પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

ક્યા કામ માટે કોને મળવું?

7/11/2025 9:58:13 AM

કાર્યો કરવા માટે તેમણે તથા તાબા હેઠળ અથવા તેમના કર્મચારીઓ દ્વારા જાળવેલા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ

ક્રમ

નિયમો/ વિનિયમો/ સુચના/ નિયમસંગ્રહ/ રેકર્ડની વિગત

કોના નિયંત્રણમાં રહે છે?

ઓફિસના ટેલિફોન નંબર અને ફેકસ નંબર

મેળવવાનું સ્થળ તથા કાર્યપઘ્ધતિ

ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ (ગુજરાત રાજ્યના અધિનિવાસી)

ખાસ પોલીસ કમિશનર વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૪૦૦ (ઓ)
૨૫૬૨૨૯૨૯ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની હોય છે. ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજો જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ સર્ટિફિકેટ મેળવી શકાશે.

હથિયાર પરવાના મેળવવા માટેના ફોર્મ

સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૬૨૦૦૫૩ (ઓ)
૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે

https://ndal-alis.gov.in/armslicence/

પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી તેની ભરેલ ફોર્મની પ્રીન્ટ કાઢી નકલ જરુરી દસ્તાવેજો સાથે પોલીસ કમિશનર કચેરી, લાયસન્સ શાખા ખાતે રૂબરૂમાં બતાવી ૧૦૦ રૂ.ના ચલણ સાથે તમામ દસ્તાવેજો રૂમ નં.૧૨ રજીસ્ટ્રી શાખા ખાતે ઇન્વર્ડ કરાવવાની રહે છે.

પોલીસ કમિશનરની કચેરી ખાતેની લાઇસન્‍સ બ્રાન્ચમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવાનું હોય છે ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સાંસ્કૃતિક કાર્યકમો કરવા માટેના પરવાના મેળવવાના ફોર્મ

સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૨૦૦૫૩ (ઓ)
૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે (ifp.gujarat.gov.in) સાઇટ પર વિગતો ભરી જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સાઇટ પર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સ્‍ફોટક પદાર્થોના વેચાણ માટેના પરવાના મેળવવાના ફોર્મ

સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, અમદાવાદ

૨૫૬૨૦૦૫૩ (ઓ)
૨૫૬૩૦૬૦૦ (ફે)

અરજદારે પોલીસ કમિશનરની કચેરી ખાતેની લાઇસન્‍સ બ્રાન્ચમાં કચેરી સમય  દરમિયાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવાનું હોય છે ત્યાર બાદ રજૂ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.