|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના ગોમતીપુર પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે ગોમતીપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૫/૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે લોંખડ સુખદેવ મરાઠી ઉ.વ.૧૯ રહે.આંબેડકરના છાપરા રામીની ચાલી સામે રખિયાલ ગોમતીપુર અમદાવાદનાને તા.૧/૬/૨૦૧૪ ના રોજ પકડી અટક કરેલ છે. (૨) બાપુનગર પો. સ્ટે. ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૧/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કામે આરોપી વિજય ઉર્ફે કાળીયો અશોકભાઇ ઠાકોર રહે.મ.નં.૧૫૮ હરદાસનગરની ચાલી બાપુનગર અમદાવાદ તથા બીજા ૩ = ૪ નાઓને તા.૨૫/૫/૨૦૧૪ ના રોજ પકડી તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૫૩,૫૦૦/- નો મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૭/૨૦૧૨
ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનાના કામે આરોપી અબ્દુલકાદર મહંમદકરીમ રહે.મ.નં.૧, નરગીશ ડુપ્લેક્ષ મસ્તાન મસ્જીદ પાસે ફતેવાડી સરખેજ અમદાવાદ નાઓને તા.૩૦/૫/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગુનાના કામનુ ચોરી કરેલ સીબીઝેડ મો.સા.નંબર એલ.બી.૩૦૫૪ કિંમત રુ.૩૫,૦૦૦/- નુ મો.સા. આરોપી પાસેથી કબ્જે કરી મુદ્દામાલ સાથે ગુનો શોધી કાઢી સારી અને પસંશનીય કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વેજલપુર પો.સ્ટે.ના પો.ઇ.શ્રી તેમજ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. તથા સ્ટાફના માણસોએ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન તા.૨૯/૫/૨૦૧૪ કલાક ૨૧/૩૦ વાગ્યે જુહાપુરા હાજીબાવાની કુઇ પાસે જાહેર રોડ ઉપરથી બાતમી હકિકત આધારે અબ્દુલકાદર મોહમદહકેમ પઠાણ રહે.મ.નં.૧ નર્ગીસ ડુપ્લેક્ષ મસતાન મસ્જીદ પાસે ફતેહવાડી અમદાવાદ નાને CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તેની પાસેથી ચોરીનું મો.સા.નં.જીજે-૧-એમએચ-૨૫૯૯ નું કિં.રૂ.૩૦,૦૦૦/- નુ કબજે કરી કાગડાપીઠ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૭/૨૦૧૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
|