|
: ૧ :
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા વટવા પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૫૧૬/૨૦૧૩ ઇપીકો કલમ ૩૮૦, ૧૧૪ મુજબના કામે (૧) ફિરોજમહમદ યાકુબ શેખ રહે.નસીદભાઈના મકાનમાં સીયાસનનગર ગરીબનવાઝ મસ્જીદની અંદર શાહઆલમ અમદાવાદ (૨) વીરુસીંગ હરીસીંગ રાજપુત ઉ.વ.૧૯ રહે.વેરાયમાતાની ચાલી વિલ્સમ હોટલની પાછળ નારોલ વટવા અમદાવાદ નાઓને સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ.શ્રી જે.એન.ગૌસ્વામી નાઓએ પો.કો. અબ્દુલવાહીદખાન અતીઉલ્લાખાન બ.નં.૮૩૧૧ નાઓની બાતમી આધારે વટવા સદાની ધાબી કેનાલ રોડ પાસેથી એક મોબાઈલ ફોન કિ.રુ.૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે તા.૯/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે. (૨) વટવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૩૩૬/૨૦૧૩ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઈ, ૧૧૬ બી મુજબના કામે સર્વેસ્કોડના પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો સાથે પ્રોહીબીશનની ડ્રાઈવ અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો.મુકુંદસિંહ વિક્રમસિંહ નાઓની બાતમી આધારે અંબિકા બ્રીજના છેડેથી યાસીન ઉર્ફે ટાપા સરવરખાન પઠાણ રહે.રોશનીપાર્ક મદીનાબેનના મકાનમાં નારોલ વટવા રોડ અમદાવાદ નાને વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે કિંગ ફિશર સ્ટ્રોંગ બીયરટીન નંગ-૨૪, કિં.રુ.૨૪૦૦/- તથા રોયલ સ્ટેગ ઇગ્લીશ દારુ બોટલો નંગ-૧૨, કિં.રુ.૩૬૦૦/- તથા નોકીયા મો.ફોન, કિં.રુ.૧૦૦૦/- તથા એક્ટીવા નં.જી.જે.1 એફઇ ૧૧૯૫ કિં.રુ.૨૦૦૦૦/- મળી કુલ્લે કિં.રુ. ૨૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૧/૧૨/૨૦૧૩ ના ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે. (૩) ઇસનપુર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૭૪/૨૦૧૩ ઇપીકો કલમ ૩૯૪, ૩૬૫, ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામે શકીલઅહમદ ઉર્ફે ભુરીયો નાશીરઅહેમદ અંસારી ઉ.વ.૩૫ રહે.ડાહ્યાભાઈની ચાલી રખિયાલ તથા આઝમભાઈ અજગરઅલી અંસારી ઉ.વ.૩૫ રહે.પુજારીની ચાલી ગોમતીપુર અમદાવાદ નાઓને સદર ગુનામાં તા.૧૦/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી તા.૧૩/૧૨/૨૦૧૩ ના કલાક ૧૭/૦૦ વાગ્યા સુધી રીમાન્ડ પર મેળવેલ જેઓની સઘન પુછપરછ દરમ્યાન ગ્યાસપુર ફતેહવાડી ખાતે રાત્રે એક પેસેન્જરને લુંટી લીધેલાની કબુલાત કરતા ખાત્રી કરતા અસલાલી પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૧૩ ઇપીકો કલમ ૩૯૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય અસલાલી પો.સ્ટે. તથા ઈસનપુર પો.સ્ટે. ના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૪) જયારે મુદ્દા નં ૧૩ અત્રેના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ્લે ૧૫ સિનિયર સીટીઝન રહે છે. તેઓની પખવાડીક મુલાકાત લઇ સારી કામગીરી કરેલ છે.
|
: ૨ :
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) હે.કો. અજયકુમાર જાબરમલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રીલીફરોડ પાસેથી રાકેશભાઈ @ જાડીયો સ/ઓ વિરચંદભાઈ પટણી ઉ.વ.૩૦ રહે.૮/૨૫૦ ગરીબ આવાસ યોજના વિજયમીલ નરોડા, મેમ્કો અમદાવાદ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ સોનાની કાંટીઓ નંગ-૧૨ કિ.૨૦,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૨/૧૨/૧૩ના રોજ પકડી અટક કરી મેઘાણીનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૮૩/૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|