પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

વિભાગ ઘ્વારા આપવામાં આવતી રાહતો/ પરમીટૉ

7/16/2025 7:19:07 PM

નિયમ સંગ્રહ નં. ૧૩(૧૩) છૂટછાટ, પરવાનગીઑ અથવા અધિકારપત્ર મેળવનાર અંગેની વિગતૉ:-

 

''પોલીસ કમિશ્નર કચેરીની વિશેષ શાખામાંથી આપવામાં આવતી પરવાનગીઓની વિગત''

 

૧. ડોમીસાઈલ સટિફિર્કેટ (ગુજરાત રાજયના અધિનિવાસી)

ડોમીસાઈલ સટિફિર્કેટ એ ગુજરાત રાજયના અધિનિવાસી છો તેના માટેનું હોય છે. તે મેળવવા માટે અરજદાર છેલ્લા -૧૦ વર્ષથી સળંગ અમદાવાદમાં રહેતા હોવાના પુરાવા રજુ કરે તો જ ડોમીસાઈલ સટિફિર્કેટ મળી શકે છે. તે મેળવવા માટે નીચે મુજબના પુરાવાની જરૂરીયાત રહે છે.

  • જન્મનો દાખલો

  • છેલ્લું લીવીંગ સટિફિર્કેટ

  • રહેઠાણના પુરાવા માટે ચાલુ માસનું લાઈટબીલ/મ્યુ. ટેક્ષબીલ અથવા ભાડે રહેતા હોય તો ભાડા પહોંચ.

  • અન્ય રાજયના વતની હોય તો રૂ.ર૦/-ના સ્ટેમ્પ ઉપર અંગેજીમાં એફીડેવીટ કરાવી અરજી સામે સામેલ રાખવી.

  • નોકરી કરતા હોય તો કંપની/સંસ્થાના લેટરપેડ ઉપર નોકરીમાં જોડાયા તથા છોડયા તારીખ સુધીનું પમાણપત્ર રજુ કરવું.

  • જે જે શાળામાં અભ્યાસ કયર્ો તે તમામ શાળાના બોનાફાઈડ સટિફિર્કેટ રજુ કરવા.(દાખલ થયા તથા શાળા છોડયા તારીખ લખાવવી ફરજીયાત છે.)

  • પોલીસ કમિશ્નરશ્રી,અમદાવાદ શહેરને ઉદ્દેશીને અરજી કરવી, જેમાં અરજદારનું નામ,સરનામું, શા માટે ડોમીસાઈલની જરૂર છે, કેટલા સમયથી અમદાવાદમા રહે છે વિગેરે વિગત દર્શાવવી.

  • અરજી ઉપર જમણી બાજુ પાસપોર્ટ સાઈઝ ફોટો લગાડવો તથા બે ફોટા સાથે બીડવા, તેમજ અરજી ઉપર એક રૂપિયાની કોર્ટની ટિકિટ લગાડવી.

  • તમામ કાગળ સરકારી ગેજેટેડ ઓફિસરથી પમાણિત કરાવી રજુ કરવા.

અરજી સ્વીકારવાનો સમય/વાર સટિફિર્કેટ મેળવવાનો સમય/વાર

મંગળવાર - ૧૦૩૦ થી ૧ર૦૦ સોમવાર - ૧૦૩૦ થી ૧૧૧પ

ગુરુવાર - ૧૦૩૦ થી ૧ર૦૦ બુધવાર - ૧૦૩૦ થી ૧૧૧પ

શનિવાર - ૧૦૩૦ થી ૧ર૦૦ શુકવાર - ૧૦૩૦ થી ૧૧૧પ

ર. પોલીસ કલીયરન્સ સટિફિર્કેટ (લોકલ પી.સી.સી)

  • લોકલ પી.સી.સી. મેળવવા માટે પોલીસ કમિશ્નરશ્રી,અમદાવાદ શહેરને ઉદ્દેશીને અરજી કરવાની હોય છે, જેમાં અરજદારનું નામ,સરનામું, પાસપોર્ટ નંબર-ઈશ્યુ તારીખ- કયાં સુધી વેલીડ છે તેમજ શા માટે પી.સી.સી.ની જરૂર છે, કેટલા સમયથી અમદાવાદમા રહે છે વિગેરે વિગત દર્શાવવી.

  • અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટા બીડવા.

  • પાસપોર્ટની ઝેરોક્ષ નકલ

  • લાઈટબીલ/ટેલીફોનબીલ/ટેક્ષબીલમાંથી ગમે તે એકની નકલ.

  • ઈલેકશન કાર્ડની નકલ.

  • તમામ કાગળ સરકારી ગેજેટેડ ઓફિસરથી પમાણિત કરાવી રજુ કરવા.

  • સટિફિર્કેટ મેળવવા માટે અરજદારે પોતે રૂબરૂ અસલ પાસપોર્ટ સાથે અત્રેની કચેરીએ નીચે જણાવેલ સમય દરમ્યાન આવવાનું હોય છે.

અરજી સ્વીકારવાનો સમય/વાર

સોમવાર થી શુકવાર ૧૦૩૦ થી ૧૮૦૦

 

સટિફિર્કેટ મેળવવાનો સમય/વાર

સોમવાર થી શુકવાર ૧૪૦૦ થી ૧૬૦૦

૩. કેરેકટર વેરીફીકેશન સટિફિર્કેટ

  • આમીર્ , સીઆરપીએફ, સીઆઈએસએફ મા ભરતી થયેલ ઉમેદવાર માટે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.

  • અરજદાર/માતા પિતા(વાલી)નું નિવેદન

  • બે સાક્ષીઓના નિવેદન

  • સ્કુલ સટિફિર્કેટની ચકાસણી

  • ડોમીસાઈલ સટિફિર્કેટની ચકાસણી

  • લાઈટબીલ/ટેલીફોન બીલ/ટેક્ષ બીલ/ડ્રાઈવીંગ લાયસન્સ/પાસપોર્ટની નકલો પુરાવા તરીકે મેળવવામાં આવે છે.

  • એસ.આર.પી.એફ.માં ભરતી થયેલ હોય ઉમેદવાર માટે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.

  • પોલીસ અધિક્ષક તરફથી તપાસ માટે આવતા શાખપત્ર તથા સટિફિર્કેટની ખરાઈ કરવાની હોય છે.

  • સ્કુલના આચાર્ય પાસેથી દાખલો લેવામાં આવે છે.

  • બે સાક્ષીઓના નિવેદન

  • આઈ.બી.(સુરક્ષા) ગાંધીનગર તરફથી આવતા વેરીફીકેશનની વિગત.

  • સંબંધિત પો.સ્ટે.થી જ.ક. રજીસ્ટર ચેક કરવામાં આવે છે.

  • સ્કુલના આચાર્ય પાસેથી દાખલો લેવામાં આવે છે.

  • બે સાક્ષીઓના નિવેદન

  • ખાનગી સંસ્થા/નોકરી માટે કંપની તરફથી વેરીફીકેશન માટે આવતા પત્ર માટે કરવામાં આવતી કાર્યવાહીની વિગત.

  • એસ.બી.આઈ. બેંકમાં રૂ.૧૦/-નું ચલણ જમા કરાવવામાં આવે છે

  • સ્કુલના આચાર્ય પાસેથી દાખલો લેવામાં આવે છે.

  • અરજદાર તથા બે સાક્ષીઓના નિવેદન

  • રહેઠાણનો પુરાવો મેળવવામાં આવે છે.

  • સંબંધિત પો.સ્ટે.થી જ.ક. રજીસ્ટર ચેક કરવામાં આવે છે.

  • જીલ્લા મેજી તરફથી સરકારી કર્મચારીઓના વેરફીકેશન માટે આવતી અરજી અંગે કરવામાં આવતી કાર્યવાહીની વિગત.

  • અરજદાર તથા બે સાક્ષીઓના નિવેદન

  • રહેઠાણનો પુરાવો મેળવવામાં આવે છે.

  • સંબંધિત પો.સ્ટે.થી જ.ક. રજીસ્ટર ચેક કરવામાં આવે છે.

  • ઉપરોકત કાર્યવાહી કરી અત્રેથી જીલ્લા મેજી.શ્રી તરફ અભિપાય મોકલી આપવામાં આવે.

  • વાયરલેસ લાયસન્સ માટેના વેરીફીકેશનમાં ઉપરોકત કાર્યવાહી ઉપરાંત પો.ઈ. વાયરલેસ, મુખ્યમથકને મોકલી, સ્થળ મુલાકાત લઈ બાંહેધરી પત્ર લેવામાં આવે છે અને ત્યારબાદ અભિપાય આપવામાં આવે છે.

(૩).જુદી જુદી રાજકીય, ધામિર્ક તથા અન્ય સંસ્થાઓ તરફથી જાહેર સભા-સરઘસ કાઢવા માટેની, ધરણા, દેખાવો તથા લાઉડસ્પીકર વગાડવા માટેની પરવાનગી (લાઉડ સ્પીકરની પરવાનગી અત્રેથી તેમજ પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ આપવામાં આવે છે.) વિગેર સંબંધમાં આયોજક કે અરજદારે સામે દર્શાવ્યા પમાણેની કાર્યવાહી કરવાની રહે છે.

અરજદારે પ દિવસ પહેલાં પોલીસ કમિશ્નર કચેરીને નમુના મુજબના ફોર્મમાં અરજી કરવી.

અરજદારની અરજીનાં આધારે જે તે વિસ્તારનાં પોલીસ ઈન્સ.નો અભિપાય મેળવીને તે આધારે પરવાનગી આપવા કાર્યવાહી કરવામાં આવશે.

સભા ભરવા માટે અરજદારે ર૪- કલાક પહેલા અરજી કરવાની રહેશે અને આ પરવાનગી નીચેની શરતોનું પાલન કરવાની શરતે આપવામાં આવે છે.

  • આ સભા સરઘસનું કામકાજ શાંતિમય રીતે થાય તે રીતે કરવાનું છે.

  • સરકારશ્રીનાં હુકમોનું પાલન થાય તેની તકેદારી રાખવાની રહે છે.

  • સભા સરઘસ મુકરર કરેલ જગ્યા સિવાય બીજે કરવાની રહેતી નથી.

  • ટ્રાફિકને અવરોધ ન થાય તે રીતે આયોજન કરવાનું રહે છે.

  • સભાની પરવાનગી લીધી છે તેઓએ અથવા પતિનિધિઓએ પરવાના સાથે હાજર રહેવું જરૂરી છે અને જયારે પણ ચકાસણીની જરૂરીયાત ઉભી થાય ત્યારે રજુ કરવાની રહેશે.

  • પરમીશન વગર રેલી સરઘસ કાઢવામાં આવે તો કાયદાનો ભંગ કરવા બદલ બી.પી.એકટ ૧૯પ૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ગુનો બને છે.

  • પોલીસ અમલદારની ઉપરોકત દર્શાવેલ શરતોનું પુરેપુરું પાલન થાય તેની જવાબદારી આયોજક કે અરજદારની રહે છે.

 

આ ઉપરાંત લાઉડસ્પીકર/જાહેર સભા ભરવાની પરવાનગી માટે આપવામાં આવતા પરવાના ઉપર સરકારશ્રીએ જણાવેલ(લખેલ) નિયમોને આધીન રહીને જ પરવાનો આપવામાં આવે છે.

 

 

''પોલીસ કમિશ્નર કચેરીની લાયસન્સ શાખામાંથી આપવામાં આવતાં પરવાના (લાયસન્સ) અંગેની વિગત''
 

 

કોઈ પણ નાગરીકે હથિયાર ધારણ કરવું હોય , સ્ફોટક પદાર્થ કે તેની બનાવટની વસ્તુ ખરીદવી હોય કે વેચવી હોય કે સંગહ કરવો હોય, મનોરંજનના સાધન તરીકે સીનેમાઘર, હોટલ, ગેસ્ટહાઉસ ચલાવવા હોય તો જુદા જુદા કાયદા હેઠળ પરવાના(લાયસન્સ) મેળવવાનું રહે છે અને પરવાના મેળવ્યા બાદ સંબંધિત કાયદામાં સુચવ્યા અનુસાર નિયત સમયે આ પરવાના તાજા કરાવવાના પણ રહે છે. સંબંધિત કાયદાની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો પરવાના રદ કરવાપાત્ર થાય છે તેમજ અન્ય કાયદાકીય જોગવાઈઓ અનુસાર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. જુદા જુદા પકારનાં પોલીસ ખાતા પાસેથી જે પરવાના મેળવવાના રહે છે તેની વિગત નીચે મુજબ છે.

 

  • દારૂખાનાના પરવાનાઃ-

    ધડાકાભેર સળગી ઉઠે તથા ફટાકડા જેવા જલદ પદાર્થો માટે એકસપ્લોજીવ એકટ ૧૮૮૪ તથા એકસપ્લોજીવ રૂલ્સ ૧૯૮૩ અન્વયે સંબંધિત કાર્યક્ષેત્રનાં પોલીસ અધિકારીશ્રીઓ પાસેથી પરવાના મેળવવાની તથા તાજા કરાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ અનુસાર અરજદાર નાગરીકે નિયત નમુનાનાં ફોર્મમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે અને નવા પરવાના માટે તથા જુના પરવાના તાજા કરાવવા માટે મુકરર થયેલ ફી ભરવાની રહે છે. અરજી મળ્યા બાદ પોલીસ ખાતા તરફથી યોગ્ય તપાસ અને ચકાસણી થયા બાદ પરવાનો આપવામાં આવે છે અથવા તો જુનો પરવાનો તાજો કરી આપવામાં આવે છે.

 

  • હથિયાર પરવાનાઃ-

    જાહેર પજાજન પોતાની સલામતી અને માલ-મીલ્કતનાં રક્ષણ માટે રીવોલ્વર, પીસ્તોલ, કે રાયફલ જેવું હથિયાર ધારણ કરવા ઈચ્છા ધરાવે ત્યારે હથિયાર ધારણ કરતાં પહેલા આર્મ્સ એકટ ૧૯પ૯ તથા આર્મ્સ રૂલ્સ ૧૯૬રની જોગવાઈ અનુસાર અરજદાર નાગરીકે હથિયાર પરવાનો મેળવવાનો રહે છે. કોઈ નાગરીક હથિયાર પરવાનો ધરાવતા હોય તો નિયત સમયાંતરે પરવાનો તાજો કરાવવાનો રહે છે. ઉપરનાં ફકરામાં દર્શાવ્યા અનુસાર હથિયાર પરવાનો મેળવવા માટે પણ આર્મ્સ એકટ અને આર્મ્સ રૂલ્સમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે.

 

  • હોટલ-ગેસ્ટહાઉસ-રેસ્ટોરન્ટ પરવાનાઃ-

    કોઈ પણ નાગરીકે હોટલ, ગેસ્ટહાઉસ કે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવો હોય તો જે તે કાર્યક્ષેત્રનાં પોલીસ અધિકારીશ્રીનો પરવાનો મેળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. બોમ્બે પોલીસ એકટ ૧૯પ૧ની કલમ ૩૩(૧) અન્વયે પોલીસ કમિશ્નરશ્રી/કલેકટરશ્રીને મળેલ સત્તાની રૂએ આવા પરવાના આપવા માટેનાં નિયમો ઘડે છે અને તદઅનુસાર પરવાના આપવામાં આવે છે. હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતાં ખાદ્યપદાર્થો શુઘ્ધ અને સાત્વીક હોય, જગ્યા સ્વચ્છ અને સુઘડ હોય, જાહેર પજાના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની ખાસ કાળજી આ કાયદાની જોગવાઈ આધારે લેવામાં આવે છે તેમજ પદુષણ તથા ગંદકી ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવે છે. ગેસ્ટહાઉસનો મુસાફર નાગરીકો રહેવા માટે ઉપયોગ કરતા હોય છે આવા સ્થળે નાગરીકોને આરોગ્યપદ સગવડો પુરી પાડવા તેમજ ગેરકાયદેસર થતી પવૃતિ અટકાવવા માટે આ પરવાનાના નિયંત્રણ આધારે કડક જોગવાઈઓ કરવામાં આવેલ છે. હોટલ, રેસ્ટોરન્ટ કે ગેસ્ટહાઉસના પરવાના પણ પસ્તુત કાયદા અને રૂલ્સની જોગવાઈ મુજબ સમયાંતરે તાજા કરાવવાના રહે છે.

 

 

  • સીનેમા પરવાનાઃ-

    જાહેર પજાનાં મનોરંજન માટેનું એકમાત્ર મહત્વનું સાધન સીનેમા છે. સીનેમા પદશીર્ત કરવા માટે સીનેમાગૃહો ચલાવવામાં આવે છે અને સીનેમાગૃહો શરૂ કરતાં પહેલાં તેના બાંધકામ માટે સંબંધિત કચેરી પાસેથી એન.ઓ.સી. ( ના વાંધા પમાણપત્ર) મેળવવાનું રહે છે. સીનેમાગૃહો શરૂ કરતાં પહેલાં પોલીસ કમિશ્નરશ્રી/કલેકટરશ્રી પાસેથી પરવાનો લેવાનું ફરજીયાત છે. બોમ્બે સીનેમા એકટ ૧૯પ૩ અને મુંબઈ સીનેમા નિયમ ૧૯પ૪ અન્વયે પરવાનો મંજુર કરવાનો તથા જુના પરવાના તાજા કરવા અંગેનાં નિયમો મુકરર કરવામાં આવેલ છે. સદરહુ કાયદા અને નિયમ અનુસાર નવા પરવાના માટે નિયત નમુના મુજબનાં ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે તથા શહેરી વિકાસ સત્તા મંડળ/મ્યુનિસિપલ કોપર્ોરેશન, કાર્યપાલક ઈજનેરશ્રી, ફાયર બીગેડ તથા સ્થાનીક પોલીસનાં એન.ઓ.સી.નાં આધારે સ્થળની ચકાસણી કર્યા બાદ નવા પરવાના મંજુર કરવામાં આવે છે.

 

 

  • પેટ્રોલીયમ પરવાનાઃ-

    પેટ્રોલ, ડીઝલ,કેરોસીન, સોલવંટ જેવા જવલનશીલ પવાહી ખરીદ-વેચાણ કરવા કે તેનો સંગહ કરવા માટે પરવાનાની ફરજીયાત આવશ્યકતા છે. આવા પવાહી જીવલેણ હોવાથી તેના પરવાના આપવા માટે પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ તથા પેટ્રોલીયમ રૂલ્સ ર૦૦રમાં કડક જોગવાઈઓ કરવામાં આવેલ છે. એકસપ્લોજીવ ડીપાર્ટમેન્ટ, ફાયરબીગેડ વગેરે તરફથી એન.ઓ.સી. મળ્યા બાદ સ્થળની ચકાસણી કર્યા બાદ પોલીસ કમિશ્નરશ્રી/કલેકટરશ્રી પેટ્રોલીયમ પરવાના મંજુર કરે છે.