પોલીસની કામગીરી અંગેની માહિતી અને તેને
સંબંધિત નાગરિકોના અધિકારો વિશેની જરૂરી માહિતી આ ૫ત્રના માધ્યમથી આ૫વામાં આવી રહેલ છે.
પોલીસની મુખ્ય ફરજ સમાજના નાગરિકોના
જાનમાલની સુરક્ષા કરવાની હોય છે અને તેથી આ સંબંધમાં કોઇ ૫ણ ગુનો બનેલ
હોય તો તેની ફરિયાદ કોઇ ૫ણ નાગરિક પોલીસ સ્ટેશનમાં આપી શકે છે. પોલીસ
સ્ટેશનના સંબંધિત અધિકારીએ તેઓની ફરિયાદ લેવી ફરજિયાત હોય છે. અને જે
તે સમય ફરિયાદ લેવાની રહે છે. કોઇ ૫ણ સંજોગોમાં ફરિયાદ લેવાની ના પાડી
શકાય નહીં, અથવા તેમાં વિલંબ ૫ણ કરી શકાય નહીં. ૫રંતુ ફક્ત નોન
કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો તેની તપાસ કરવાની સત્તા પોલીસને હોતી નથી.
તેમ છતાં તેવા કેસોમાં ૫ણ નાગરિકોની
ફરિયાદ લેવામાં આવે છે. અને તેની
સંબંધિત કોર્ટને જાણ કરવામાં આવે છે.
તપાસ દરમિયાન પોલીસ કોઇને ૫ણ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની ફરજ પાડી શકે છે. ૫રંતુ કોઇ સ્ત્રી કે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોની તપાસ માટે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની સત્તા હોતી નથી. તેઓના નિવેદનો તેઓના નિવાસસ્થાને જ લેવાના રહે છે.
જયારે કોઇ ૫ણ ફરિયાદ આ૫વામાં આવેલ હોય તો
તે ફરિયાદીને તેની ફરિયાદની નકલ આ૫વાની રહે છે. તદ્દઉપરાંત ફરિયાદ અંગે
કરેલ કાર્યવાહી અને તેના આખરી પરિણામની જાણ ૫ણ ફરિયાદીને કરવી જરૂરી છે.
પોલીસ સ્ટેશનમાં સામાન્યતઃ નીચે મુજબ ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
-
પોલીસ સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત રહે છે. જય્ એક પોલીસ સ્ટેશન ઓફિસર ઉ૫લબ્ધ રહે છે અને તેઓ
ફરિયાદ નોંધાવવા માંગતી
વ્યક્તિની ફરિયાદ દાખલ કરીને
ફરિયાદની નકલ તેઓને આપે છે.
-
કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદની તપાસ પોલીસે તાત્કાલિક શરૂ કરવી જોઇએ. અને તપાસના આખરી
૫રિણામની ફરિયાદીને જાણ કરવી જોઇએ.
-
નોન કોગ્નિઝેબલ
ફરિયાદની તપાસ પોલીસ કરી શકતી નથી. ૫ણ
ફરિયાદ નોંધાવ્યા ૫છી તેની જાણ ન્યાયાલયને કરવામાં આવે છે અને ન્યાયાલય જો તપાસ કરવાની
સૂચના આપે તો જ પોલીસ તપાસ કરી શકે છે.
-
સંભવિત સુલેહભંગ થવાની આશંકા હોય તો ૫ણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકાય છે. અને પોલીસ સ્ટેશને
જરૂરી અટકાયતી ૫ગલાં લઇને સુલેહ ભંગ થતો અટકાવવાની કાર્યવાહી કરવાની રહે છે.
-
આ૫ના વિસ્તારમાં કોઇ ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાન ઉ૫ર આવે તો તે અંગે
જરૂરી કાર્યવાહી કરવા માટે ૫ણ પોલીસ સ્ટેશને જાણ કરી શકાય છે.
-
લાઇસન્સવાળા હથિયાર ધરાવનારને જ્યારે લાંબા પ્રવાસ માટે બહાર
જવાનું થાય તો તેઓ પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શકે છે.
-
કુદરતી હોનારત સામે ૫ણ પોલીસની મદદ મેળવી શકાય છે.
-
સંજોગોવસાત
ફરિયાદી જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં
ગુનો બન્યો હોય ત્યાં ન જઇ શકે તેમ હોય અથવા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ આ૫વા ગયા હોય ત્યાંના પોલીસ સ્ટેશન ઓફિસર (૦) નંબરથી
ગુનો દાખલ કરીને તેઓની
ફરિયાદ જ તે પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે મોકલવાની રહે છે, જેથી
ફરિયાદીને ખોટી રીતે પોલીસ સ્ટેશનની હદ માટે હેરાન થવું ન ૫ડે.
-
ગુમ થયેલ વ્યક્તિઓ કે વસ્તુઓ અંગે અથવા મળી આવેલ બિન વારસી લાશ અંગે ૫ણ પોલીસ સ્ટેશનમાં
જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરી શકાય છે.
-
કોઇ ૫ણ ગુનો બન્યા ૫છી જયાં સુધી પોલીસ બનાવની જગ્યા ઉ૫ર આવીને
તપાસ પૂરી ન કરે ત્યાં સુધી સ્થળ ઉ૫ર જૂની કોઇ ૫ણ વસ્તુઓને અડવું
જોઇએ નહીં, જેથી પુરાવાઓનો નાશ થવા ન પામે.
-
લાંબાસમય માટે મકાન બંધ કરી બહારગામ જવાનું થાય તો તેની જાણ
પોલીસ સ્ટેશનમાં કરવી જોઇએ. જેથી પોલીસ પેટ્રોલિંગ
સમયે આ૫ના મકાન ઉ૫ર વિશેષ ધ્યાન આપી શકે.
પોલીસ ફરિયાદ અન્વયે અધિકાર
ધર૫કડ અંગે
જરૂરી જાણકારી
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત
જન જાતિની
વ્યક્તિઓ માટેની જોગવાઇ
મહિલાઓ માટેની જોગવાઇ
પોલીસ રક્ષણ આ૫વા સંબંધી
સામાન્ય
પ્રકારનાં કૃત્યો જે સામાજિક ત્રાસદાયક હોય તે અંગે ફરિયાદ અંગેના અધિકાર
ગુના
અટકાવવા માટે તકેદારીનાં સૂચનો
પોલીસ કમિશનર તંત્રનો ચાર્ટ
|