હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના દાણીલીમડા પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) દાણીલીમડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે અબ્દુલરહેમાન મહંમદરફીક અન્સારી નાઓના સીમરન રો હાઉસ મ.નં.૧૪૦ ના ગોડાઉનના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ૧૫૦ નંગ ડ્રેસ કિ.રુ.૧,૮૦,૦૦૦/- ના મત્તાની ચોરી થવા પામેલ આ ગુનાની તાત્કાલીક સઘન તપાસ શરૂ કરી પો.કો.સુરેશભાઇ જીવણભાઇ નાઓની બાતમી આધારે આરોપી (૧) સાહીદ અલતાફભાઇ અન્સારી ઉવ.૨૦ રહે.ફૈઝાનપાર્ક મ.નં.૨ અલ સના રો હાઉસ પાસે બેરલ માર્કેટ દાણીલીમડા તથા આરોપી નં.(૨) મહંમદજફર મહંમદ મુસ્લીમ શેખ ઉવ.૧૯ રહે.એએએ/૪૪૯ ન્યુ ફૈસલ પાર્ક સુલતાન હોટલ પાસે દાણીલીમડા અમદાવાદ નાઓને તા.૩૧/૧/૧૪ ના રોજ પકડી અટક કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્રામાલ રીકવર કરેલ છે. તથા (૨) દાણીલીમડા પો.સ્ટે. ના હે.કો.ઝહીર અબ્બાસ મકબુલભાઇ બ.નં.૮૮૨૫ નાઓ ગઇ તા.૧/૨/૧૪ ના રોજ સાથેના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવાબની ચાલી બાબાખાનના બંગ્લા પાસે આવતાં રોડ સાઇડમાં એક સ્ક્રોરપીયો ગાડીનો દરવાજો ખુલ્લો રાખી ગાડી અંદર બેઠેલ ઇસમ શકમંદ હાલતમાં જણાતાં જે ઇસમનુ નામઠામ પુછતાં સાહીદગુલામ રસુલભાઇ શેખ રહે.ગલી નં.૧૨ મ.નં.એલ/૧૧૬ જીતુભગત કમ્પાઉન્ડ શાહઆલમ દાણીલીમડા અમદાવાદ નાનો હોવાનુ જણાવેલ જેની સ્ક્રોરપીયો ગાડી નં.જીજે.૧.એચ.જો.૩૪૪૭ બાબતે પુછપરછ કરતાં ગાડી અંગે કોઇ સંતોષકારક જવાબ નહી આપતાં ગાડીના આધાર પુરાવા માંગતા રજુ કરી શકેલ નહી જેથી સદર ગાડીની કિ.રૂ.૨,૧૦,૦૦૦/- ની ગણી CRPC કલમ ૧૦૨ મુજ્બ કબજે કરી CRPC ૪૧(૧)(ડી) મુજબ અટક કરી આરોપીને વિશ્ર્વાસમાં લઇ પુછપરછ કરતાં તેણે આ ગાડીમાં અમરાઇવાડી વિસ્તારમાંથી ગાય ચોરી કરેલ હોવાનુ જણાવતા અમરાઇવાડી પો. સ્ટે. તપાસ કરતાં ગાય ચોરી કરવા બાબતે ફસ્ટ ગુ.ર.નં.૨૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાતા આરોપી તથા ગાડીને અમરાઇવાડી પો. સ્ટે. સોપી અમરાઇવાડી પો.સ્ટે. ઢોર ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ચાંદખેડા પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે આરોપી પ્રેમજીભાઇ લચ્છુજી ગુર્જર રહે.જગતપુર ગામ રેલ્વે ફાટક પાસે નાને ચાંદખેડા પો. સ્ટે. ગુ.ર.નં.૧૯/૨૦૧૩ ના કામે ચોરીમાં ગયેલ એલ્યુમીનિયમ ફરમા પ્લેટો કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની મત્તા સાથે પકડી મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે (૨) રાણીપ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે આરોપી મહેન્દ્રસિહ જ્ઞાનસિહ શેખાવત નાઓ પાસેથી ચોરી કરેલ હીરો હોન્ડા મો.સા. GJ-18-ER-9889 કિ.રૂ.૨૦,૦૦૦/- ની સાથે પકડી વસ્ત્રાપુર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૪ વાહન ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વેજલપુર પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) વેજલપુર પો. સ્ટે. ના પો.સ.ઇ શ્રી ડી.વી.બલદાણીયા તથા સ્ટાફ્ના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી અધારે આરોપી (!) એઝાજએહમદ રઝાકઅહેમદ સૈયદ રહે.કુતુબનગર સૈયદવાડી બસ સ્ટેન્ડ પાસે વટવા તથા (!!) જાહીદ ઉર્ફે જાવેદ અબ્દુલભાઇ મન્સુરી રહે.૯ અર્સ કોલોની જીયા મસ્જીદ પાસે વટવા અમદાવાદ નઓને તા.૨૩.૧.૨૦૧૪ ના રોજ પક્ડી અટક કરી તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ દરમ્યાન આરોપીઓના ક્બ્જામાંથી સોનાની નાની મોટી-૭ વિટીંઓ તથા ચાંદીની પાયલ તથા પોંચી તેમજ રોક્ડા રુ.૧૦,૦૦૦/ મળી કુલ્લે રૂપિયા ૩૩,૪૦૦/- મુદ્દામાલ રિકવર કરી વેજલપુર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૪/૨૦૧૩ ઇપીકો ક્લમ ૩૮૦, ૧૧૪ મુજ્બનો ગુનો શોધી કાઢેલ છે. (૨) વેજલપુર પો.સ્ટે.ના મ.સ.ઇ નટવરભાઇ તેમજ સ્ટાફ્ના માણસો સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે તા.૩૧/૧/૨૦૧૪ ના રોજ વાસણા સર્કલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી દિનેશ માસુધભાઇ પટેલ રહે.હાલ શિવમ ટ્રેડીગ વાસુપુજ્ય કોમ્પલેક્ષ એલ.આઇ.સી ઓફીસ સામે વાસણા અમદાવાદ નાને ચોરીની હિરોહોન્ડા સીડી ડીલક્ષ મો.સા.નં GJ-01-NP-7459  કિ.રુ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે પક્ડી અટક કરી વેજલપુર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯ મુજ્બનો ગુનો શોધી કાઢેલ છે. તથા (૩) એલીસબ્રીજ પો. સ્ટે. ના અધિકારી માણસો દ્રારા ગેર કાનૂની પ્રવૃત્તી સાથે સંકળાયેલ મેમુનીશા ઉર્ફે શાયરા ઉર્ફે લાડો ઉર્ફે જલેબી W/O ફીરોજભાઇ મોહમદભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.૧૪૮ સુર્યનગર છાપરા ઢાળની નીચે હસેની મસ્જીદ પાસે ચંડોળા તળાવ ઇસનપુર અમદાવાદ નાઓને તા.૧//૨૦૧૪ ક્લાક ૧૯/૦૦ વાગે પાસા હુકમની બજવણી કરી મહેસાણા જીલ્લા જેલ ખાતે અટકાયતમાં રહેવા સારુ મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી ડી.એસ.કોરાટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મેલડી માતાના મંદિર પાસેથી મોહમદ રફીક એહમદખાન પઠાન ઉ.વ.૨૨ રહે.ન્યુ શાહ આલમનગર દાણીલીમડા અમદાવાદ નાએ ચોરીથી મેળવેલ મો.સા. નં.GJ-1-CD-3401 કિં.રૂ.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૩૦/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી દાણીલીમડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૮/૨૦૧૪  ઈપીકો કલમ ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) મ.સ.ઈ શ્રી ભગવાનભાઈ નથ્થુભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચાંદખેડા નક્ષત્ર કોમ્પલેક્ષ પાસેથી ઓમપ્રકાશ કાશીનાથ મિશ્રા ઉ.વ.૪૨ રહે.એ/૧૩, આશીષ મંગલ સોસાયટી સાબરમતી અમદાવાદ નાએ ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.૧૧,૦૦૦/- ની મતા સાથે પકડી CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૩૦/૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી માધુપુરા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 03-02-2014