પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

7/16/2025 7:49:30 PM

નિયમ સંગહ નં.(૧) તેમની સંસ્થા,(પોલીસ ખાતા)ની કાર્યો, વિગતોઃ-

 

 

જાહેર પ્રજાજનમાં જાનમાલનું રક્ષણ તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજય સરકારમાં પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ છે અને આ તંત્ર ઉપર પ્રજાનો વિશ્વાસ કેળવવા માટે તેના વહીવટમાં પારદર્શકતા હોવી આવશ્યક છે. ભારતીય બંધારણની જોગવાઈ અન્વયે મળેલ અધિકારની રુએ દરેક નાગરીકને પોલીસ તંત્રમાં વિશ્વાસ પેદા થાય તેને માટે પોલીસ તંત્રનાં માળખા, વહીવટી મહેકમ તેમજ કાર્યપઘ્ધતિની માહિતીની જાણકારી મેળવવાનો અધિકાર છે.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રજાના જાનમાલનાં રક્ષણની જવાબદારી પોલીસતંત્રને સોંપવામાં આવેલ છે અને દરેક નાગરીકે પોલીસ તંત્રને સાથ અને સહકાર આપવોની ફરજ બને છે, તે જ પમાણે પોલીસ તંત્રની જવાબદારી અને કામગીરીથી માહિતગાર રહેવાનો પ્રજાજનને અધિકાર છે અને જાહેર પ્રજામાં સામાજીક શાંતિ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હાહિત પવૃત્તિને નિયંત્રીત કરવા માટે સરકારશ્રી તરફથી મદદનીશ માહિતી અધિકારી તથા માહિતી અધિકારીની કરવામાં આવેલ વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

 

પોલીસનું માળખું -

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટના ઈન્ચાર્જ તરીકે પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી હોય છે. જે ADDL.D.G.P/D.G.P. કક્ષાના અધિકારી હોય છે. તેઓના તાબા હેઠળ સેકટર ઈન્ચાર્જ (JCP/ADDL CP), ઝોનલ ઈન્ચાર્જ (DCP), કાઈમ બ્રાન્‍ચ ઈન્ચાર્જ (JCP/ADD CP), સ્પેશ્યલ બ્રાન્‍ચ ઈન્ચાર્જ (JCP/ADDL CP), પોલીસ મુખ્યમથક ઈન્ચાર્જ (JCP/ADDL CP), શહેર ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ (ADDL CP/DCP) તેમજ શહેર કંટ્રોલરૂમ ઈન્ચાર્જ (DCP) કક્ષાના અધિકારીશ્રીઓ ફરજ બજાવતા હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટ વિસ્તારને સેકટર-૧ તથા સેકટર-ર એમ મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. સેકટરનાં ઈન્ચાર્જ તરીકે સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે.

 

  • સેકટરનાં તાબા હેઠળના વિસ્તારને જુદા જુદા ઝોનમાં વહેચવામાં આવેલ છે. દરેક સેકટરમા 3-3 ઝોન આવેલ હોય છે. જેના ઈન્ચાર્જ તરીકે નાયબ પોલીસ કમિશ્નર (DCP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામા આવે છે.

 

  • દરેક ઝોનને ડિવિઝનમા વહેંચવામાં આવેલ છે. દરેક ઝોનમાં બે ડિવિઝન હોય છે અને ડિવિઝનના ઈન્ચાર્જ તરીકે મદદનીશ પોલીસ કમિશ્નર (ACP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે.

 

  • દરેક ડિવિઝનના હેઠળ બે થી ચાર પોલીસ સ્ટેશન કાર્યરત હોય છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે સીનીયર પોલીસ ઈન્સ્પેકટર (PI) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. કેટલાક પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પોલીસ ઈન્સ્પેકટરની પણ નિમણૂંક કરવામાં આવેલ છે.

 

  • દરેક પોલીસ સ્ટેશનમાં ૬ થી ૧ર પોલીસ સબ ઈન્સ્પેકટરની નિમણૂંક કરવામાં આવેલ હોય છે, જેઓ પોલીસ ચોકી ઈન્ચાર્જ તરીકે તથા ઈન્વેસ્ટીગેશન પો.સ.ઈ તરીકે તેમજ સવેર્લન્સ સ્કવોડના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હોય છે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં મંજુર મહેકમ પમાણે જરૂરી મદદનીશ સબ ઈન્સ્પેકટર (ASI), હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક કરવામાં આવતી હોય છે. તેઓએ વહીવટી તથા એજયુકયુટીવ ફરજ બજાવવાની હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટમા પોલીસ મુખ્યમથકના ઈન્ચાર્જ તરીકે સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. જેઓ મુખ્યમથકની તમામ વહીવટી બાબતો, એમ.ટી. શેકશનની કામગીરીની દેખરેખ રાખતા હોય છે. તેઓના તાબા હેઠળ હથિયારી મદદનીશ પોલીસ કમિશ્નર, હથિયારી પોલીસ ઈન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર તથા હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટમા શહેર કાઈમ બ્રાન્‍ચના ઈન્ચાર્જ તરીકે સંયુકત પોલીસ કમિશ્નર/ અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. જેઓ કાઈમ બ્રાન્‍ચની તમામ વહીવટી તથા ગુન્હાઓની તપાસની કામગીરીની દેખરેખ રાખતા હોય છે. તેઓના તાબા હેઠળ નાયબ પોલીસ કમિશ્નર, મદદનીશ પોલીસ કમિશ્નર, પોલીસ ઈન્સ્પેકટરો, પોલીસ સબ ઈન્સ્પેકટરો તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી પણ શહેર કાઈમ બ્રાન્‍ચના તાબા હેઠળ કાર્યરત હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટમા ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ તરીકે અધિક પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર (ADDL CP/ACP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. જેઓના તાબા હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર, પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. જેઓની મુખ્ય ફરજ શહેર ટ્રાફિક નિયમનની હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટમા સ્પેશ્યલ બ્રાન્‍ચ (વિશેષ શાખા)ના ઈન્ચાર્જ તરીકે સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. તેઓના તાબા હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર, પોલીસ ઈન્સ્પેકટરો, પોલીસ સબ ઈન્સ્પેકટરો તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે.

 

  • અમદાવાદ પોલીસ કમિશ્નરેટમા શહેર કંટ્રોલરૂમના ઈન્ચાર્જ તરીકે નાયબ પોલીસ કમિશ્નર (DCP) કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે.જેઓના તાબા હેઠળ પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબ ઈન્સ્પેકટરો તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે.

 

 

મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામાઃ-

 

પોલીસ કમિશ્નર-સંયુકત/અધિક પોલીસ કમિશ્નર,સેકટર-૧/ર/સ્પે.બ્રાન્‍ચ

નાયબ પોલીસ કમિશ્નર-કંટ્રોલરૂમ.

પોલીસ કમિશ્નર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ની કચેરી, નવરંગપુરા પો.સ્ટે. ના મેડા ઉપર, નવરંગપુરા.

મદદનીશ નાયબ પોલીસ કમિશ્નર, 'એ' ડીવીઝનની, કચેરી, જુહાપુરા, સોનલ સીનેમા રોડ, વેજલપુર

વેજલપુર પોલીસ સ્ટેશન,

સેટેલાઈટ પોલીસ સ્ટેશન,

એલીસબીજ પોલીસ સ્ટેશન

 

મદદનીશ નાયબ પોલીસ કમિશ્નર, 'બી' ડીવીઝનની કચેરી, ઘાટલોડીયા પો.સ્ટે.

નવરંગપુરા પોલીસ સ્ટેશન

નારણપુરા પોલીસ સ્ટેશન

ઘાટલોડીયા પોલીસ સ્ટેશન

સોલાહાઈકર્ોટ પોલીસ સ્ટેશન

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-રની કચેરી, કારંજ ભવન, લાલ દરવાજા.

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'એલ' ડીવીઝનની

કચેરી, કારંજ ભવન.

સાબરમતી પોલીસ સ્ટેશન,

માધવપુરા પોલીસ સ્ટેશન,

 

 

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'સી' ડીવીઝનની

કચેરી, કારંજ ભવન.

શાહપુર પોલીસ સ્ટેશન,

કારંજ પોલીસ સ્ટેશન

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-3ની કચેરી, કાલુપુર રેલ્વે સ્ટેશન સામે, મેડા ઉપર,કાલુપુર.

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'ડી' ડીવીઝનની

કચેરી. કાલુપુર રેલ્વે સ્ટેશન

સામે, મેડા ઉપર,કાલુપુર.

કાલુપુર પોલીસ સ્ટેશન,

શહેરકોટડા પોલીસ સ્ટેશન,

 

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'ઈ' ડીવીઝનની

કચેરી. કારંજ ભવન.

ખાડીયા પોલીસ સ્ટેશન,

ગાયકવાડ હવેલી પો.સ્ટેશન

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-4ની કચેરી, શાહીબાગ પોલીસ સ્ટેશન ના મેડા ઉપર, શાહીબાગ.

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'એફ' ડીવીઝનની

કચેરીં, દરીયાપુર.

દરીયાપુર પોલીસ સ્ટેશન,

શાહીબાગ પોલીસ સ્ટેશન

 

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'જી' ડીવીઝનની

કચેરી, હાંસોલ પોલીસ ચોકી

પાસે, સરદારનગર.

સરદારનગર પોલીસ સ્ટેશન,

નરોડા પોલીસ સ્ટેશન,

મેઘાણીનગર પોલીસ સ્ટેશન

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-પ ની કચેરી, કાલુપુર રેલ્વે સ્ટેશન સામે, મેડા ઉપર.

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'એચ' ડીવીઝનની

કચેરીં, મલેક સાબાન સ્ટેડીયમ પાસે, બાપુનગર.

બાપુનગર પોલીસ સ્ટેશન,

ગોમતીપુર પોલીસ સ્ટેશન,

રખીયાલ પોલીસ સ્ટેશન

 

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'આઈ' ડીવીઝનની

કચેરી, અમરાઈવાડી પોલીસ

સ્ટેશનના મેડા ઉપર.

અમરાઈવાડી પોલીસ સ્ટેશન,

ઓઢવ પોલીસ સ્ટેશન,

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ ની કચેરી, કાગડાપીઠ પો.સ્ટેશન પાછળ, ન્યુ કલોથ માકેર્ટ સામે,કાગડાપીઠ.

મદદનીશ નાયબ પોલીસ

કમિશ્નર, 'જે' ડીવીઝનની

કચેરીં, મણીનગર પો.સ્ટે.ના

મેડા ઉપર.

વટવા પોલીસ સ્ટેશન,

જીઆઈડીસી પોલીસ સ્ટેશન,

મણીનગર પોલીસ સ્ટેશન

 

મદદનીશ નાયબ પોલીસ કમિશ્નર, 'કે' ડીવીઝનની

કચેરીં, કાગડાપીઠ પો.સ્ટે.ના

મેડા ઉપર.

કાગડાપીઠ પોલીસ સ્ટેશન,

દાણીલીમડા પોલીસ સ્ટેશન

 

સંયુકત/અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર કાઈમ બ્રાન્‍ચઃ-

બંગલા નં.૧ર ડફનાળા ગર્વમેન્ટ, બંગ્લોઝ, શાહીબાગ, અમદાવાદ.

મદદનીશ પોલીસ કમિશ્નર, કાઈમ બ્રાન્‍ચઃ-

કાઈમ બ્રાન્‍ચની કચેરી, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેર.

અધિક/નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક બ્રાન્‍ચઃ-

પોલીસ કમિશ્નર કચેરી, ગાઉન્ડ ફલોર,શાહીબાગ, અમદાવાદ.

મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક બ્રાન્‍ચઃ-

એ.સી.પી. ટ્રાફિકની કચેરી, કારંજ ભવન સામે, લાલદરવાજા