પોલીસ કમિશનર, અમદાવાદ
http://www.cpahmedabad.gujarat.gov.in

વિજાણુંરૂપે ઉપલબ્ધ માહિતી

7/16/2025 7:37:28 PM

નિયમ સંગહ નં.(૧૪) તેમની પાસે ઉપલબ્ધ અથવા તેમની પાસે રહેતી વીજાણું માઘ્યમમાં રુપાંતરિત (ઈલેકટ્રોનીકસ ફોર્મ) માહિતીની વિગતોઃ-
 

  • શહેરના તમામ પોલીસ સ્ટેશન તથા મદદનીશ પોલીસ કમિશ્નર કચેરીઓ, નાયબ પોલીસ કમિશ્નર કચેરીઓમાં તથા પોલીસ કમિશ્નર કચેરીની તમામ શાખાઓમાં કોમ્પ્યુટરની ફાળવણી કરવામાં આવેલ છે. અને મોટા ભાગની માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે જે કામગીરી હાલ પણ ચાલુ છે. તમામ અધિકારી/કર્મચારીઓની એકાઉન્ટને લગતી તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • પોલીસ ખાતાના તમામ કચેરી/શાખાઓ તેમજ પોલીસ મહાનિદેશકશ્ર્ીની કચેરીને મોકલવાની થતી માહિતી અથવા મેળવવાની માહિતીની કામગીરી ઈ-મેઈલ ઘ્વારા કરી શકાય છે.

  • પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • પોલીસ કમિશ્નર કચેરીની તમામ શાખાઓને લીંકઅપ કરવામાં આવેલ છે.

  • પોલીસ કમિશ્નર કચેરીની વિશેષ શાખામાં આર.પી.ઓ. કચેરી તરફથી પાસપોર્ટ અંગે પોલીસ તપાસ માટે મોકલવામાં આવતી અરજીઓની તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • પોલીસ કલીયરન્સ સટિફિર્કેટની કામગીરી પણ કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • ડોમીસાઈલ સટિફિર્કેટની કામગીરી પણ કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • હથિયાર લાયસન્સ અંગેની માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • અધિકારી/કર્મચારીઓના મહેનતાણાની ચુકવણી અંગેની તમામ માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • અધિકારી/કર્મચારીઓની ખાતાકીય તપાસ અંગેની માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.

  • અધિકારી/કર્મચારીઓની સેવાપોથી અંગેની માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવા અંગેની કામગીરી હાથ ધરેલ છે.

  • અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં અટક કરેલ ઈસમોની માહિતી કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે.