|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) ગોમતીપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૯૨/૨૦૧૩ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે અસ્તરના કાપડના પાર્સલ કિ.રૂ.૩,૧૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોઇ જેઓને બાતમી હક્કિત આધારે પટેલમીલ ત્રણ રસ્તા પાસેથી આરોપી (૧) મુસ્તકીમ ઉર્ફે મુન્ના S/O સલીમભાઇ શેખ ઉ.વ.૨૫ રહે. મ.નં.૨૯ મોહમદ ધોબીની ચાલી કલદરી મસ્જીદની બાજુમાં રખિયાલ અમદાવાદ (૨) અબરાર ઉર્ફે પાદા S/O સમીઉલ્લા મનસુરી ઉ.વ.૨૨ રહે.મ.નં.૧૦૬ મદનીનગર જનતાનગર રામોલ રોડ, અમદાવાદ નાઓને તા.૨૧.૧૨.૨૦૧૩ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૫૯૩/૨૦૧૩ ઇપીકો કલમ ૩૭૬.૪૫૨.૫૦૬(૧).૧૧૪ મુજબના મુખ્ય આરોપી સિરાજ ઉર્ફે શેરાજ S/O મોહમદ સલીમ ઉ.વ.૨૮, રહે.મણીલાલની ચાલી દાઉદભાઇના મકાનમાં પન્ના એસ્ટેટ બાપુનગર અમદાવાદ શહેર નાને પો.સબ ઇન્સ્પેકટર શ્રી બી.એમ.પનારિયા નાઓએ તપાસ દરમ્યાન વટવા વિસ્તારમાંથી તા.૧૬/૧૨/૨૦૧૩ ના રોજ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૨) વટવા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી આર.એ.સોઢા તથા માણસો પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પો.કોન્સ. અબ્દુલવાહીદ અમીરઉલ્લાખાન બ.નં.૮૩૧૧ નાઓની બાતમી આધારે સદાની ધાબી કેનાલ રોડ પાસેથી આરોપી સદ્દામ હુસેન S/O મહમદમુસ્તફા અંસારી ઉ.વ.૧૯ રહે. ફેસલપાર્ક બોમ્બે હોટલ સામે જહુર આલમના મકાનમાં દાણીલીમડા નાને સ્ટાફના માણસોથી કોડૅન કરી અંગ ઝડતી કરતાં એક હાથ બનાવટનો દેશી તમંચો કિ.રૂ.૧,૫૦૦/- સાથે મળી આવતા પંચનામાં વિગતે કબ્જે કરી તા ૧૬/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૩) મ.પો.કમિ.શ્રી “જે” ડીવીઝન તથા વટવા પો.સ્ટે. ના પો.સ.ઇ.શ્રી બી.એમ.પનારિયા નાઓ સાથે નારોલ પોલીસ ચોકી ખાતે હાજર હતાં દરમ્યાન શ્રી પી..સી.બરડા નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-૬ અમદાવાદ શહેર નાઓની બાતમી હકીકત તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આધારે વટવા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડૅના માણસો સાથે તપાસ કરતાં આરોપી લખીબેન મંગાભાઇ ચુનારા રહે.વણઝારાવાસ નારોલગામ તલાવડી ખાતે દેશીદારુ ૩૫૫ લીટર કિ.રુ.૭,૧૦૦/- તથા નવસાર ૨૦ કિ.ગ્રા. કિ.રૂ.૧,૬૦૦/- તથા ૨૦ કિ.ગ્રા.ના ૩૧ ગોળના કટ્ટા કિ.રૂ.૧૫,૫૦૦/- તથા ૩૭૫૦ લીટર વોસ કિ.રૂ. ૭,૫૦૦/- તથા ૫ નંગ પીપડા કિ.રૂ.૫૦૦/- પ્લાસ્ટીકની પાઇપ નંગ-૫ સાથે દેશીદારૂ તથા દારૂ ગાળવાના કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૩૨,૨૦૦/- ના સાથે મળી આવતા કબ્જે કરી તા.૧૬/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૪) વટવા પો.સ્ટે.ના પો. સબ ઇન્સ્પેકટર શ્રી આર.એ.સોઢા તથા સ્ટાફના માણસોએ બાતમી આધારે વટવા વિસ્તારમાંથી મુનાફ અબ્દુલહકીમ શેખ ઉ.વ.૨૬ રહે.સફવાન ફ્લેટ પહેલો માળ પોપટીયાવાડ દરીયાપુર નાને ચોરીની ઓટોરિક્ષા નંબર જી.જે.૧.બી.યુ.૨૩૭૦ કિ.રૂ.૫૦,૦૦૦/- સાથે કબ્જે કરી તા.૧૭/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૫) વટવા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી જે.એન.ગૌસ્વામી તથા માણસોએ બાતમી આધારે કમલેશ S/O ભીમાભાઇ મગનભાઇ લુહાર ઉ.વ.૧૯ રહે.રાજ આમલેટની બાજુમાં લુહારની દુકાનમાં ઇસનપુર નાને ચોરી કરેલ હિરોહોન્ડા મોટર સાયકલ આર.ટી.ઓ નંબર જી.જે.૧.એફ.પી. ૧૨૧૮ એન્જીન નંબર-૧૨૭૪૧ તથા ચેચીસ નંબર-૦૭-.એ.૫.ડી.૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/-ની કબ્જે કરી તા.૧૮/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૬) ઇસનપુર પો. સ્ટે.ના સર્વે.સ્કોડ પો.સ.ઇ.શ્રી વી.એચ.જાડેજા તથા માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ઇસનપુર ચાર રસ્તા પાસેથી કમલેશ S/O ભીખાભાઇ લુહાર ઉવ.૧૯ રહે.રાજ આમલેટની બાજુમા લુહારની દુકાનમા ઇસનપુર ચાર રસ્તા પાસે વટવા નાને ચોરીથી મેળવી લાવેલ હીરોહોન્ડા ગ્લેમર મો.સા.નં જીજે.1.એફ.પી.1218 કી.રુ.20,000/- ના મુદદ્દામાલ સાથે પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૭) વટવા પો.સ્ટે. ના પો.સ.ઇ.શ્રી જે.એન.ગૌસ્વામી તથા માણસોએ બાતમી નારોલ કેનાલ રોડ સદાનીધાબી પાસેથી રફિકભાઇ S/O સફિમંહમદ ઉર્ફે લાલુભાઇ શેખ ઉ.વ.૩૭ રહે.ગુજરાતી સ્કૂલની બાજુમાં ચુનારાવાસ નારોલ અમદાવાદ નાને મારૂતિવાન નંબર જી.જે.૧.એ.પી.૫૮૦૯, કિ.રૂ.૬૦,૦૦૦/- માં વગર પાસ પરમીટનુ રાહત દરનુ સરકારી કેરોસીન ૩૬૦ લીટર કિ.રૂ.૫,૪૦૦/- બીજા કોઇ ઉપયોગ કરવા સારૂ લઇ જતાં તા ૨૦/૧૨/૨૦૧૩ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૬૪૮/૨૦૧૩ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૩, ૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૮) ઇસનપુર પો.સ્ટે.ફ.ગુરનં.૧૮૧/૨૦૧૨ તથા ૧૬૩/૨૦૧૨ ઇ.પી.કો. ક્લમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના ચીખલીગર ગેંગના વોન્ટેડ આરોપી તુફાનસીગ ઉર્ફે દીપકસીગ ઉર્ફે રુપસીગ S/O ગુરુબચનસીગ ઉર્ફે પ્રતાપસીગ ઝુણી ઉ.વ.૩૪ રહે.ચીત્રા પેટ્રોલ પંપની પાછળ શીવ શક્તીનગર ભાવનગર તથા વાઘરીવાસ વડનગર મહેસાણા નાને તા.૨૧/૧૨/૧૩ રોજ પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે. (૯) વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કુલ્લે ૧૫ સિનિયર સીટીઝન નાઓની પખવાડીક મુલાકાત લેવામાં આવી રહેલ છે.
|
૩
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો.શ્રી તખતસિંહ જુલીભા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે પાલડી ચાર રસ્તાપાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ભરતભાઈ વાઘેલા ઉ.વ.૧૭ રહે.મન6. ૫૮, મંદિર પાસે વેજલપુર અમદાવાદનાએ ચોરીથી મેળવેલ એક્સેસ સ્કુટર-૧ Ch.No.826818 તથા E.No.4862170351 કિં.૪૦,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ તા.૧૮/૧૨/૧૩ના રોજ પકડી પુછપરછ કરી આનંદનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૯૨/૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) મ.સ.ઈ શ્રી નરેન્દ્રસિંહ વજેસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે અખબારનગર સર્કલ પાસેથી તુષાર મહેન્દ્રભાઈ પટેલ ઉ.વ.૩૨ રહે.સી/૪૦૧, શુકનગોલ્ડ એપાર્ટમેન્ટ, વંદે માતરમ ચાંદલોડીયા અમદાવાદ નાએ ચોરીથી મેળવેલ (૧) બજાજ ડીસ્કવર -૧ GJ-1-FM-7786 કિં.૨૫,૦૦૦/- તથા (૨) હિરોહોન્ડા સ્પ્લેન્ડર-૧ GJ-9-P-7520 કિં. ૨૫૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૦/૧૨/૧૩ના રોજ પકડી અટક કરી (૧) સાબરમતી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૩૭/૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો તથા (૨) વિજયનગર પોલીસ સ્ટેશન સાબરકાંઠા ફ.ગુ.ર.નં.૬૯/૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.ઈન્સ શ્રી બી.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસેથી એક ઈસમ અબ્દુલકરીમ મહમંદ હનીફ શેખ ઉ.વ.૩૮ રહે.નુરે ઈલાહી સોસાયટી છાપરામાં, આદાબપાર્કની પાછળ જુહાપુરા અમદાવાદ નાએ ચોરીથી મેળવેલ એક્સેસ સ્કુટર-૧ Ch.No. MB8CFcF40AAB8175116 તથા E.No.E486535717 કિં.૩૫,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૧/૧૨/૧૩ના રોજ પકડી અટક કરી ગોમતીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૯૧/૧૩ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|