ઇપીકો કલમ ૨૨૪ મુજ્બના કામે નાસતો ફરતો આરોપી સતેન્દ્ર ઉર્ફે રાહુલ શ્યામસુંદર બ્રાહ્મણ રહે.૩૪À૨૧ પ્રતાનગર જયપુર રાજસ્થાન તથા હાલ રહે.૫૦૨ પાંચમો માળ સરગમ એપાર્ટમેન્ટ અંકલેશ્ર્વર ભરુચ નો પોતાની ગાડી નં. આર.જે.૧૪.સી.૩૩૯૬ ની લઇ નરોડા તરફથી આવી બરોડા તરફ જતા બાતમી આધારે મળી આવતા ઉપરોક્ત  ગુનાના કામે તા.૧૮À૮À૨૦૧૫ ના કલાક ૨૨À૩૦ વાગે પકડી અટક કરી આ આરોપીએ રાજસ્થાન રાજયના અલગ અલગ પો.સ્ટે. ના ૪૫ ગુનાઓમાં વોન્ટેડ હોય તેને પકડી સારી કામગીરી કરેલ છે. (૩) પો.સ.ઇ.શ્રી એ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કો. વિક્રમસિંહ રણજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૦૫À૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૪ તથા રામોલ ફસ્ટ ગુ.ર.નં.૩૦૬À૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૪, ૩૨૪ વિગેરે ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અજીતસિંહ હમીરસિંહ વાઘેલા રહે.કૈલાશ પાર્ક સોસા. વન્ડર પોઇન્ટ રામોલ નાઓને તેના ઘરેથી પકડી ગુનાઓમાં અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૪) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ‘આઇ’ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ.શ્રી નિકોલ પો.સ્ટે.ની સુચનાથી તા.૧૭À૮À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી આર.જી¸ખાંટ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી હકિક્ત આધારે આકાશ બૈજનાથ રાજપુત નાઓને પકડી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની સાથે સહ આરોપી જયેશ ઉર્ફે જીગો તથા ગોવિંદ ઉર્ફે માયલો લાલસિંગ થાપા નાઓ સાથે મળી મોબાઇલ ફોન નંગ-૭૦, તથા સીલીંગ ફેન નંગ-૮ તથા મોબાઇલ ફોનની એસેસરીઝ સાથે પકડી અટક કરી નિકોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૮À૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી ગુનામાં ચોરીએ ગયેલ મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જશોદાનગર ચાર રસ્તા પાસે  એક આરોપી સુરેશ ઉર્ફે ચીના તરબહાદુર થાપા રહે.મુઠીયા બાબુ નેપાળીના મકાનમા નાઓ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ એલ્યુમીનીયમના નાના મોટા ટુકડા કિ.રુ.૮૦૦/- ની મત્તા સાથે તા.૧૭/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા જી.આઇ.ડી.સી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૬૩/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢેલ છે. (૨) પો.સ.ઇ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર રીલીફ રોડ રુપમ સીનેમા સામેથી આરોપી હર્ષ ઉર્ફે માહી ડાહ્યાભાઇ પરમાર રહે.મ.નં. ૨૭ સંત સોહદાસનગર વિ-૧, પ્રથમ ગલીમા ચાદલોડીયા નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ માઇક્રોમેકસ મોડલ નં.એ-૦૬૫ મોબાઇલ ફોન-૧, માઇક્રોમેકસ મોડલ નં.X337 મો.ફોન-૧, તથા સ્પ્લેન્ડર મો.સા.આર.ટી.ઓ.નં.GJ-1-C-813, એ.નં.HA10EJDHCO 4141 તથા ચે.નં. MBLHA 10 AMDHK 28035 નો છે, તથા રોકડા નાણા રૂ.૧,૭૦૦/- મળી કુલ્લે રૂ.૨૮,૭૦૦/- સાથે તા.૧૭/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ જમા લઇ સારી કામગીરી કરેલ છે. (૩) પો.સ.ઇ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી આરોપી સંજય બાબુભાઇ સકાણી રહે.ડી વોર્ડ મ.નં. ૧૮૯ મોચીવાડા જય રણછોડ પાણીની પરબ બાજુમા અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ લીનોવા મોબાઇલ ફોન-૧, કિ.રુ.૫,૫૦૦/- ની મત્તા સાથે તા.૧૮/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૬૨/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે સોપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૪) પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ફાયર બ્રિગ્રેડ પાસેથી જાવેદખાન ઉર્ફે ઠાકર મકસુદખાન પઠાણ રહે.૩૯૪, કસવાપાર્ક, ઇબ્રાહીમ મસ્જીદ સરખેજ અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સેમસગ મોબાઇલ ફોન-૧, કિ.રુ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૮/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૫) પો.સ.ઇ.શ્રી જે.પી.રોઝીયા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રામોલ જનતાનગર બસ સ્ટેન્ડ પાસેથી આરોપી સૈયદઅલી ઉર્ફે મનસુરઅલી સૈયદ રહે.વાણીયાવાસ હુસેનીચોક ની સામે રામોલ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ભારતીય કપનીનો ગેસનો બાટલો-૧, કિ.રુ.૨,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે. (૬) પો.સ.ઇ.શ્રી જે.એન ગોસ્વામી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કસવા પાર્ક વિભાગ-૧ મકાન ૩૯૪૦ સામેથી આરોપી જાવેદખાન ઉર્ફે ઠાકર મકસુદખાન પઠાણ રહે.૩૯૪, કસવાપાર્ક, ઇબ્રાહીમ મસ્જીદ સરખેજ અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની ચેન-૧, કિ.રુ.૨૯,૦૦૦/- મત્તા સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે. (૭) પો.સ.ઇ.શ્રી સી.બી.ચોધરી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા સુતરના કારખાના ત્રણ રસ્તા પાસેથી આરોપી અવિનાસ રાજુભાઇ મીણા રહે.ગામ-બડલા, તા.ખેરવાડા, જી.ઉદયપુર રાજસ્થાન નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સેમસગ કપંની GTE108 T નો મોબાઇલ ફોન-૧, તથા નોકીયા કપંનીના ફોન-૨ મળી કુલ્લે રૂ.૧,૫૦૦/- તથા ટ્રક ભરેલ પ્લાસ્ટીકના દાણાનુ કુલ વજન ૧૬૦૦૦ કિલોની મત્તા સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક ડુગરપુર વિજયવાડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૪/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી ગુનાના કામે આરોપી તથા મુદ્દામાલ સોપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૮) પો.સ.ઇ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ પાસેથી આરોપી સાહીદહુસેન ઉર્ફે જફર કમરહુસેન શેખ રહે.એ-૧૨, અનિસકસા ફલેટ, કેનાલની બાજુમા, ફતેવાડી, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ નોકીયા કપનીના મોબાઇલ ફોન-૨ કિ.રુ. ૨,૦૦૦/- તથા રોકડા નાણા રુ.૧૨૦/- સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૯) એ.એસ.આઇ ભરતસિંહ દોલતસિંહ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સુહાના હોટલ સામે હિરાવાડી ચાર રસ્તા પાસેથી આરોપી ઉસ્માન યુનુસભાઇ ધાગી રહે.ખેમચંદની ચાલી ધનુષ્યધારી મદિર પાસે નરોડા, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સી.એન.જી.રીક્ષા નં.GJ-01-DU-1579 એ.નં. ૯૦૧૧૨ તથા ચે.નં.૪૦૫૭૦ ની કિ.રુ.૬૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૮/૨૦૧૫ CRPC ૪૧(૧) ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૦) પો.સ.ઇ.કે.જી.ચોધરી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર વેશ્યસભા પાસેથી આરોપી મોહસીન યાસીનભાઇ ઢાકણીવાલા રહે.એફ-૧૪, હાજી ફલેટ, છીપા સોસા, દાણીલીમડા, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાનો હાર-૧, બુટી નંગ-૨, સોનાની વિટી નંગ-૩, બેસલેટ નંગ-૨, સોનાની રીગ નંગ-૨, મળી કુલ્લે કિ.રુ.૭૮,૫૦૦/- તથા હોન્ડા એકટીવા નં.GJ-01-SV-3131 ચે.નં.૮૩૫૬૧૭૫ એ.નં.૮૧૩૫૪૯૭૭, કિ.રુ.૩૫,૦૦૦/- ની મત્તા સાથે મળી કુલ્લે રૂ.૧,૧૩,૫૦૦/- સાથે તા.૧૯/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૯/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૧) પો.સ.ઇ.કે.જી.ચોધરી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભગવતી એમ્પોરીયમ ત્રણ રસ્તા પાસેથી આરોપી સરફરાજ ઉર્ફે જીસાન ઇમ્તીયાઝ્ભાઇ મન્સુરી રહે.૨૭૯૩, બેલનગર વાડા, શાહપુર, અમદાવાદ નાઓની પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ જુદી જુદી કપંનીના મોબાઇલ ફોન નંગ-૭, કિ.રુ.૩૬,૫૦૦/- સાથે તા.૨૨/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૨) એ.એસ.આઇ.રમેશકુમાર કાળુસિહ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરસપુર માધુભાઇ મિલ કમ્પાઉન્ડ પાસેથી આરોપી સરફરાજએહમદ અસલમએહમદ એહમદ રહે.નિહાલભાઇના મકાનમા સરસપુર અમદાવાદ નાઓની પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ વિમલ પાન મસાલાના પ્લાસ્ટીકના થેલા નગ-૭, જેમા પાઉચ નગ-૫૦૦ કિ.રુ.૪૨,૦૦૦/- સાથે તા.૨૨/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૩) પો.સ.ઇ. આર.એસ.સુવેરા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે લાલ દરવાજા ત્રણ રસ્તા પાસેથી આરોપી યાસીન ઉર્ફે મુલ્લો આબીદભાઇ શેખ રહે.મ.ન.૩૧૫, લલ્લુરાવનો જુનો વડો, અલકા વેલ્ડીગની સામે મીરઝાપુર અમદાવાદ નાઓની પાસેથી એકટીવા નં.GJ-1-DH-6083, કિ.રુ.૨૫,૦૦૦/- સાથે સોના, ચાંદીના દાગીના કિ.રુ.૨૬,૭૯૦/- તથા અલગ અલગ કપનીના મોબાઇલ ફોન નગ-૬ કિ.રુ.૨૭,૫૦૦/-, રાડો ધડીયાળ નંગ-૨, કિ.રુ.૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૨૯,૫૯૦/- ની મત્તા સાથે તા.૨૩/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શાહપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૫૪/ ૨૦૧૫ તથા ફસ્ટ ગુ.ર.ન.૫૬/૨૦૧૫ ના કામે ચોરીએ ગયેલ મુદ્દામાલ સોપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૪) પો.સ.ઇ. આર.એસ.સુવેરા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ત્રણ ખુણીયા બગીચાની જમણી બાજુથી આરોપી યાસીન ઉર્ફે મુલ્લો આબીદભાઇ શેખ રહે.મ.ન-૩૧૫, લલ્લુરાવનો જુનો વડો અલકા વેલ્ડીગની સામે મીરઝાપુર અમદાવાદ નાઓની પાસેથી મો.સા. આર.ટી.ઓ. નં.GJ-1-PK-4660, ચે.નં. MBLHA 10 A WDGB 16494, એ.નં.HA 10 ENOGB 19973 નો છે. કિ.રુ.૨૫,૦૦૦/- તથા સ્કુટર નં.GJ-1-AK-7404, કિ.રુ.૫,૦૦૦/- સાથે તા.૨૩/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.13/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શાહપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ સોપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૧૩) પો.સ.ઇ. એલ.ડી.વાધેલા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જાકીરહુસેન યસીનમીયા સૈયદ રહે.બ્લોક નં.૭૫/૨૩૭૦ સનર્ભવનાનગર વટવા, અમદાવાદ નાઓની પાસેથી સેમસગ જીટી-૫૩૮૦૨ મોબાઇલ ફોન-૧, કિ.રુ.૩,૦૦૦/- તથા એચ.ટી.સી. કપનીનો મોડલ-૮૨૦૯ મોબાઇલ ફોન-૧, કિ.રુ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૨૩,૦૦૦/- સાથે તા.૨૩/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.13/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સોપી મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.