|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” નાઓના માર્ગદર્શન હેઠળ સાબરમતી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી કે.એમ.છાસીયા, તથા સ્ટફના માણસો તા.૨૧/૩/૨૦૧૫ ના રાત કલાક ૦૧.૦૦ વાગે વિસત સર્કલ નજીક હાજર હતા દરમ્યાન ચોર ચોરની બુમો પડતા મો.સા.ઉપર ત્રણ સવારી ભાગી રહેલ ઇસમોનો સરકારી ગાડીમાં પીછો કરી ડી-માર્ટ નજીક રોડ ઉપર બે ઇસમોને મો.સા. સાથે પકડી લઇ નામઠામ જાણતા (૧) રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ગુચ્છુ સ/ઓ મનુભાઇ મોહનભાઇ પંડ્યા ઉવ.૨૮ રહે.પ્રતાપજીની ચાલી ચીમનભાઇ બ્રિજની નીચે કેશવનગર સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ અમદાવાદ (2) મહેશ ઉર્ફે સુરયો સ/ઓ આંબાભાઇ પાટીલ ઉવ.22 રહે.પ્રતાપજીની ચાલી મદ્રાસીના છાપરા ચીમનભાઇ બ્રિજની નીચે કેશવનગર સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ કેશવનગર અમદાવાદ તથા ભાગી જનાર (૩) હાર્દીક ઉર્ફે પિન્ટુ સ/ઓ પ્રવિણભાઇ ગાંડાભાઇ સોલંકી ઉવ.૨૮ રહે.એમ.પી.ની ચાલી નવદુર્ગા માતાજીના મંદિરની સામે ૭૭ નંબરના એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાછળ જુના વાડજ અમદાવાદ નાઓના નામઠામ જાણી બુમો પાડનાર ઇસમની પાસેથી હકીકત જાણેલ કે, મો.સા ઉપર ત્રણ સવારી બેસી આ માણસો આવેલા અને ફરી.ને એકદમ ગાળો બોલીને તુ અહીંયા ગેરેજમાં ચોરી કરાવે છે તેમ જણાવી એક ઇસમે ફરીયાદીને ગરદન ઉપર ધારીયુ મુકી તેની સાથેના બીજા બે વ્યકતીઓએ બળજબરીથી ફરીના શર્ટેના ખીસ્સામાં રાખેલ સ્પાઇસ કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂ.1600/- ઝુંટવી લઇ ફરીને લોખંડના સળીયા વડે તેમજ ગળદા પાટુનો માર મારી ફરીને નીચે પાડી દઇ મો.સા ઉપર ત્રણ સવારી બેસી ભાગેલાની હકીકત જાણી તેઓની કાયસેસર કાર્યવાહી કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન તથા રોકડા રૂ.1600/- તેમજ લુંટમાં વપરાયેલ મો.સા.નં-જીજે-1-એસવી-5878 તથા એક લોખંડનુ ધારીયુ તથા એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન રિકવર કરી ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી જે કામગીરી અમારી સીધી દેખરેખ હેઠળ અને અમારી સુચના મુજબ ઉપરોક્ત કર્મચારીઓના ટીમ વર્કથી નોકરીના સમય કરતા વધુ સમય રોકાઇ ખુબ જ ખંત મહેનતથી આ ગુનો ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે. તથા (૨) માઘવપુરા પોલીસ સ્ટેશનના મ.સ.ઇ.શ્રી પ્રવિણસિંહ કાનાજી તથા લોકરક્ષક લાલાભાઇ રાણાભાઇ નાઓએ ખાનગી બાતમી આઘારે માઘવપુરા પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.નં.૪૭/૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૨, ૩૯૭ મુજબના આરોપી (૧) અલ્તાફ ઉર્ફે બકરો બસીરભાઇ ઉ.વ.૩૦ રહે.મોદીની ચાલી ગણેશપુરાની સામે દુઘેશ્ર્વર અમદાવાદનાને તા.૧૮/૩/૨૦૧૫ ના કલાક ૧૮/૩૦ વાગે પકડી અટક કરી ઉપરોકત ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલ રીક્ષા તથા લુંટ્માં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી કાયદેસર કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી અને પ્રસન્સનીય કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.ઇન્સ. શ્રી એસ.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમનગર, ફાયર સ્ટેશન સામેથી તેજાભાઈ આંબાભાઈ સોલંકી રહે.ચાંદરવા, લાખાણીવાસ, પોસ્ટ.માડકા, તા.વાવ, જી.બનાસકાંઠા પાસેથી ચોરીથી મેળવેલ ઈનોવા કાર એન્જીન નંબર–2KD6272031 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/- ની મતાની સાથે તા.૧૮/૩/૨૦૧૫ ના રોજ જાણવા જોગ એન્ટ્રી નં.૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.આર.એસ.સુવેરા પેટ્રોલીંગ દરમ્યાન ગોળલીમડા ચાર રસ્તા પાસેથી મોહમદકલામ અકબરખાન પઠાણ રહે.મ.નં.૧૫૪૦ મુસામિંયાની ચાલી, રસુલાબાદ ઉર્દુ સ્કુલની સામે, શાહઆલમ, અમદાવાદ નાઓએ ચોરીથી મેળવેલ સોનાની ચેઈન-૨, કિ.રૂ.૫૭,૧૯૯/- ની તથા હિરો હોન્ડા મોટર સાયકલ નં.GJ-01-LJ-4844 કિ.રૂ.૨૫,૦૦૦/- ગણાય મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબ્જે કરી તા.૧૯/૩/૨૦૧૫ ના રોજ જાણવા જોગ ૧૦/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી મણીનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૬/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯ તથા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૫ ઈ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|