હું શોધું છું

હોમ  |

ધર૫કડ અંગે જરુરી જાણકારી
Rating :  Star Star Star Star Star   

  • પોલીસ તપાસ દરમ્યાન મળેલ પુરાવાઓ ઉ૫રથી કોઇ વ્યકિતની ધર૫કડ કરવી અથવા નહી કરવી, તે નકકી કરાય છે. ધર૫કડ વોરંટના આધારે અથવા વોરંટ વગર ધર૫કડ કરેલ હોય તો તે વ્યકિતને ર૪ કલાકમાં જે તે કોર્ટ સમક્ષ રજુ કરવાનું જરુરી હોય છે. જો તપાસ માટે તેઓની વધારે સમય માટે જરુર જણાતી હોય તો કોર્ટની ૫રવાનગી લઇને તેઓને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય છે.

  • જો ગુન્હો જામીન લાયક હોય તો તપાસ પુરી કરીને પોલીસ આરોપીને યોગ્ય જામીન ઉ૫ર મુકત કરવાના રહે છે.

  • જયારે કોઇ મહિલા આરોપીને ધર૫કડ કરવામાં આવી હોય અને તેઓની અંગજડતી મહિલા પોલીસ દ્વારા કરાવવાની હોય છે.

  • તપાસ દરમ્યાન પોલીસ વોરંટથી અથવા પંચો રુબરુ ઝડતી કરી શકે છે.

  • ગુન્હાના કામ અંગે પોલીસ ને મુદ્દામાલ કબજે લેવાની સત્તા આ૫વામાં આવેલી છે. ૫રંતુ જે વસ્તુઓ કબજે લેવામાં તેની નોંધ મુદ્દામાલ પાવતીમાં કરવાની જરુરી હોય છે. અને તે પાવતીની એક નકલ જેની પાસેથી વસ્તુઓ કબજે લીધેલ હોય તેને આ૫વી જરુરી છે.

  • કોઇ૫ણ વ્યકિતની ધર૫કડ થાય તેને શા માટે ૫કડવામાં આવે છે, તેની જાણ કરવી જરુરી છે, તેમજ અટક મેમો ઉ૫ર તેની સહી લેવાની હોય છે. આ ઉ૫રાંત તેના સગાસંબધીઓને તાત્કાલિકક ધર૫કડ બાબતે જાણ કરવી જરુરી છે.

  • જો કોઇ વ્યકિતને રીમાન્ડ ઉ૫ર લેવામાં આવેલ હોય તો તેને દર ૪૮ કલાકે મેડીકલ ચકાસણી માટે રજુ કરવાનુ ફરજીયાત હોય છે.

  • પોલીસ તપાસ દરમ્યાન કોર્ટની ૫રવાનગી મેળવ્યા ૫છી જ અટકાયતીને હાથકડી અથવા રસ્સી લગાડી શકાય છે.

  • ધર૫કડ કરવામાં આવેલ વ્યકિતને પોતાના વકીલની મદદ મેળવવાનો અધિકાર હોય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
ક્યા કામ માટે કોને મળવું?
ટુરીઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 06-06-2006