|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એફ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પો.સ્ટે.ના પો.કો. શૈલેષકુમાર નવજીભાઇ નાઓની બાતમી આધારે તા.૨૩/૯/૨૦૧૪ ના રોજ આરોપી મનીષા D/O કમલેશભાઇ ઠાકોર રહે.રણછોડપુરા, શાંતીલાલ જ્ઞાનદાસની ચાલી શાહીબાગ નાને સીસીટીવી કેમેરા સાથે પકડી શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૮/૨૦૧૪ નો ઘરફોડ ચોરીનો ગુનો મુદ્દામાલ આરોપી સાથે શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે તા.૪/૧૦/૨૦૧૪ ના રોજ આરોપી ચિરાગ એપ્રેન ગૌડ ઉ.વ.૧૯ રહે.ફોરજન બ્લોરની સામે, વિજય મીલ, મ્યુ.શાળાના છાપરા નરોડારોડ નાને મો.સા.નં.જીજે-૧-સીઆર-૯૪૭૮ કિ.રૂ. ૧૫,૦૦૦/- ની મત્તા સાથે CRPC કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ પકડી ઘનિષ્ઠ તપાસ કરી મેઘાણીનગર પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૩/૨૦૧૪ નો ગુનો મુદ્દામાલ આરોપી સાથે શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા ઓઢવ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા તા.૫/૧૦/૨૦૧૪ ના સવાર કલાક ૮.૦૦ થી ૧૩.૦૦ વાગ્યા સુધી ઓઢવ સીગરવા જીલ્લા કલ્યાણ સંઘ ‘રમાબેન ઝવેરી વૃધ્ધા આશ્રમ’ ખાતે મફત રોગ નિદાન તથા સારવાર કેમ્પનુ આયોજ્ન કરી અલગ અલગ રોગોના નિષ્ણાત ડોકટરશ્રીઓ બોલાવી વૃધ્ધા આશ્રમમાં રહેતી ૨૧ વૃધ્ધ માતાઓની શારીરીક તપાસણી કરાવી, તમામને જરુરી દવાઓ‚ ચશ્મા વિગેરે મફત આપવામાં આવેલ તેમજ ઓઢવ વિસ્તારના સિંગરવા‚ ક્ઠવાડા‚ ભુવાલડી‚ ચોસમીયા‚ નવરંગપુરા તથા નિકોલગામના કુલ્લે-૧૧૦૭ ગરીબ દર્દીઓને મફત રોગ નિદાન તથા દવાઓ તથા ચશ્મા વિગેરે આપવામાં આવેલ, તેમજ આ કેમ્પમાં ઓઢવ પો.સ્ટે.ના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ હાજર રહી પ્રજાની સેવા કરી પોલીસ અને પ્રજાના અનોખા અને અતુટ બંધુત્વ ભાવનાઓની અજોડ સેતુ રુપ સમાજસેવાનુ ઉમદા કાર્ય કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.
|
૩
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) મ.સ.ઈ.રમેશભાઈ કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે એલીસબ્રીજના છેડા પાસેથી ઈરફાનખાન એહમદખાન પઠાણ રહે.શાહપુર મીલ કમ્પાઉન્ડ KGN પાન પાર્લર, અમદાવાદનાને ચોરીથી મેળવેલ સોનાના દાગીના કિ.રૂ.૨,૨૪,૪૦૦/-ની મતા સાથે તા.૨૯/૯/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગોતા બ્રીજ પાસેથી લક્ષ્મણ ઉર્ફે બચુ S/O કુલીયાભાઈ કટાર રહે.હીરાભાઇ જૈનના ગાયના તબેલામાં હેલ્મેટ સર્કલ અમદાવાદનાને ચોરીથી મેળવેલ એક્ટીવા નં.GJ-1-LP-702 કિં.રૂ.૨૫,૦૦૦/- તથા નંબર પ્લેટ વગરની એક્ટીવા કિં.૨૫,૦૦૦/- ની મતા સાથે તા.૨/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સોલા પો.સ્ટે.નો ગુન્હો શોધી કાઢેલ છે. (3) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે અશરફખાન ઉર્ફે રાજુ S/O જુમ્માખાન પઠાણ રહે. એ/૨૧૦ મુબારક સોસાયટી ટેલી હોટલ પાછળ જુહાપુરા અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.સા.નં.GJ-1-ME-7964 કિં.રૂ.૨૫,૦૦૦/-ની મતા સાથે તા.૩/૧૦/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી કારંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૬/૨૦૧૪ ઈ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈ.શ્રી સી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયપુર દરવાજા પાસેથી પ્રભાત ઉર્ફે પીન્ટુ S/O બચુભાઈ લોધા રહે.રાયપુર દરવાજા બહાર ખાડીયા અમદાવાદનાને ચોરીથી મેળવેલ મો.સા.નંબર: GJ-1-JD-2347 કિં.રૂ.૨૫,૦૦૦/-ની મતા સાથે તા.૪/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|