હું શોધું છું

હોમ  |

સાફલ્યાગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સોલા પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) સોલા પો.સ્ટે. સર્વે સ્કોડના મ.સ.ઇ. વિનોદકુમાર રામસ્વરૂપ બ.ન,૬૪૭૯ તથા સાથેના પો.સ્ટાફના માણસો દ્રારા બાતમી આધારે (૧) કલ્લુ ઉર્ફે ઉદય સ/ઓ શ્યામસિગ ઉમાશંકર ઉ.વ.૧૯ નાઓને થલતેજ ગામ પંચાયત પાસે વાહન ચેકિઁગ દરમ્યાન પકડી તેઓની પાસેથી મળી આવેલ હોન્ડા એક્ટીવા તથા સેમસંગ કંપનીનો મોબાઇલ બાબતે પુછપરછ કરતા તેઓ પાસે કોઇ આધાર પુરાવા ન હોય જેથી વધુ તપાસ કરતા થલતેજ ગામ પંચાયત પાસેથી ચોરી કરેલાનુ જણાવતા મુદામાલ હોન્ડા એક્ટીવા કિ.રૂ.૧૦.૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧,૦૦૦/-નો મુદામાલ રીકવર કરી સોલા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૩/૨૦૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) બાપુનગર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૩/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના કામે આરોપી મોહમદફિરોજ મોહમદઇદ્રીશ અંસારી ઉ.વ.૨૨ રહે.કેઝીનગર જનતાનગર રામોલ અમદાવાદ નાઓને ચોરીએ ગયેલ સોનાચાંદીના દાગીના કુલ્લે કિ.રૂ.૨૩,૬૫૦/- ના મુદ્દ્રામાલ સાથે અ.હે.કો.જીતેન્દ્રસિંહ જ્ઞાનસિહ તથા અ.હો.કો. દિનેશકુમાર જીવાજી નાઓની સંયુક્ત બાતમી આધારે પો.સ.ઇ.એસ.એ.પટેલ તથા સર્વેલન્સ સ્ક્વોર્ડના માણસોએ તા.૬/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી મુદ્દામાલ રીકવરી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨) ગોમતીપુર પો. સ્ટે. જા.જો.૧૯/૨૦૧૪ તા.૨/૩/૨૦૧૪ ના કામે સર્વેલન્સ સ્ક્વોર્ડ પો.સ.ઇ.એસ.એમ.લાશન તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી હક્કિત આધારે ગોમતીપુર નરસિંહજીના નેળીયા ખાતેથી ક્રુણાલ ઉર્ફે ક્રુષ્ણકાંત સ/ઓ ધર્મારત્નાભાઇ વાઘ(મરાઠી) ઉ.વ.૨૬ રહે.ગંગાબેનની ચાલી, ભાઇપુરા, હાટકેશ્વર અમદાવાદ નાઓના કબજામાંથી કાળા કલરનુ એકટીવા જેનો આર.ટી.ઓ.નં.જીજે-એફ.એન-૮૩૧૮ કિ.રૂ.૨૦,૦૦૦/- ની ચોરીથી મેળવેલ હોઇ સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરી સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ તા.૨/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે. (૩) ગોમતીપુર પો. સ્ટે. જા.જો.૧૯/૨૦૧૪ ના કામે સર્વેલન્સ સ્ક્વોર્ડના પો.સ.ઇ.એસ.એમ.લાશન તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી હક્કિત આધારે ગોમતીપુર નરસિહજીના નોળીયા ખાતેથી કુણાલ ઉર્ફે કુષ્ણકાંત સ/ઓ ધર્માન્તર વાઘ(મરાઠી) ઉ.વ.૨૬ રહે.ગંગાબેનની ચાલી, ભાઇપુરા હાટકેશ્વર અમદાવાદ નાઓના કબજામાંથી કાળા કલરનુ એકટીવા આર.ટી.ઓ.નં.જીજે-૭-એફ.એન-૮૩૧૮ કિ.રૂ.૨૦,૦૦૦/- ની ચોરીથી મેળવેલ હોય સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી હોય સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૪) બાપુનગર પો. સ્ટે. સ્ટે.ડા.એન્ટ્ર્રી નં.૨૯/ ૨૦૧૪ અન્વયે ગુમ થનાર બાળક વૈભવ દુષ્યંતભાઇ સુતરીયા ઉ.વ.૧૨ રહે.૧૩/૩ શિવમફલેટ બાપુનગર અમદાવાદ નાનો તા.૩/૩/૨૦૧૪ ના રોજ ૯.૦૦ વાગે ઘરેથી ટ્યુશન કલાસ ગયેલ અને ઘરે પરત નહી આવતા તેના વાલી દુષ્યંતભાઇ ડાહયાભાઇ સુતરીયા નાઓએ જાહેરાત કરતા પો.ઇ.શ્રીએ તુરત જ પોલીસ સ્ટાફના માણસોને આજુબાજુમાં તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ કરવા જણાવતાં ૪ કલાકમાં જ ગુમ થયેલ બાળકને શોધી કાઢી તેના વાલીવારસને હેમખેમ સોપી પ્રસંશનીય કામગીરી કરેલ છે તથા આ ગુમ થયેલ બાળકને શોધી કાઢવામાં રીક્ષાચાલક કિશનદાસ ગોપાલ વૈષ્ણવ રહે.ઘર નં.૯૦, લાલાબાપાનગર સોસાયટી, ગાયત્રી આશ્રમ સામે ઓઢવ અમદાવાદ નાઓ પોલીસને મદદરૂપ થઇ માનવતાવાદી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા (૧) વટવા પો.સ્ટે.જા.જો.એંટ્રી નં.૩૯/૨૦૧૪ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી  મુજબના કામે વટવા પો.સ્ટે.ના સર્વેલંસ સ્ક્વોડના એ.એસ.આઇ અમનખાન ગુલાબખન તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના શોધવા અને બનતા અટકાવવા સારૂ પેટ્રોલીગ દરમ્યાન ગેબનશા દરગાહ આગળ આવતા તેઓને ઝોન-૬ સ્કોડના પો.કો.ઇંતીખાબઆલમ મુખ્તારહસન નાઓની ખાનગી બાતમી આધારે વોચ કરતા ક્રિષ્ના પ્રકાશચંદ જાતે જયસ્વાલ ઉ.વ.૩૩ રહે. ૪૫, મહાલક્ષ્મી સોસાયટી આસોપાલવ સોસાયટી પાસે વટવાગામ અમદાવાદ અને પાછળ બેઠેલ ઇસમનુ  નામ બ્રીજેશ અરવિદભાઇ શાહ ઉ.વ.૪૦ રહે.૩૨૬, શાસ્ત્રીનગર પ્રગતિનગર ગાર્ડન પાસે નારણપુરા અમદાવાદ નાનો હોવાનુ જણાવેલ અને તેઓ પાસેથી બાગબાન તમાકુના ૨૦૦ ડબ્બા કિ.રુ.૧૨,૦૦૦/- તથા તમાકુ વિષ્ણુ ટોબેકો ૩૦ પાઉચ જેની કિ.રુ.૧,૫૦૦/- તથા પ્રીમીયમ વિમલ પાન મસાલાના ૩૦ પાઉચ કિ.રુ.૭,૫૦૦/- ગણાય જે અંગેનુ કોઈ બીલ અગર લખાણ ન હોય અને તમામ મુદ્દામાલ કોઇ જગ્યાએથી ચોરી અગર છળકપટથી મેળવેલ હોય સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી સદરી આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ તા.૬/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે. (૨) ઈસનપુર પો. સ્ટે.ના પો.સ.ઇ શ્રી આર.એલ. ફનાત નાઓ પો.સ્ટે હાજર હતા દરમ્યાન માં તા.3/3/૨૦૧૪ ના રોજ કલાક ૧૭.૩૦ વાગે ડો.શ્રી જગત ભટ્ટ નાઓના મેસેજ આધારે તેઓની હોસ્પીટલ પહોચી ત્યા હાજર એક મંદબુધ્ધીની છોકરી જેના કોઇ વાલીવારસ ન હોય ડો.શ્રીના મેસેજ આધારે તપાસ કરતા સદરીના વારસદાર સંતોષબેન કીરીટભાઇ રાવળ ઉ.વ.૩૨ રહે.બી/૪૬ કુષ્ણકુંજ સોસા. વિરાટનગર ઇસનપુર અમદાવાદ નાઓ તેમના પતિ સાથે આવી પોતાની છોકરી નામે રીધ્ધિ ઉ.વ.૭ ની ગુમ થયેલાની હકીકત જણાવતા તેઓને સદરી છોકરી બતાવતા તેઓ પોતાની છોકરીને ઓળખી લેતા તેઓના જરુરી પુરાવા લઇ મંદ બુધ્ધીની છોકરી તેઓને હેમખેમ સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના સેટેલાઇટ પો.સ્ટે.ના અધિકારી માણસો દ્વારા (૧) સેટેલાઇટ પો.સ્ટે. ના પો.સ.ઈ શ્રી વી.એમ.ઝાલા તથા માણસોએ લોકરક્ષક ભરતભાઈ પરથીભાઈની બાતમી આધારે ટીમ વર્કથી આરોપી રાહુલ સ/ઓ વિક્રમસિંહ દુર્ગાસિંહ રાજપુત ઉ.વ.૨૫ રહે.૫/૧૫૯, રેવા આવાસ ઔડાના મકાનમાં નિર્ણયનગર અમદાવાદ મુળગામ-ડિસા તા-પાલનપુર જી-બનાસકાંઠા નાને તા.૫/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી પુછપરછ કરતા તેણે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૧૪ ઈપીકો કલમ ૩૯૨ મુજબનો ગુનો કરેલ હોવાનુ અને છેલ્લા એક વર્ષમાં રાણીપ, સાબરમતી, નવરંગપુરા, ગુજરાત યુનીવર્સીટી તથા નારણપુરા વિસ્તારમાંથી તેના સાગરીત કરણ સોલંકી સાથે મળી કરણના બજાજ પલ્સર મો.સા નંબર જીજે-૧-એલજી-૩૫૮૪ ઉપર સવાર થઈ પગે ચાલતા જતા રાહદારીઓના ગળામાંની સોનાની ચેઈનની લુંટ કરેલ હોવાની કબુલાત કરતા આરોપી પાસેથી મુદામાલ રીકવર કરી તેમજ આરોપીનો બીજો સાગરીત કરન પ્રવિણભાઈ સોલંકી રહે. ઈ/૨ ગુર્જરરત્ન ફ્લેટ રાણીપ અમદાવાદ નાને હે.કો.દિલીપભાઈ વાલજીભાઈ નાઓની બાતમી આધારે ઈસ્કોન સર્કલથી તા.૬/૩/૨૦૧૪ ના રોજ પકડી ચાંદખેડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૬૨/૨૦૧૩ તથા રાણીપ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૭/૨૦૧૩ તથા નારણપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૨૫/૨૦૧૩ ના ચેઇન સ્નેચીંગના ગુનાઓ શોધી કાઢી પ્રસંશનિય સારી કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ રાખી તથા અમદાવાદ શહેરમાં બનેલ ગંભીર પ્રકારના ગુનાઓ શોધી કાઢવા અંગે પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર તથા ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તરફથી મળેલ સુચના આધારે (1) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રામેશ્વર ચાર રસ્તા, મેઘાણીનગર પાસેથી રજનીશ ફોરનસિંહ યાદવ રહે.બી/૨૬, શિવનારાયણ સોસાયટી, ભાર્ગવ રોડ, મેઘાણીનગર અમદાવાદ + ૨ =૩ નાએ ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૨,૫૦૦/- તથા ઓટોરીક્ષા નં.GJ-1-CU-8620 કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ તા.૫/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ડભોડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૪ ઈપીકો કલમ ૩૦૨ મુજબનો ખૂનનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે (2) પો.ઈન્સ. શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે બાપુનગર સરદાર પટેલ ડાયમંડ માર્કેટ સામેથી મનોજ @ મનીયો સ/ઓ લક્કીમલ ઠક્કર રહે.સત્યનારાયણ સોસાયટી જય ગરવી ગુજરાત સોસાયટી બાજુમાં GIDC + ૧ = ૨ નાઓને ચોરીથી મેળવેલ સોનાની કડી નંગ-૨ કિં.રૂ.૧૨,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- ચાંદીની પાયલ નંગ-૨ કિં.રૂ. ૨,૭૦૦/- તથા ઈમીટેશન જ્વેલરી કાનની કડી જોડી નંગ-૧ કિં. ૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૬,૯૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ તા.૫/૩/૨૦૧૪ના રોજ પકડી અટક કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૯/૨૦૧૪ ઈપીકો કલમ ૩૦૨ મુજબનો ખૂનનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. () પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઈ નાઓએ પ્રતિક દિલીપભાઈ શાહ રહે.બી/૩૬, મૃદંગ એપાર્ટમેન્ટ, પ્રજાપતિ ગાર્ડન સામે વાસણા અમદાવાદ નાની પુછપરછ કરતા સદરી ઈસમે ચોરીથી મેળવેલ પલ્સર મો.સા.નં.GJ-1-NM-9385 કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧) આઈ મુજબ તા.૫/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ ચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. (4) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે રાણીપ GST ફાટક પાસે અમદાવાદ પાસેથી મહેન્દ્રસિંહ નટવરસિંહ ચાવડા રહે.ખોડીદાસની નવી ચાલી, હોળી ચકલા, અસારવા, અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર:GJ-1-DF-862 કિં.રૂ.૧૫,૦૦૦/- ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૬/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૦ ઈપીકો કલમ ૩૭૯ કોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. (5) પો.સ.ઈ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે યશ કોમ્પલેક્ષ આગળથી ઈમરાન @ ઈમ્મી સ/ઓ સલીમભાઈ હુશેનભાઈ શેખ રહે.૫, આયશા ડુપ્લેક્ષ એકતાનગર જુહાપુરા અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ વાઘબકરી ચાના ૧ કિલોના પેકેટ નંગ-૪, તથા ૫૦૦ ગ્રામના પેકેટ નંગ-૧૮ તથા ૨૫૦ ગ્રામના પેકેટ નંગ-૯૪ તથા મીલી ચાના ૨૫૦ ગ્રામના પેકેટ નંગ-૧૦ તથા પેરાશુટ કંપનીનુ કોપરેલના ૫૦૦ એમએલની બોટલ નંગ-૩૧ મળી કુલ્લે કિં.રૂ.૧૫,૪૨૫/-ના મુદ્દામાલ સાથે પકડી સીઆરપીસી ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૬/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૪ ચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. (6) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી  આધારે બહેરામપુરા પોલીસ ચોકી સામેથી વાસીફ @ વાસુ સ/ઓ કાદરભાઈ અરબ રહે.મહાલક્ષ્મી પાંચ રસ્તા, શાલીમાર કોમ્પલેક્ષ અમદાવાદ નાએ ચોરીથી મેળવેલ નોકિયા મો.ફોન નંગ-૧, સેમસંગ મોબાઈલ ફોન નંગ-૧ મળી કુલ્લે કિં.રૂ.૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૭/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૪ ચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. (7) પો.સ.ઈ. શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયપુર દરવાજા પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી ચોરીથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એ.નં.HA10EA89665735, ચે.નં.MBLHA10EE89G48703 કિં.રૂ.૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ તા.૭/૩/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૭/૨૦૧૪ ચોરીનો ગુન્હો શોધી સારી કામગીરી કરેલ છે. આમ ડી.સી.બી. પો. સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા જુદા જુદા પો. સ્ટે.ના ખૂન તથા ચોરીઓના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-03-2014