હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

: ૧ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી આઈ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૬૭૩À૧૩ ઇ.પી.કો ક.૪૫૪.૪૫૭.૩૮૦ મુજ્બના ગુનાના કામે આરોપી (૧)  કલ્પેશ ઉર્ફે ટીંકુ સ/ઓ ધીરુભાઇ રહે.૨૧ ખોડીયારનગર ઓઢવ તથા  (૨) જીગ્નેશ સ/ઓ ઘનશ્યામભાઇ પોપટભાઇ હીરપરા રહે.બી/૨૧૦ સહજાનન્દ વીલા સુર્યનગરની બાજુમા નીકોલ ઓઢવ તથા (૩)રવિન્દ્રસિહ ઉર્ફે રવિ સ/ઓ અરવિન્દસિહ પ્રતાપસિહ રહે.બી/૮૯ સુર્યનગર સોસાયટી નીકોલ ઓઢવ (૪) તુષાર સ/ઓ બાલુભાઇ પરષોતમભાઇ પટેલ રહે.એ/૧૬ નન્દનવન પાર્ક સોસા.રતનબા સ્કુલ પાસે ઠકકરનગર ઓઢવ (૫) અશોક સ/ઓ સોંડાભાઇ લક્ષ્મણભાઇ હડીયા રહે.સી/૭ લક્ષ્મીનારાયણ સોસાયટી રતનબા સ્કુલ પાસે ઠક્કરનગર રોડ ઓઢવ (૬) મનસુખભાઇ સ/ઓ હરીભાઇ વાઘજીભાઇ ભાલાડા રહે.૨૦૩ શીવમ એવન્યુ ઠકકરનગર રોડ ઓઢવ (૭) મનોજ ઉર્ફે મનીષછરી સ/ઓ રુપલભાઇ દેવડા રહે.૭૬ રુક્ષમણી સોસાયટી નીકોલ રોડ ઓઢવ અમદાવાદ શહેર નાઓ પૈકી આરોપી ન.૧ ને તા.૨૭/૧૨/૧૩ ના ક.૧૬/૦૦ વાગે તથા ન.૨ ને તા.૨૭/૧૨/૧૩ ના ક.૨૧/૦૦ વાગે તથા ન.૩ ને તા.૨૭/૧૨/૧૩ ના ક.૨૩/૩૦ વાગે તથા ન.૪, ૫, ૬ ને તા.૨૮/૧૨/૧૩ ના ક.૪/૧૫ વાગે તથા ન.૭ ને તા.૨૬/૧૨/૧૩ ના ક.૨૩/૦૦ વાગે પક્ડી અટક કરી તેઓની પાસેથી તૈયાર હીરા નંગ ૧૬૪૦ તથા કાચા હીરા નંગ ૫૭૫૯ જેની કુલ્લે કિ.રુ.૪,૮૮,૯૬૦/- ની મત્તાનો મુદામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

: ૨ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા આરોપી રણજીતભાઈ રણછોડભાઈ ચુનારા ઉ.વ. ૩૨ રહે. ખોડીયાર માતાની વાવ પાસે તળાવનો ટેકરો છાપરામાં વટવા અમદાવાદ શહેર નાને વટવા પોલીસ સ્ટેશનમા દેશી દારુના કેસમા પકડાયેલ જેમા સદરી આરોપીને પોલીસ કમિશ્ર્નર શ્રી અમદાવાદ શહેર નાઓના પાસા અટકાયતી હુકમ ક્ર્માંક: પી.સી.બી./ડીટીએન/ પાસા/૮૯૦/૧૩ તા.૨૦/૧૨/૨૦૧૩ હુકમ આધારે સદરી આરોપીને તા.૨૩/૧૨/૨૦૧૩ ના રોજ હુકમની બજવણી કરી મહેસાણા જીલ્લા ખાતે પાસા અટકાયતમાં રહેવા સારુ મોક્લી આપેલ છે. (૨) વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં ૫૭૧/૨૦૧૩ ધી ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબના કામના ફરીયાદી બેનની દિકરી જ્યોત્સનાબેન ડો/ઓ ગણપતભાઈ વેરસિભાઈ ઠાકોર (ચુકોડી) ઉ.વ.૧૭ રહે.એ/૨, શિવશક્તિ નગર ગાયત્રીનગરની બાજુમા ચામુંડા સોસાયટી સામે શાહવાડી નારોલ વટવા અમદાવાદ તથા આરોપી રમેશભાઈ મંગળભાઈ ગલાભાઈ ડોડીયાર ઉ.વ.૨૨ રહે. માયાબેન મરાઠીની ઓરડીમા શિવશક્તિ નગર ગાયત્રીનગરની બાજુમા ચામુંડા સોસાયટી સામે શાહવાડી નારોલ વટવા અમદાવાદ મુળવતન ગામ નરોડા ( તલાવના મુવાડા ) તા.ખાનપુર જી.મહિસાગર નાની હે.કો.મનુભાઈ વીરાભાઈ નાઓ મારફતે તપાસ કરાવતા આરોપીના મુળવતન ખાતે મળી આવતા અત્રે વટવા પોલીસ સ્ટેશન ખાતે લાવી રજુ કરતા અમોએ ઉપરોક્ત ગુનાના કામે સદરી આરોપીને તા.૨૪/૧૨/૨૦૧૩ ના ક.૧૩/૧૫ વાગે પકડી અટક કરી સાહેદ છોકરી તથા આરોપીની મેડીકલ સારવાર તેમજ જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  () ઈસનપુર પોલીસ સ્ટેશનના સર્વે.સ્કોર્ડના પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તેમના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હ્તા દરમ્યાન તા.૨૭/૧૨/૨૦૧૩ ના ક.૨૨/૦૦ વાગે ચોકીદાર બાવાની દરગાહ પાસે આવતા સ્ટાફના પો.કો. રણવીરસિંહ દલપતસિંહ તથા એલ.આર. અનોપસિંહ રણજીતસિંહ નાઓની બાતમી આધારે આરોપી જાકીર હ્સનભાઈ સૈયદ ઉ.વ. ૩૦ રહે. પાનવાળી ચાલી સામે ચંડોળાપાળ ના છાપરા શાહઆલમ અમદાવાદ નાને એક સીએનજી ઓટો રીક્ષા નં. G.J.18 X 5156  જેનો એન્જીન નં. ૨૭૮૯૧ જેનો ચેસીસ નં. ૦૭૧૮૪ જેવો વંચાય છે તે તથા એમરોન તથા સૈની કંપનીની બે બેટરી તથા બે ઓટોરીક્ષાના ટાયર મળી કુલ્લે. કિં.રુ. ૯૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા મણીનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૧૪/૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

: ૩ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૧૫૫/૨૦૧૩ ઇ.પી.કો.ક્લમ ૩૬૫,૧૧૪ મુજબના મુજબના ફરીયાદીશ્રી પાર્થ વસંતભાઇ બારોટ ઉં.વ.૨૦ રહે-એ/૧૨ સિદ્ધી એપાર્ટમેન્ટ જનતાનગર ચાંદખેડા નાઓની ફરીયાદના કામે આરોપીઓ (૧).ધાર્મિક ઉર્ફે ટકલુ જયંતિભાઇ પટેલ રહે-૭ વિધી બંગ્લોઝ ચાંદખેડા અમદાવાદ તથા (૨).હરેશ ઉર્ફે બોબો ભાઇલાલભાઇ પટેલ રહે-૧૪ જનતાનગર ચાંદખેડા નાઓએ તા.૧૧/૮/૨૦૧૩ ના કલાક ૨૧/૦૦ વાગ્યાના સુમારે અવની ભવન ચાંદખેડા પાસેથી આ કામના ફરી.શ્રીને જુની અદાવતના કારણે એકદમ પકડી મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ચાંદખેડા તરફ ભગતાં શારદા પેટ્રોલપંપ પાસે ખાડો આવતાં મોટર સાયકલ ધીમું પડતાં ફરી.શ્રીએ એકદમ મોટરસાયકલ ઉપરથી કુદકો મારી તેઓના કબજામાંથી છુટી ગયેલ આ ગુનાના કામે ઉપરોક્ત બંન્ને આરોપીઓને તા.૧૨/૮/૨૦૧૩ ના કલાક ૨૦/૧૫ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.

: ૪ :

એલીસબ્રીજ પો.સ્ટે ફ્ગુરનં ૪૧૪/૧૩ ઇપીકો ક્લમ ૩૬૪(ક) ૩૬૫.૧૧૪ મુજ્બના કામે ટેલીફોન નં ૯૯૭૮૮૮૦૯૩૫ ઉપરથી મેહુલ જ્ગદીશ ભાઇ જ્ણાવે છે કે પાલડી ચાર રસ્તા થી મારો ભાઇ મહેશ જેને પાલડી ચાર રસ્તાથી કોઇ માણસો ઉઠાવી ગયેલ છે અને સાબરમતી ડી માર્ટ ખાતે રુ.૬૦૦૦૦/- લઇને આવી જા તેવુ જ્ણાવે છે, જેથી એલીઅબ્રિજ પો સ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હ્તો અને અપહરણ કરનાર ઇસમોએ ફરી શ્રી ને ૬૦૦૦૦/- રુપીયા લઇ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે બોલાવેલ જે આધારે ફરીને સાથે રાખી અમો તથા પો.સ્ટે ના સ્વેલન્સ પો.સ.ઇ શ્રી એ.કે.ગૌસ્વામી તથા સ્ટાફ્ના માણસો તથા નાયબ પો. કમિશ્નર શ્રી ઝોન.૧ ના સ્કોડ્ના માણસો તથા એ.ઓ.જી પો.સ.ઇ શ્રી ગામીત તથા તેમના સ્ટાફ્ના માણસો સાથે છ્ટકુ ગોઠવતાં અપહરણ કરનાર ઇસમો પૈકી ત્રણ ઇસમો ભોગબનનાર છોકરા મહેશ તથા હારદીક સાથે મળી આવેલ જે અપહરણ કરનાર ત્રણે ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અત્રેના પો સ્ટે ખાતે ક્લાક ૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ અને ભોગબનનાર મહેશ જગદીશભાઇ મકવાણા તથા હાર્દીક જયસુખભાઇ પરમાર નાઓના નિવેદન મેળવતા સદર બનાવની શરુઆત સોલા ઓવરબ્રીજ ઉતરતા રીનોલ્ટ ના શો રુમ આગળ થી તા.૨૧.૧૨.૨૦૧૩ ના ક્લાક ૧૪.૦૦ વાગે થયેલ હોવાની હ્કીક્ત જ્ણાયેલ અને આ કામે આરોપી નઁ.(૧) વિક્રાંત ઉફે બન્ટી સ/ઓ અમરતલાલ શાહ રહે ૪.મરુધર સોસાયટી હીરાજૈન સોસાયટી રામનગર સાબરમતી નઁ(૨) અમરતલાલ છગનલાલ શાહ રહે ઉપર મુજ્બ નં (૩) ધર્મેશ ઉફ્રે લલ્લો સ/ઓ કાન્તિલાલ ઠાકોર ઉવ.૨૬ રહે .મહુડાવાળી ચાલી ધરમનગર સ્કુલ પાસે સાબરમતી નાઓને અત્રેના પો.સ્ટે ખાતે તા.૨૨.૧૨.૨૦૧૩ ના ક્લાક ૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ અને સદર ગુનો સોલા પો સ્ટે ખાતે મોક્લી આપી સારી કામગીરી કરેલ છે. (૨) વેજલપુર પો સ્ટે ના પો.ઇંસશ્રી ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેજલપુર પો સ્ટે ફ્ગુરનં ૨૫૯/૧૩ ઇપીકો ક્લમ ૪૫૪,૪૫૭,૩૮૦, મુજબના કામે આરોપી વિકાસ શંકરભાઇ ભીશે ઉવ ૧૯ રહે મનુભાઇ રબારીના મકાનમાં મહાશિક્ત નગર નીતી નગર ની બાજુમાં જનતા નગર ફાટક પાસે ઘાટલોડીયા અમદાવાદ મુળ ગામ ખેર તા.ચીખલી જી નવસારી નાને સર્વેસ્કોડ્ના પો.સ.ઇ શ્રી ડી.વી બલદાણીયા નાઓએ તા.૨૫.૧૨.૨૦૧૩ ના ક્લાક ૨૦/૦૦ વાગે પક્ડી અટક કરી સદરી આરોપીના રીમાન્ડ મેળવી સઘન પુછ પરછ દરમ્યાન સદર ગુનામાં ચોરીએ ગયેલ બીજા બે મોબાઇલ ફોન કી.રુ ૮૪૦૦/- ની મત્તાના રીકવર કરી સારી કામગીરી કરેલ છે.

: ૫ :

(1) ડીસીબી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી આર.આઈ. જાડેજા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે દાણીલીમડા ચાર રસ્તા જહેર રોડ પાસેથી ઐયુબખાન હુસેનખાન પઠાણ ઉ.વ.૪૦ રહે.મનં. એ/૨૨, મદનીનગર ઈમદાદનગરની બાજુમાં સૈયદવાડી વટવા અમદાવાદ + ૧ = ૨ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ હિરોહોન્ડા પેશન-૧  No. GJ-1-AH-2250  કિં.૩૫,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૮/૧૨/૧૩ના રોજ પકડી અટક કરી વેજલપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૨૬૨/૧૩ ઈપીકો ક.૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(2) ડીસીબી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી કે.જે. ચાવડા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રીલીફ સિનેમા ચાર રસ્તા અમદાવાદ પાસેથી ગોપાલ @ બોખો સ/ઓ પોપટભાઈ દંતાણી રહે. જોગણી માતાની ચાલી શંકરભુવનના છાપરા શાહપુર + ૧ = ૨નાને ચોરીથી અગર છળ કપટથી મેળવેલ (૧) થાળી નંગ-૭ કિં. ૩૫૦૦ (૨) તાસળી નંગ-૬ કિં. ૬૦૦ (૩) વાટકી નંગ-૭ કિં. ૩૫૦ (૪) ધાતુના ગ્લાસ નંગ -૬ કિં.૬૦૦ (૫) મોબાઈલ ફોન નંગ-૩ કિં.૨૦૦૦ (૬) ટીવી નંગ-૨ કિં. ૩૫૦૦૦ (૭) રીમોટ નંગ-૧ કિં.૧૦૦ (૮) પેન ડ્રાઈવ નંગ-૧ કિં.૪૦૦  (૯) નાણા રૂ. ૬૦૦ તથા (૧૦) રીક્ષા-૧ નંબર: GJ-1-CY-6208 કિં. ૫૦૦૦૦/- કુલ કિં. ૯૩,૧૫૦ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૯/૧૨/૧૩ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 31-12-2013