હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઘાટલોડીયા પો.સ્ટે.ના સીની.પો.ઇ.શ્રી એ.જી.ગોહીલ તથા સ્ટાફના માણસોએ કૌશીક બુલાકીદાસ પટેલ રહે.બી-૦૨/૬૨ મધુવૃંદ સોસાયટી, કે.કે.નગર ઘાટલોડીયા નાઓના રહેણાક મકાને બાતમી આધારે રેઇડ કરતા વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૦૭ તથા બીયર નંગ-૬૮ તથા મો.ફોન-૧ મળી કુલ્લે રૂ.૧,૬૮,૪૦૦/- ની મત્તા સાથે પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧)સાબરમતી પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી યુ.જે.જોષી તથા માણસોએ સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં૧૨૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોસ્કો એક્ટ કલમ ૪ મુજબના ગુનાની તપાસના કામે ઘનિષ્ઠ અને ખૂબજ ખંત પૂર્વક નોકરીના સમય કરતા વધુ સમય રોકાઇ ફરીયાદીની દિકરી (ભોગ બનનાર) તથા આરોપી દિપક ઉર્ફે નથ્થુ રમેશભાઇ મારવાડી ઉ.વ.૨૨, રહે.લક્ષ્મણજીની ચાલી, ધર્મનગર, સાબરમતી અમદાવાદ નાઓને શોધી કાઢી આરોપીને તા.૨૩/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે, અને ભોગ બનનાર સગીર વયની દિકરીને તેના માતાપિતાને સોપી પ્રસંશનીય અને સારી કામગીરી કરેલ છે. તથા (૨)  સાબરમતી પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી કે.એમ.છાસીયા તથા સ્ટાફના માણસોએ સાબરમતી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૩૩/ ૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૦૨, જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામમાં આ ગુનો કરી નાસતા ફરતા આરોપી દિનેશ ઉર્ફે ટીનો બાબુજી ઠાકોર રહે.૨૪૨, ગાંધીવાસ-૨, ઇન્દીરાનગર જનપથ હોટલ પાછળ, ઠાકોરવાસ, સાબરમતી અમદાવાદ નાને ખાનગી બાતમીદારોથી ટુંક સમયમાં પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી વી.એમ.ઝાલા તથા માણસોએ સેટેલાઇટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૨૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ઘનિષ્ઠ તપાસ કરી બાતમી આધારે અશોક S/O વિજયભાઈ ધુરજીભાઈ ઠાકોર ઉ.વ.૨૯ રહે.જીજી ગર્લ્સ હોસ્ટલની બાજુમાં, ભરવાડવાસ, સોલા, અમદાવાદ મુળગામ-હાજીપુર તા.કડી જી.મહેસાણા નાઓને કાળૅઅ થેલામાં ચોરીના રોકડ રૂ.૫૬,૫૦૦/-, મોબાઈલ ફોન-૨ મળી કુલ્લે કિ.રૂ.૭૨,૯૯૯/- ની મત્તા સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ આરોપી સાથે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, તથા સેટેલાઈટ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૨૬/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯, ૫૧૧ મુજબના કામે પો.સ.ઈ.શ્રી પી.કે.બ્રહ્મભટ્ટ તથા માણસોએ બાતમી આધારે બ્રીજેશ હરીકુમાર તીવારી ઉ.વ.૨૭ રહે.પતરાવાળી ચાલી અમરાઈવાડી અમદાવાદ નાઓને તા.૨૭/૯/૨૦૧૪ ના રોજ પકડી કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ આરોપી સાથે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૨/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ તથા ફસ્ટ ગુ.ર.નં. ૧૯૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે પો.સ.ઈ.શ્રી પી.કે.બ્રહ્મભટ્ટ તથા માણસોએ બાતમી આધારે ચોરીમા ગયેલ મુદ્દામાલ મો.સા. સાથે આરોપી (૧) જગદીશ જેન્તીલાલ પટેલ (૨) જીગર અશોકભાઈ પટેલ બન્ને રહે.કડી, જી.મહેસાણા નાઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ આરોપી સાથે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, તથા સહ આરોપી (૩) જયેશ બાબુભાઈ પ્રજાપતી રહે.કડી, જી.મહેસાણા નાઓને શોધી કાઢવા તજવીજ ચાલુ છે. તથા આનંદનગર પો.સ્ટે.ના લોક રક્ષક પ્રકશભાઇ રમેશભાઇ તથા લોક રક્ષક રમેશભાઇ કાનજીભાઇ નાઓની બાતમી હકિકત આધારે ચંદ્રકાન્ત ઉર્ફે ચંદો બળદેવભાઇ પ્રજાપતિ ઉવ.૪૪ રહે.૪૫, રોનકપાર્ક સોસા. નવરચના સ્કુલ સામે ન્યુ રાણીપ અમદાવાદ નાઓને મો.સા.નં.GJ-23-E-1154 સાથે તા.૨૩/૯/૨૦૧૪ ના રોજ પકડી ઘનીષ્ટ પુછપરછ કરતા સદરી મો.સા. આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૬/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો મુદ્દામાલ આરોપી સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.ઈન્સ.શ્રી એસ.આર.ટંડેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સુભાષબ્રીજ સર્કલ પાસેથી મુકેન્દ્રસિંહ ઉર્ફે મોન્ટુ દિલુભા વાઘેલા રહે.૯૯, નર્મદનગર સોસાયટી, રાણીપ અમદાવાદ + ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ સ્કોડા રેપીડ કાર નંબર:GJ-1-RA-4565 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૨/૯/૨૦૧૪ ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા દરવાજા પાસેથી અમનુલ્લા ઉર્ફે મણીલાલ હબીબભાઈ કુરેશી રહે.ડાહીની ખડકી સામે, આંબલીગામ નાને ચોરીથી મેળવેલ સોના-ચાંદીના દાગીના કિં.રૂ.૧,૫૧,૪૨૦/- તથા CNG રીક્ષા નંબર: GJ-1-BZ-1662 કિં.રૂ.૭૦,૦૦૦/-ની મતા સાથે તા.૨૪/૯/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી (૧) રાણીપ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૯૦/૨૦૧૩ ઈપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા (૨) સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૬૨/૨૦૧૩ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) અ.હે.કો.પ્રફુલકુમાર રામજીભાઈ બ.નં.૯૩૫૬ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ પાસેથી ભાવેશ ઉર્ફે બંટી સુરેશભાઈ ઓડેદરા રહે.કાચા છાપરા APMC માર્કેટ પાસે વેજલપુર નાને ચોરીથી મેળવેલ પેશન મો.સાયકલ નંબર GJ-1-DM-7981 કિં.રૂ.૧૨,૦૦૦/-ની મતા સાથે તા.૨૪/૯/૨૦૧૪ ના રોજ સીઆરપીસી ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી ઈસનપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૫૮/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) મ.સ.ઈ.રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કંચલ પેલેસ હોટલ સામે જાહેર રોડ ઉપરથી આસુતોષ વર્ધમાન જૈન રહે.એન/૧૪, ગોકુલધામ ફ્લેટ, વેજલપુર અમદાવાદનાને ચોરીથી મેળવેલ બજાજ સીટી-૧૦૦ મો.સાયકલ નં.GJ-1-FP-6590 કિં.રૂ.૨૦,૦૦૦/-ની મતા સાથે તા.૨૬/૯/૨૦૧૪ ના રોજ સીઆરપીસી ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ઈસનપુર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

             આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-10-2014