હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ડી ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ શહેરકોટડા ના અધિકારી તથા માણસો દ્વારા શહેરકોટડા પો.સ્ટે ફ.ગુ..નં.૧૯૪/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ કામે બાતમી આધારે આરોપી (૧) સુરેશ @ સુરીયો S/O રમણભાઇ શંકરભાઇ પટણી ઉ..૨૫ રહે.પટણીનગર અસારવા રેલવે સ્ટેશનની પાછળ અસારવા અમદાવાદ (૨) દિનેશ S/O રમેશભાઇ મણીલાલ પટણી ઉ..૨૫ રહે. પટણીનગર રામચંદ્ર કોલોની બગીચા પાછળ ચમનપુરા અસારવા અમદાવાદ (૩) દિપુ S/O ઓમપ્રકાશ લક્ષ્મણદાસ ચૌધરી ઉ..૧૯ રહે. ભવાનીનગરનો ટેકરો રણછોડજીના મંદિરના પાસે રબારી વસાહત ઓઢવ અમદાવાદ નાઓને ગુન્હાના કામે તા.૫/૧૧/૨૦૧૪ ના કલાક ૧૮/૪૫ વાગે પકડી ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ કિ રૂ.૮૬,૫૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ ઘનિષ્ઠ તપાસ કરી શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ..નં.૨૫૩/ ૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો તથા નરોડા પો.સ્ટે. ફ.ગુ..નં.૫૭૮/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા બાતમી આધારે (૧) નરેશ ઉર્ફે કાળુ કુમારભાઇ દેહલાણી ઉ.વ.૩૫ રહે, મ.નં.૬, ધુવ એપાર્ટમેન્ટ સરગમપાર્ક પાસે ક્રુષ્ણનગર નરોડા નાઓને તા.૮/૧૧/૨૦૧૪ ના રોજ પકડી બાપુનગર પો.સ્ટે.જા.જોગ નં.૭૩/૨૦૧૪ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વધુ તપાસ કરી શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૬૫/૨૦૧૩ ઇપીકો કલમ ૩૯૭ મુજબનો ગુનો શોધી કાઢેલ છે. તથા (૨) બાપુનગર પોલીસ સ્ટેશન સ્ટે.ડા.નં.૨૦/૨૦૧૪ તા.૯/૧૧/૨૦૧૪ ના કલાક ૨૨.૩૦ વાગે હરદાસનગરની ચાલીમાંથી એક ખોવાયેલ બાળક રેહનાપત S/O જીલાની ઉસ્માન શેખ ઉ.વ.૪ નાનો તા.૯/૧૧/૨૦૧૪ ના કલાક ૧૯.૦૦ વાગે મળી આવતા તેના વાલી વારસની તપાસ કરી તેના પિતા જીલાની ઉસ્માન શેખ ઉ.વ.૩૬ રહે.મ.નં.૨૩ કાસમછીપાની ચાલી લકી હોટલની પાછળ રખિયાલ નાઓ મળી આવતા જરૂરી તપાસ કાર્યવાહી કરી વિખુટા પડેલા બાળકને તેના પિતાને સહી સલામત પરત સોપી માનવતાવાદી પ્રસંશનિય સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા કાગડાપીઠ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૨/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે બાતમી આધારે ગુનામાં ચોરીએ ગયેલ સી.એન.જી.ઓટોરીક્ષા નં.જી.જે.૧.બી.યુ.૪૧૩૧ કિ.રુ.૨૫,૦૦૦/- ની મત્તા સબંધે ઘનિષ્ઠતપાસ કરી બાતમી આધારે ઇરફાનભાઇ મદારભાઇ સૈયદ ઉ.વ.૨૩ રહે.મ.નં.૨૪ નુરનગર સોસાયટી મસ્જીદની ગલીમાં ગોલ્ડન સિનેમાની પાસે વટવા અમદાવાદ નાઓની તા.૮/૧૧/૨૦૧૪ ના કલાક ૧૧/૦૦ વાગે પકડી અટક કરી ગુનો શોધી કઢી સારી કામગીરી કરેલ છે.   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્વારા ચાંદખેડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબના આરોપી ઘનીયો કિશનજી મારવાડી ઉ.વ.૨૧ રહે.સંતોષીનગરના છાપરા પાણીની ટાંકી પાસે કુબેરનગર સરદારનગર અમદાવાદ નાની પાસેથી ચોરીમાં ગયેલ ૧.આઇકોન એપલ કંપનીનો ૨.લીનોવા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૧,૦૦૦/- ની મત્તાના કબજે કરી મુદામાલ રીકવર કરી સારી અને પ્રસન્સનીય કામગીરી કરેલ છે, તથા પો.કો.અશ્વિનભાઇ મણીલાલ બ.નં.8720 નાઓની બાતમી હકીકત આઘારે આરોપી નરેન્દ્રભાઇ રમણભાઇ પટેલ રહે-બી/104 શ્યામ સૃષ્ટી ચેનપુર નાને હિરોહોન્ડા સ્પ્લેન્ડર નં-જીજે-1-એમ-આર-6039 નુ કિ.રૂ.25,000/- ની મત્તા સાથે તા.૮/૧૧/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નવરંગપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો ડીટેક્ટ કરી સારી અને પ્રસંસનીય કામગીરી કરેલ છે

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ આનંદનગર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.વી.જાડેજા નાઓનેતા.૦૪/૧૧/૨૦૧૪ ના રોજ એક અજાણ્યા મો.ફોન ઉપરથી ફોન આવેલ અને જણાવેલ કે “હું એલીસબ્રીજ પુલ ઉપર ઉભો છું અને આત્મહત્યા કરવા જઇ રહ્યો છું” તેમ જણાવેલ જેથી તુરત જ પો.ઇન્સ. શ્રીએ સમય સુચકતા વાપરી તેને શાંત્વના આપી તેની સમસ્યા જાણી તેને યોગ્ય માર્ગદર્શન આપી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોતાની પાસે આનંદનગર પો.સ્ટે. આવવા જણાવેલ અને ખરેખર મદદરૂપ થવાની ખાતરી આપેલ બાદ પો.ઇન્સ શ્રીએ પોલીસ  કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી તુરત જ પોલીસ વાહન એલીસબ્રીજ પુલ ઉપર મોકલી આપવા વિનંતી કરી કાર્યવાહી કરવા જણાવેલ તે સમયે મોબાઇલ ફોન ઉપર વાતચીત થયા અનુસાર તે વ્યક્તિ આનંદનગર પો.સ્ટે.માં આવી પોતે પોતાનું નામ પાર્થ હોવાનું જણાવેલ અને પોતાની સમ્રગ આપવીતી પો.ઇન્સ.શ્રી નાઓને જણાવેલ બાદ પો.ઇન્સ.શ્રી નાઓએ તેને પોતાના પિતા વિરૂધ્ધમાં ફરીયાદ આપવાનું  જણાવતા ના કહેલ તે દરમ્યાન  તુરતજ એક  પ્રતિષ્ઠીત વ્યક્તિ સાથે  પરીચય કરાવી અને નોકરી  અપાવવા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપેલ અને તે પ્રતિષ્ઠીત વ્યક્તિ તેની રૂબરૂમાં જ તેને તુરત જ બીજા દિવસથી નોકરી ઉપર આવવાનું જણાવેલ તેને આત્મહત્યાનો વિચાર કરવામાંથી બહાર કાઢી ઉગારી નવજીવન બક્ષી માનવતાવાદી પ્રજા માટે સરાહનીય અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા ઢાળની પોળ પાસેથી દિલીપ ઉર્ફે દલપત બાબુજી માળી રહે. ગાંધીચોક, ગામ-રાજપુર તા.ડીસા જિ.બનાસકાંઠા+ ૩=૪ નાને ચોરીથી મેળવેલ ચાંદીના સાંકળા નંગ-૫, તથા ચાંદીની થાળી, સિક્કા, પતરા વાડકીઓ તથા ચોરસ ચાંદીની ડબ્બી નંગ-૧, ચાંદીનો જુડો, વીંટી વિગેરે મળી કુલ્લે રૂ.૨૧,૯૫૦/-ની મતા સાથે તા.૩/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ધાનેરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર:૧૧૩/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.ઈન્સ.શ્રી એસ.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઠક્કરનગર ચાર રસ્તા પાસેથી મધુ ઉર્ફે રાની ઉર્ફે રજીયા W/O પ્રકશચન્દ્ર કૌશલ+૨ =૩ રહે.બ્લોક નં.૧૪, મનં.૬૨૬ વાલ્મીકી આવાસનગર નરોડા અમદાવાદનાને ચોરીથી મેળવેલ સોનાની બંગડીઓ, સોનાની વીંટી તથા નાણા, તથા ઓટોરીક્ષા નંબર.GJ-1-AY-630 મળી કુલ્લે રૂ.૨,૨૧,૭૩૩/-ની મતા સાથે તા.૦૩/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શાહીબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર.૧૬૨/૨૦૧૪ મુજબ તથા રામોલ પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે હનુમાન મંદિર પાસે નારોલ સર્કલ રોડ ઉપરથી દિનેશ ઉર્ફે દિલીયો S/O ઘનશ્યામભાઈ ઠાકોર રહે.માનવનગર સોસાયટી વટવા અમદાવાદ+૧=૨ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૭,૦૦૦/-ની મતા સાથે તા.૫/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર.૩૨૫/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મણીનગર ચાર રસ્તા પાસેથી દિનેશભાઈ S/O ખેતાજી પ્રજાપતિ રહે.એ/૨૦,કૃષ્ણકુંજ ટેનામેન્ટ, સ્વામીનારાયણ મંદિર પાછળ ઘોડાસર અમદાવાદનાને ચોરીથી મેળવેલ સોની કંપનીનો મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/-ની મતા સાથે તા.૫/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)એ મુજબ પકડી અટક કરી મણીનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર.૨૧૩/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (5) મ.સ.ઈ શ્રી ભરતસિંહ દોલતસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી ઈરફાન S/O મદારભાઈ સૈયદ રહે.ઘર નં.૨૪, નુરનગર સોસાયટી ગોલ્ડન સિનેમા પાછળ વટવા+૧=૨ નાને ચોરીથી મેળવેલ ઓટોરીક્ષા નંબર.GJ-1-BZ-1769 કિં.રૂ.૭૫,૦૦૦/-ની મતા સાથે તા.૦૭/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર.૧૯૩/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગાંધીગ્રામ બસ સ્ટેન્ડ પાસેથી કિશન રમેશભાઈ ઠાકોર રહે.૫૭, નવાપરા વાસ રાણીપ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૨ કિં.રૂ.૧૩,૦૦૦/-ની મતા સાથે તા.૮/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી રાણીપ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી.નંબર.૧૧૬/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (7) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે દાસ્તાન સર્કલ રોડ ઉપરથી દેવીલાલ હંસરાજ ગુર્જર રહે.ચન્દ્રલોક સોસાયટી પાસે દિકાનમાં ઘોડાસર કેનાલ નાને ચોરીથી મેળવેલ એલ્યુમિનિયમનો ભંગાર ૪૦૦ કિલો તથા બોલેરો પીક-અપ ગાડી નંબર.GJ-1-DV-3770 કિં.રૂ.૪,૨૦,૦૦૦/- ની મતા સાથે તા.૮/૧૧/૨૦૧૪ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

              આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-11-2014