હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી સી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કારંજ પો. સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ હે.કોન્સ.રઘુવીરસિહ પ્રતાપસિહ નાઓની બાતમી આધારે કરણ અજીતભાઇ ભોજવીયા (દરજી) ઉ.વ.૨૧, રહે.જી-૬, વર્ધમાન એપાર્ટમેન્ટ, સી.પી.નગર પાસે, ઘાટલોડીયા અમદાવાદ નાને ચાણક્યપુલ નીચેથી પકડી તેને વિશ્વાસમાં લઇ સઘન પુછપરછ કરતા ઘાટલોડીયા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૩૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૪ મુજબનો લૂંટનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી ડી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કાલુપુર પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી પી.કે.અસોડા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો.સામંતભાઇ જેશાભાઇ તથા લોકરક્ષક યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ નાઓની બાતમી આધારે કાલુપુર સર્કલ પાસેથી એક શંકાસ્પદ ઇસમને હોન્ડા એવીઇટર નં-જીજે-૧-જે.એન.૩૫૯૧ સાથે રોકી તેને વિશ્વાસમાં લઇ સઘન પુછપરછ કરતા હોન્ડા એવીઇટરની ચોરી કરેલ હોવાનુ જણાઇ આવતા મળી આવેલ હોન્ડા એવીઇટર કિ.રુ.૨૦,૦૦૦/- ની સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી યુસુફખાન ઉર્ફે લાખા ઇસ્માઇલખાન પઠાણ ઉ.વ.૨૪, રહે.બલુચાવાડ લક્કી ડેકોરેશનની આગળ દરિયાપુર નાને તા.૧૧/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી તપાસ કરી દરિયાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના વાહનચોરીનો ગુનો મુદ્દામાલ-આરોપી સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કાગડાપીઠ પો.સ્ટે.હસ્તકની એસ.ટી.પો.ચોકીના હે.કો.ભીમસિંહ કરશનજી નાઓ તા.૧૧/૭/૨૦૧૪ ના રોજ એસ.ટી.પો.ચોકી અને એસ.ટી. ડેપો ખાતે હાજર હતા દરમ્યાન રાત કલાક ૨૧/૧૦ વાગ્યાના સુમારે બે બાળકો જે પૈકી (૧) વિક્રમા દશરથભાઇ પરમાર ઉ.વ.૧૫ રહે.રાધેશ્યામ બંગ્લોઝ રાણપુર રોડ ડીસા બનાસકાંઠા તથા (૨) અશોક પોપટભાઇ તળોયા ઉ.વ.૧૫ રહે.સ્પોર્ટ ક્લબની પાછળ શિવનગર રોડ ડીસા બનાસકાંઠા નાઓ મળી આવતા તેઓની શાંતીથી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેઓ બન્ને પોતાના ઘરેથી નિકળી ગયેલ હોય અને એસ.ટી.પો.ચોકી ખાતેથી મળી આવતા જેઓને પો.સ્ટે.લાવી, ડીસા પો.સ્ટે.માં સંપર્ક કરતા ડીસા સીટી ઉત્તર પો.સ્ટેશન ખાતે ફસ્ટ ગુ.ર.નં.૬૭/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૬૩Ê ૩૬૬ મુજબના કામે ભોગ બનનાર હોવાનુ જણાવતા અત્રે પો. સ્ટે. ખાતે બંને બાળકોને રાખી લઇ સ્ટે.ડા.માં નોંધ કરી બાદમાં ડીસા સીટી ઉત્તર પો.સ્ટેશનના હે.કો.નાગજીજી સ્વરુપજી બ.નં.૧૨૧૪ નાઓએ કાગડાપીઠ પો.સ્ટે.આવી જરૂરી કાર્યવાહી કરી બંન્ને બાળકોનો કબજો તેઓને સોંપી માનવતાવાદી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના એલીસબ્રીજ પો. સ્ટે.ના પો.ઇન્સ.શ્રી  દ્વ્રારા એલીસબ્રીજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૪૭/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા ફસ્ટ ગુ.ર.નં.૧૫૦/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ ના કામના તથા મિલ્કત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા આરોપી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાલી અર્જુનપ્રસાદ પ્રસાદ ઉ.વ.૨૪, રહે.પાલડી ચાર  રસ્તા પાસે, ફુટપાથ પર, અમદાવાદ શહેર મુળગામ-મખાપલા તા.કોશીંગા જીલ્લો-કટક ઉડીસા નાઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત ભરી મે.પો.કમિ.સા.શ્રીની કચેરીના પત્ર ક્રમાંક:પીસીબી/ડીટીએન/પાસા/૫૯૭/૨૦૧૪               તા.૨૫/૬/૨૦૧૪ થી આરોપી વિરુધ્ધ રાજકોટ જેલ ખાતે મોકલવાનો હુકમ મેળવી, પાસા હુકમની બજવણી કરી તા.૯/૭/૨૦૧૪ ના રોજ રાજકોટ જેલ ખાતે જેલમાં કેદ રહેવા સારૂ મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એન” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના આનંદનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ આનંદનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૭૮/૨૦૧૪ ઇપીકો ક્લમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના કામના આરોપીઓએ છળકપટથી મેળવેલ મુદ્દાલાલ જુદી જુદી કંપનીની કાંડા ઘડીયાળો તા.૧૨/૭/૨૦૧૪ ના રોજ બપોરના સમયે શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ સીટીગોલ્ડ થીયેટર પાસે કોઇ ગ્રાહકને વેચવા માટે આવવાની બાતમી આધારે વોચ ગોઠવી આરોપીઓ (૧) રાજેશ S/O પ્યારઅલી નરસંધાણી (ખોજા) ઉ.વ.૩૪ રહે.બી/૧૧, ખોજા સોસાયટી, વૈદમંદિર રોડ, ફુટબોલ ગ્રાઉન્ડ પાસે કાંકરીયા અમદાવાદ તથા (૨) સલીમ ફિરોજઅલી જીવાણી (ખોજા) ઉવ.૩૩ રહે.બી/૩/૪, આર્મની એપાર્ટમેન્ટ ફ્તેગંજ વડોદરા નાઓને ગુનાના મુદ્દાલાલ જુદી જુદી કંપનીની કાંડા ઘડીયાળો નંગ-૬ કુલ કિ.રુ.૧,૧૨,૫૮૫/ ની તથા ગુનામાં વાપરેલ સફેદ સ્વીફ્ટ કાર GJ-1-FC-2111 તથા રોકડા નાણા મળી કુલ રુ.૫,૭૮,૦૮૫/ ના મુદામાલ સાથે પકડી બન્ને આરોપીઓની વધુ ઘનીષ્ટ પુછપરછ કરતા બન્ને આરોપીઓએ અમદાવાદ શહેરના ઓઢવ, નરોડા, રામોલ, સી.ટી.એમ. વિસ્તારના તથા વડોદરા અને સુરતના દુકાનદારોને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરીને (૧) જુદી જુદી કાંડા ઘડીયાળો (૨) Haier કંપનીનું ૦૨ LED ટી.વી. (૩) ત્રણ આર.ઓ.મશીન અને એક વોટર કુલર (૪) એપોલો, બ્રીજસ્ટોન, સીએટ,MRF કંપનીના ફોરવ્હીલ ટાયર નંગ-૧૦ (૫) જીન્સપેન્ટ નંગ-૩૦ (૬) એન્કર કંપનીના વાયરના બોક્ષ નંગ-૭ (૭) જુદી જુદી કંપનીના નવા બોક્ષપેક મોબાઇલ ફોન નંગ-૧૯ (૮) સીંગતેલ તથા કપાસીયા તેલના ડબ્બા નંગ-૨૦ મેળવેલ હોવાની ક્બુલાત કરતા જે તમામ ચીજ વસ્તુઓની કુલ કિમત  રુ.૯,૦૩,૯૫૮/- ની મતાનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ક્બજે કરી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. આનંદનગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧૬૭/૨૦૧૪ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબના કામે જીતેન્દ્ર ગોવિંદભાઇ પટેલ નામનો ઇસમ પોતાના જોધપુર ગામ નજીક ચંદન પાર્ટી ચાર સસ્તા પાસે આવેલ વિનાયક બંગલા નં. ૫ માં પોતાના આર્થિક ફાયદા સારૂ ગંજીપાના વડે તીન પત્તિનો નાણાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી હકિકત આધારે તા.૯/૭/૨૦૧૪ ના કલાક ૨૧/૩૦ વાગેના સુમારે સદરી જ્ગ્યાએ રેડ કરી જુગારના નાણા રૂ.૧,૧૩,૯૦૦/- તથા દાવના નાંણા રૂ. ૪૩૦૦/- તથા મોબાઇલ નંગ.-૬ કિં.રુ. ૧૭,૫૦૦/- મળી કુલ રુ.૧,૩૫,૭૦૦/ ના મુદ્દામાલ સાથે કુલ-૬ આરોપીઓની ધરપકડ કરી જુગારની સફળ રેડ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “મહીલા” પો.સ્ટે. તથા તાબાના અધિકારી તથા માણસો દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી તેમજ છેડતીના બનાવો બનતા અટકાવવા તથા સલામતી જાળવવાના હેતુસર જુદા જુદા બે સેમિનાર યોજવામાં આવેલ છે. અને તેમાં (૧) તા.૧૦/૭/૨૦૧૪ ના રોજ અખિલહિંદ સંસ્થા ની કુલ-૭૦ બહેનો તથા (૨) સેન્ટ ઝેવયર્સ સોસાયટીના નેઝા હેઠળ કુલ-૬૦ બહેનોને કાયદાકીય જ્ઞાન અને સ્વરક્ષણની તાલીમ આપી, અન્ય બહેનો પણ પોતાનુ સ્વ-રક્ષણ કરી શકે તેવા આયોજનો કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી એસ.બી.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે અબ્બાસ @ રાજુ @ શેદ S/O સૈફુદ્દીન ઉકાણી રહે.વલ્લભ સોસાયટી, એ/૩૦૩, ત્રીજો માળ, ફન સિનેમા સામે. નાલા સોપારા. જિ.થાણા મહારાષ્ટ્ર + =   નાઓને ડીસીબી કચેરીએ પુછપરછ દરમ્યાન રોકડ નાણા રૂ.૧,૪૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬ કિં.રૂ.૩૨,૬૦૦/- તથા સોનાની ચેઈન ગણપતિના પેન્ડલ સાથે કિં.રૂ.૫,૧૦,૧૦૦/- તથા સોનાની લક્કી ડાયમંડવાળી-૧ કિં.રૂ.૩,૩૨,૨૦૦/- તથા સોનાની લક્કી-૧ કિં.રૂ.૫૬,૧૦૦/- તથા સોનાની ચેઈન-૧ કિં.રૂ.૫૮,૬૦૦/- સોનાની વીંટી ગુરૂ નંગવાળી-૧ કિં.રૂ.૨૬,૫૦૦/- તથા વેગનઆર નં.MH-48-P-7107 કિં.૩,૦૦,૦૦૦/-ની મળી કુલ્લે રૂ.૧૪,૬૦,૧૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ નં.૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ તા.૮/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સદરી મુદ્દામાલ પૈકિ નાણાના મુદ્દામાલ બાબતે મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૪/૨૦૧૪ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી એલ.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પાલડી ચાર રસ્તા પાસેથી રાકેશ @ રાકલો રમેશભાઈ રાવળ રહે.પાલડીગામ કુંભારવાસ નાને સોનાની ચેઈન તથા પેન્ડલ સાથે કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૮/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૦/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો. સ્ટે. ફસ્ટ ૮૦/૨૦૧૨ ઈપીકો કલમ ૩૯૨ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) હે.કો.શ્રી પ્રફુલકુમાર રામજભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસેથી મહેબુબ @ ઝોંસન S/O આબીદભાઈ શેખ રહે.૧૫૮, લલ્લુ સવજીનો વાડો જનસત્તા પ્રેસની સામે પેટ્રોલ પંપ અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.સા.-૧ નં.GJ-1-JR-1715 કિં.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલફોન નંગ-૧ કિં.રૂ. ૫,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ.૦૯/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૦/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (4) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે ખમાસા ચાર રસ્તા પાસેથી મીનાબેન બબરુવાન ચન્દ્રભાણ ઘમંડે ચારા રહે.ફ્રી કોલોની એડવોકેટ ચતુર રાણાના મકાનની બાજુમાં છારાનગર કુબેરનગર સરદારનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સોનાનુ મંગળસુત્ર-૧ કિં.રૂ.૭૦,૦૦૦/- ની મતા સાથે જા.જોગ.૧૧/૨૦૧૪ CRPC કલમ ૧૦૨ મુજબ તા.૧૨/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) પો.સ.ઈ.શ્રી પી.બી.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા બ્રીજ નીચેથી શોએબ બદરુદ્દીન લીલગર રહે.૧૨૫૧, ચાંપદારનુ ડહેલુ આફતાબ બેકરીની સામે કાચની મસ્જીદ જમાલપુર  અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.સા.નં.GJ-1-LN-9509 ની સાથે જા.જોગ.૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૩/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૪૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 16-07-2014