પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

ટુરિઝમ પોલીસ

6/29/2022 8:52:53 AM

ગુજરાત રાજ્યમાં વર્ષ.૨૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઊજ્વવાની જાહેરાત ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી છે. આ વર્ષ દરમિયાન દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત રાજ્યમાં આવનાર છે. વિદેશથી આવતા પ્રવાસી મહેમાનોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે હેતુથી ટુરીઝમ પોલીસની રચના કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી કરી વિદેશી પ્રવાસીઓને રીક્ષા ચાલક, ટેક્ષી ચાલક કે અન્ય કોઈ અસામાજીક તત્વો છેતરી ન જાય અને આવા વિદેશી પ્રવાસીઓને જરૂરતના સમયે પૂરતી મદદ અને માહિતી મળી શકે તે હેતુથી ટુરીઝમ પોલીસને જ્યાં વિદેશી પ્રવાસીઓ વધુ પ્રમાણમાં આવવાની શકયતા છે તેવા સ્થળે નિયુકત કરવામાં આવશે. જે ટુરીઝમ પોલીસની સહેલાઈથી ઓળખાણ થઈ શકે તે માટે તેના ડાબા હાથના બાવડા ઊપર લાલ કલરનો ટુરીઝમ પોલીસ લખેલો બે બાંધવામાં આવશે. જાહેર સ્થળો જેવા કે એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટેક્ષી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ઐતિહાસીક સ્થળો, મંદિરો, કિલ્લાઓ, મસ્જીદો તથા અન્ય પ્રવાસન સ્થળોએ ટુરીઝમ પોલીસની નિમણુંક કરી દેશ તથા વિદેશના સહેલાણીઓને વધુમાં વધુ મદદરૂપ થઈ જરૂરી માહિતી તથા માર્ગદર્શન આપવાનો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ રોડ ઊપર ચાલતા બાળકો, વૃધ્ધો, અંધજનો, વિકલાંગો, અશકત તથા જરૂરતમંદ અજાણ્યા રાહદારીઓને જરૂરી મદદ કરે છે.