|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સોલા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એસ.એમ.પટણી તથા પો.ઇન્સ શ્રીઓએ આપેલ સુચના મુજબ સોલા પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૨૩૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૮૦, ૪૨૭, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીએ ગયેલ ઇન્ટેલ કંપનીના બે લેપટોપ કિ.રૂ.૨૦.૦૦૦/- ની મતાની ચોરી કરનાર ઇસમ બાબતે બાતમી હકીકત આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રાજ ઉર્ફે રાજેશ S/O ઘનશ્યામભાઇ રાણા ઉ.વ.૧૪ અને ૮ માસ રહે.બ્લોક નં.૩૧૦ ઘર નં.૩૭૧૮ ગોતા હાઉસીંગ બહુચર ચોક શેઠ અમુલખ વિધ્યાલયની સામે ગોતા અમદાવાદ નાઓનો ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ લેપટોપ સાથે તા.૧૪/૯/૨૦૧૪ ના રોજ મળી આવતા ઇન્ટેલ કંપનીના બે લેપટોપ કિ.રૂ.૨૦.૦૦૦/- ની મતાની રીકવર કરી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર્ રાજ ઉર્ફે રાજેશ S/O ઘનશ્યામભાઇ રાણા નાઓને ગુજરાત જુવેનાઇલ જ્સ્ટીસ રુલ્સ ૨૦૧૧ ની ૧૧.૯ ની જોગાવાઇનુ પાલન કરી તેના વાલીને નોટીસ આપી તેમના સારસંભાળ તથા દેખભાળ હેઠળ સોપી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ડી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ શહેરકોટડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ શહેરકોટડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૧૧/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૭, ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના કામના ફરીયાદી ફરીયાદના કામમાં નરોડારોડ અમરનાથ એસ્ટેટ શેડ નં-૮૧ થી ૮૬ ઉન્નતિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની માંથી કોપર વાઇન્ડીંગના વાયરોના બોકસ નં.૬૦ કિ રૂ.૨,૪૬,૦૦૦/- તથા ડીવીઆર સિસ્ટમ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મ્યુઝીક સિસ્ટમ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા લેપટોપ નંગ-૨ કિ.રૂ.૧૫,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૨,૯૧,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયેલ જેમાં તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્કોર્ડના હે.કો હમીરભાઇ અળસીભાઇ બ.નં-૭૮૫૬ તથા પો.કો.નિલેષકુમાર નટવરલાલ બ.નં.૯૭૯૭ નાઓની સંયુકત બાતમી હકિકત આધારે આરોપી નં.૧ દેવરાજ @ ડાકરી S/O રાજાભાઇ બઢીયા ઉ.વ.૧૯ રહે.વાગળપુરાની ચાલી વિજયમીલ નરોડા રોડ તથા નં.૨ દિપક @ માલો S/O આલજીભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.પારસીનો ભઠ્ઠો ડી કોલોની સામે નરોડા રોડ નાઓને તા.૧૩/૯/૨૦૧૪ ના રોજ કલાક ૧૪/૧૫ વાગે પકડી અટક કરેલ તથા આરોપી નં.૩ દિપક @ ડોલી S/O વાલજીભાઇ સાવરીયા ઉ.વ.૩૦ રહે.આરોપી નં.૨ મુજબ તથા આરોપી નં.૪ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર નામે હિતેશ @ હિડો રતિલાલ પરમાર ઉ.વ.૧૭ રહે.આરોપી નં.૧ મુજબ નાઓને તા.૧૩/૯/૨૦૧૪ ના કલાક ૧૭/૩૦ વાગે પકડી અટક કરી તમામ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ વાઇન્ડીંગના તાંબાના વાયરો ઇન્સ્યુલેશન બાળી નાખેલ તાબાના વાયરો મળી કુલ્લે ૧૨૮.૮૬૦ કિ.ગ્રામ જે તમામની કુલ્લે કિ.રૂ. ૬૯,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાપુનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૮૦/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯, ૩૫૬, મુજબના કામે હે.કો.બટુકભાઇ કાભઇભાઇ તથા હે.કો.નરેન્દ્રભાઇ મહોબતસિહ તથા કિરીટસિહ રણજીતસિંહ નાઓની સંયુકત બાતમી આધારે પો.સ.ઇ.શ્રી એસ.એ.પટેલ નાઓએ આરોપી અજય ઉર્ફે બાદશાહ ગોવિંદભાઇ પટેલ રહે.૧૦ નવદિપ કોમ્પલેક્ષ સૈજપુર અમદાવાદ નાઓને ચોરીએ ગયેલ મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૯/૯/૨૦૧૪ના રોજ પકડી અટક કરી બાપુનગરનો ઉપરોક્ત તથા રામોલ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૧૩/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમરાઇવાડી પો.સ્ટે.ના અધિકારી તથા માણસો તા.૧૧À૯À૨૦૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે.કો.ધર્મેન્દ્રસિહ ભગવતસિહ નાઓની બાતમી આધારે ઓટોરીક્ષા ન.જી.જે.૧ સી.ઝેડ ૯૦૫૮ ને સ્વસ્તીક ચાર રસ્તા પાસેથી રોકી આરોપી પાર્થ ઉફ્રે હેરીપોટર S/O વિનોદચન્દ વિંછી ઉવ.૨૨ રહે.મ.ન.૫૧ રાધા કૃષ્ણનગર વિ.૩ હાટકેશ્વર અમદાવાદ નાઓને એકલવ્ય સોફ્ટવેર આધારે તપાસ કરતા એલીસબ્રીજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૨૩À૨૦૧૪ મુજબના કામે ચોરીએ ગયેલ હોય કાયદેસર કાર્યવાહી કરી એલીસબ્રીજ પો. સ્ટે. નો વાહનચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૫
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે તા.૧૦/૯/૨૦૧૪ ના રોજ ફરીયાદીશ્રીની સી.એન.જી.ઓટોરીક્ષા નં.જી.જે.૧.એ.વી.૯૩૦૨ કિ.રુ.૨૨,૦૦૦/- ની ચોરીએ ગયેલ જે ગુના સબંધે ઘનિષ્ટ તપાસ કરી બાતમી આધારે આરોપી (૧) ઇમરાન જાકીરહુસેન સૈફી ઉ.વ.૨૧ રહે.જુહાપુરા અમદાવાદ (૨) મુસ્તાકભાઇ હમીદભાઇ શેખ રહે.સંકલીતનગર શાળા નં.૧ પાસે જુહાપુરા અમદાવાદ નાઓને તા.૧૧/૯/૨૦૧૪ ના રોજ ચોરીએ ગયેલ સી.એન.જી. ઓટોરીક્ષા સાથે પકડી અટક કરી ટુંક સમયમાં જ વાહન ચોરીનો ગુનો આરોપી મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૬
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે. તથા ના.પો.કમિ.શ્રી ઝોન-૨ સ્ક્વોડના અધિકારી તથા માણસો દ્વારા ચાંદખેડા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૭૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના આરોપી ભરત ઉર્ફે જસ્ટીન S/O ભિખાભાઇ પરમાર ઉ.વ.૨૧ રહે.જે/૭૧૧ રેલ્વે કોલોની ભુતબંગલા જવાહર ચોક સાબરમતી પાસે અમદાવાદ નાને ઝોન-૨ સ્કોડના માણસોએ બાતમી આધારે તા.૧૧/૯/૨૦૧૪ ના રોજ પકડી ખૂનનો ગુનો શોધી કાઢી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|
૭
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈન્સ.શ્રી ડી.એચ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખોખરા બ્રીજ પાસેથી જાનમહંમદ ઉર્ફે કાલુ S/O ફકીરમહંમદ શેખ ઉ.વ.૨૮ રહે.ડાહ્યાભાઈ કડીયાની ચાલી રખિયાલ અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.ફોન-૧ કિ.રૂ.૪,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૭/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રખિયાલ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૪/૨૦૧૩ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે, (2) હે.કો.પ્રફુલકુમાર રામજીભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રખિયાલ ચાર રસ્તા પાસેથી સંજ્ય ઉર્ફે લોખંડ S/O સુખદેવભાઈ ભીલાડ ઉ.વ.૨૦ રહે.આંબેડકરનગર છાપરા રામીની ચાલી રખિયાલ અમદાવાદનાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન કિં.રૂ.૮,૧૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૨/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી રખિયાલ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૫૪/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ખોડીયારનગર પાસેથી (૧) પ્રવિણ દયારામભાઈ ચૌહાણ ઉ.વ.૨૩ રહે. ૪, કાળાવદની ચાલી ઓઢવ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ નંગ-૧ કિં.રૂ.૫૦૦/-ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૨/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ઓઢ્વ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૭૪/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રીલીફ સિનેમા પાસેથી (૧) ઈમ્તીયાઝ ગુલામહુસેન કુંભાર ઉ.વ.૨૭ રહે.૨૮૬૯ હલીમની ખડકી શાહપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૭, કિં.રૂ.૨૭,૫૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૨/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૭૮/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયખડ પાવાગઢ ચોક પાસેથી (૧) સરફરાજ મહેબુબભાઈ રજાઈવાળા રહે.નુરપેલેસ ફ્લેટ પતરાવાડી ચાલી રાયખડ નાને ચોરીથી મેળવેલ એવીએટર નં. જી.જે.૧.એન.એલ.૯૭૦ કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી, મુજબ તા.૭/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગોમતીપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૩/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા વિશાલા સર્કલ ઉપરથી (૧) ભરતભાઈ ઉકાભાઈ ગોહેલ ઉ.વ.૨૨ રહે.ગામ આંબલપાળા તા.વેરાવળ સોમનાથ નાને ચોરીથી મેળવેલ ટોયટો ફોર વ્હીલ વાહન કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૦/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.ઈન્સ.શ્રી જે.એસ.ગેડમ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પીરાણા ચાર રસ્તા પાસેથી (૧) યુસુફ યામીનખાન ઝોંઝે ઉ.વ.૨૪ રહે.૮,રહેમતનગર નવાપુરા વટવા અમદાવાદ+૧ નાને ચોરીથી મેળવેલ મો.સા.નં.જી.જે.૨૭.કે.૧૯૦૮ કિં.રૂ.૩૦,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૧/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. (8) પો.સ.ઈ. શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કોયલી તલાવડી પાસેથી (૧) ગોપાલ ગોતાજી ચુનારા ઉ.વ.૨૩ નાને ચોરીથી મેળવેલ મો.સા. (૧) જીજે.૧.એફ.એફ.૭૬૦૦ તથા (૨) જી.જે.૧.જી.કે.૮૦૩૭ ની કુલ્લે કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૧૩/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૮/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો તથા વડનગર પો.સ્ટે.નો વાહનચોરીનો ગુન્હો શોધી કાઢેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|