હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘જી’ ડીવીઝન નાઓથી તથા શ્રી મનોજ શશીધર, સંયુકત પોલીસ કમિશનર, સેકટર-૨ તથા શ્રી આર.પી.બારોટ નાયબ પોલીસ કમિશનર ઝોન-૪ નાઓ તરફથી સુચન અને માર્ગદર્શન મળેલ કે નરોડા પોલીસ સ્ટેશન તથા અમદવાદ શહેરમાં સોના ચાંદીની દુકાનોમાં ઘરફોડ ચોરીની પ્રવુતી વધતી હોય અને આવી પ્રવૃત્તી ચીખલીગર ગેંગના માણસો ચોરી કરેલ ફોર વ્હીલ તથા ટુ વ્હીકલથી ચોરી કર્યા બાદ શહેર છોડીને બહાર જતા રહે છે આવી ગેંગની ગુનાહીત પ્રવુતી શોધી કાઢવા સઘન પ્રયાસ કરવા સુચના અને માર્ગદર્શન મળેલ જે આધારે નરોડા પોલીસ દ્રારા આ ગુનાહીત પ્રવૃત્તી આચરતી ગેંગને શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરવામા આવેલ તે મુજબ પોલીસ ઇન્સ. શ્રી આર.બી.રાણા નાઓને ખાનગી બાતમી મળેલ કે દહેગામમાં રહેતા અને ભુંડ પકડવાનો અને પરચુરણ ચીજ વસ્તુની છુટક ફેરીથી ધધો કરતા સરદારજીઓ ખાસ પ્રકારે મારુતી ફન્ટી, ઝેન, તથા એસ્ટીમ ઇન્ડીકા જેવી જુના મોડલની ફોર વ્હીલ કાર જે સરળતાથી ચાલુ થઇ જતી હોય તેવા વાહનો તથા ટુ વ્હીકલ વાહનો દ્વારા ચોરી કરીને વાહનો બિનવારસી હાલતમાં છોડી મુકવામાં આવતા હોય તેવી ચીખલીગર ગેંગના માણસો દ્વારા પ્રવુતી ચાલતી હોય જેથી નરોડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોને તા.૦૬/૦૬/૨૦૧૫ ના બપોરના ત્રણેક વાગ્યાથી નરોડા દહેગામ રોડથી સધિ માતાના રોડ હરીદર્શન ચોક્ડી એવોચમાં રાખેલ અને વોચ દરમ્યાન એક સફેદ ક્લરની ફન્ટીકાર નંબર GJ-1-HA-1314 તથા હોન્ડા ડિલક્ષ મો.સા. સાથે ત્રણ સરદારજી પોતાની ઓળખ છુપાવવા ટોપીઓ પેહરેલ હાલતમાં હરીદર્શન ચોકડીથી પકડી પાડવામાં આવેલ જેમા પકડાયેલા સરદારજી (૧)  કરતારસીગ ઉર્ફે કલટીસીગ S/O ઇશ્વરસીગ ચંદુસીગ ટાંક ચીખલીકર ઉવ.૨૪ ધંધો છુટક મજુરી રહે.મહેમદાવાદ મચ્છી બજારની પાસે છાપરામા રેલ્વે સ્ટેશનની પાસે મહેમદાવાદ (૨) મહેન્દ્રસીગ ઉર્ફે સોનુ S/O પંજાબસીગ અમરતસીગ ખીચ્ચી ચીખલીકર ઉવ.૨૨ ધંધો-મજુરી રહે.દહેગામ શીવનગર સોસાયટીની બાજુમા સરદારના છાપરા, મામલતદાર ઓફીસની બાજુમા દહેગામ (૩) ભગવાનસીગ ઉર્ફે કાળુ S/O તારાસીગ હરનામસીગ ખીચ્ચી ચીખલીગર ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.દહેગામ ૬૫/૧, રામેશ્વર સોસાયટી, શીવનગર સોસાયટી પાસે મામલતદાર કચેરી પાસે. દહેગામ તા-જી.ગાંધીનગર નાઓ પાસેથી ધારદાર છરીઓ તથા ચોરી કરવામાં ઉપયોગમાં આવે તેવા સાધનો કટર તથા પોપટ પાનુ તથા કોસ ગણેશીયો કાતરો તેમજ તુટેલા તાળાઓ મળી આવેલ અને તેઓના કબજાના વાહનોની ખરાઇ ચકાસણી કરતા કાગળો સાથે રાખેલ ન હોય શકાસ્પદ વાહનો હોવાનુ જણાતા ત્રણેય ચીખલીગર સરદારજીને પોલીસ સ્ટેશન લાવી પોલીસ ઇન્સપેકટર આર.બી.રાણા તથા ડિસ્ટાફ પો.સ.ઇ. કે.એચ જાડેજા તથા સ્ટાફના માણસોથી પકડાયેલા ઇસમોને અલગ અલગ રાખી સઘન પુછ પરછ કરતા પકડાયેલ ચીખલીગર ગેગના માણસોએ કુલ-૪૮ ઘરફોડ તથા ૨૮ વાહનચોરી કરેલાની કબુલાત કરેલ અને આરોપીઓ પ્રથમ ફોર વ્હીલ તથા ટુ વ્હીલર વાહનની ચોરી કરી વાહનો દ્રારા આવી મકાનોના નકુચા પાના વડે તોડી તથા શટર ઉચકીને છેલ્લા દોઢેક વરસથી બીજા નહી પકડાયેલ આરોપીઓ (૧) લાખનસીગ જીતસીગ જાતે ભૌડ(૨) ભગતસીગ જીતસીગ જાતે ભૌડ (૩) મનજીતસીગ હરનામસીગ ઝુની (૪) શેરુસીગ રહે.ખેરાલુ વાળાની ગેંગ દ્વારા ચોરીઓ કરેલ છે, અને ગુનો કરતી વખતે મોટા છરા જેવા ઘાતક હથીયાર સાથે રાખી ગુનો કરતી વખતે જો કોઇ જાગી જાય તો ડરાવી ધમકાવી ગુનો કરી નાસી જતા તેમજ સરદારજીની ઓળખ ન થાય તે માટે માથા ઉપર ટોપી તથા ખાસ પ્રકારે માથુ ઢાંકી ઓળખ છુપાવતા અને  

 

અન

પોલીસ સ્ટેશન નુ નામ

ઘરફોડ ચોરી

વાહન ચોરી

કુલ

અન

પોલીસ સ્ટેશન નુ નામ

ઘરફોડ ચોરી

વાહન ચોરી

કુલ

નરોડા

૧૦

૦૮

૧૮

૧૦

પ્રાતિજ

૦૨

-

૦૨

સરદારનગર

૦૬

૦૪

૧૦

૧૧

આંણદ

૦૨

-

૦૨

ઓઢવ

૦૪

૦૫

૦૯

૧૨

કઠલાલ

૦૧

૦૧

૦૨

રામોલ

૦૩

૦૨

૦૫

૧૩

તલોદ

૦૨

૦૨

૦૪

ખોખરા

૦૨

-

૦૨

૧૪

કણભા કુજાડ

૦૧

-

૦૧

અકલેશ્વર

૦૧

૦૧

૦૨

૧૫

અસલાલી

૦૨

-

૦૨

ધંધુકા/રાણપુર

૦૨

-

૦૨

૧૬

ડભોડા

૦૧

-

૦૧

બોરસદ

૦૧

૦૧

૦૨

૧૭

દહેગામ

૦૩

૦૨

૦૫

હિમતનગર

૦૪

૦૨

૦૬

૧૮

ધનસુરા

૦૧

-

૦૧

 

        ઉપરોક્ત પોલીસ સ્ટેશનોના ઘરફોડ તથા વાહનચોરીના ગુનાઓ મળી કુલ્લે ૪૮ ઘરફોડ ચોરી તથા ૨૮ વાહનચોરી કુલ્લે ૬૭ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢેલ છે, તેમજ પકાડાયેલ આરોપી પૈકીના ભગવાનસીગ ઉફે કાલુ આ અગાઉ અમદાવાદ શહેરમાં સને-૨૦૧૩ ના વર્ષમાં ચીખલીગર ગેંગ દ્રારા કરાયેલ ગુનામાં પકડાયેલ છે અને કરતારસીગ ઉફે કલટી નાઓ આંણદ જિલ્લાના મહેલાવ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં વોન્ટેડ છે આ અટક કરેલ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા ઘનિષ્ઠ તપાસ ચાલુ છે. આમ નરોડા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ઉપરી અધિકારીશ્રીના સુચન અને માર્ગદર્શન હેઠળ પ્રસંશનીય અને સારી કામગીરી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી જયંત ઉર્ફે દાદુ સુરેન્દ્રભાઈ સોનવણે રહે.મોહનલાલની નવી ચાલીના છાપરા, ગોમતીપુર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની ચેઈન કિ.રૂ.૨૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસોએ એસ.ઓ.જી.ખાતેથી અમરભાઈ દશરથભાઈ ચાવડા રહે.૧૫૫૮, નરસિંહજી મંદિરના છાપરા, ચોકસીની ચાલી પાસે, ગોમતીપુર, અમદાવાદ+૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ નવ સોનાની ચેઈન કિ.રૂ.૨,૫૭,૭૦૦/- તથા મો.સા.નં.GJ-27-AK-3372 કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૦૭,૭૦૦/- ની મત્તા સાથે તા.૧/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) અ.હે.કો.તખતસિંહ જીલુભા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી કાળુભાઈ ભગવાનભાઈ ભાવસાર રહે.૪૯૫૦, કિરણનગર ઉન્નતી સ્કુલની સામે, નારોલ કોર્ટ પાછળ નારોલ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાના દાગીના કિ.રૂ.૪,૦૭,૦૦૦/- ની મત્તા સાથે તા.૨/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૦/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગુપ્તાનગર ચાર રસ્તા પાસેથી જીતેન્દ્ર નારણભાઈ કલાલ રહે.૪૧/૧૨૮૭ સવર્ણિમનગર, સ્વામીનારાયણ પાર્ક સામે, વાસણા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-01-FA-4865 કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૩/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી એલિસબ્રિજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા, કુમકુમ રેસ્ટોરન્ટ પાસેથી ગણપતભાઈ રામજીભાઈ વાટકીયા ઉવ.૨૭, રહે.ઘ.નં.૧, હિંગળાજનગર સોસા., થલતેજ ટેકરા પાસે, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ કાર ડપ્શન ગો જેનો આર.ટી.ઓ.નંબર જણાતો નથી જેનો એન્જીન નં.899689A તથા ચેચીસ નં.HM0HZBAAD8E2000462 કિ.રૂ.3,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૩/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ. શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઈદગાહ સર્કલ પાસેથી ઈમરાન ઉર્ફ પેજર ડ/૦ સાજીદસાબીર શેખ રહે.૧, રાઈલ ફલેટ, ઝલક ફલેટની પાછળ, વેજલપુર, અમદાવાદ+૩=૪  પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ગેસના બાટલા-૨ કિ.રૂ.૪,૦૦૦/-, L.E.D.-૧ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા ઓટોરીક્ષા જેનો આર.ટી.ઓ.GJ-01-BX-4049 કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ પકડી અટક કરી ગેસના બાટલા તથા L.E.D. મુદ્દામાલ વેજલપુર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૧૦૩/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ તથા ઓટોરીક્ષા ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૩૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગાયકવાડ હવેલી પાસેથી એક ઇસમ નામે ઈમરાન ઉર્ફે પેજર ડ/૦ સાજીદસાબીર શેખ રહે.૧, રાઈલ ફલેટ, ઝલક ફલેટની પાછળ, વેજલપુર, અમદાવાદ+૩=૪ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સ્લીપર, બુટના બોક્ષ કિ.રૂ.૧૬,૩૫૦/- ની મત્તા સાથે તા.૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી માધવપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૩/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નોબલનગર મહાદેવ ચોકની સામેની ગલીમાં મ.નં.ઈ/૧૧/૬ માંથી એક ઇસમ નામે ગીરીશ ઉર્ફે કાલી દયાનંદદાસ વાધવાણી રહે.૬૪૪/૪, આંબાવાડી, સરદારનગર પો.સ્ટે. પાસે, અમદાવાદ +૨=૩ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ કાપડના પાર્સલ કિ.રૂ.૧૧,૦૦,૨૦૦/- ની મત્તા સાથે તા.૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૧ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઈ. શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભૈરવનાથ ચાર રસ્તા, મણીનગર પાસેથી એક ઇસમ નામે યોગેશ નાથાભાઈ રામભાઈ કાનાણી રહે.સી/૬, ગુરુકૃપા ફલેટ, નિકોલ રોડ, ખોડિયાર મંદિર પાસે, નરોડા, અમદાવાદ+૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સ્પ્લેન્ડર મો.સા.જેનો આર.ટી.ઓ.નં.GJ-27-AD-4000 કિ.રૂ.૩૫,૦૦૦/- તથા સોનાની મણકાવાળી કંઠી કિ.રૂ.૨૬,૨૩૫/- મળી કુલ્લે કિ.રૂ. ૬૧,૨૩૫/- ની મત્તા સાથે તા.૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સ.ઈ. શ્રી જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા  પાસેથી રવિ ઉર્ફે ભુરીયો ડ/૦ ગોપાલભાઈ પટણી રહે.૪/૮૦, એમ.એલ.એ.કવાટર્સ, શાહીબાગ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ મોટોરોલા કંપનીનો XT1022 મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૦૦૦/- ની મત્તા સાથે તા.૫/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) હે.કો. શ્રી હર્ષદભાઈ વિરમભાઈ બ.નં.૭૬૯૭ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભુયંગદેવ ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે મુકુન્દકુમાર દશરથભાઈ પટેલ રહે.૫/૨૦૩, વંદેમાતરમ એપાર્ટમેન્ટ, સાંઈબાબા મંદિર પાસે, ઘાટલોડીયા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ માઈક્રો મેક્ષ કંપનીનો મોબાઈલ કિ.રૂ. ૩૦૦૦/- તથા આઈ-ફોન કિ.રૂ. ૨૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૨૩,૦૦૦/- ની મત્તા સાથે તા.૫/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૭/૨૦૧૫ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૨) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગોળ લીમળા સર્કલ, જમાલપુર ખાતેથી એક ઇસમ નામે સબ્બીરહુસેન ઉર્ફે અજીમ ડ/૦ ઝાકીરહુસેન શેખ રહે.૫, ઈમરાન ડુપ્લેક્ષ, દાણીલીમડા, અમદાવાદ +૨=૩ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૩,૦૦૦/- તથા એક L.E.D. T.V. કિ.રૂ.૬,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ. ૨,૨૧,૭૫૨/- તથા ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ. નં.GJ-01-DU-9592 કિ.રૂ. ૪૫,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૨,૭૫,૭૫૨/- ની મત્તા સાથે તા.૫/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૩/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ નારણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૭/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૨, ૪૫૨, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૩) પો.ઈન્સ. શ્રી જે.એમ.યાદવ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સાબરમતી, વિસત સર્કલ પાસેથી એક ઇસમ નામે ભવરદાસ હરીદાસ વૈષ્ણવ રહે.૭૩૪, કટલા બજાર, મહેતા માર્કેટ પાસે, જોધપુર, રાજસ્થાન પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સ્પાઈસ કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૦૦૦/- તથા રોકડ નાણાં ૪,૭૮૦/- તથા વેગન-આર મારૂતી કાર જેનો આર.ટી.ઓ.નં.GJ-18-AH-9036 કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૨,૫૬,૮૮૦/- ની મત્તા સાથે તા.૭/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૪) પો.સ.ઈ. શ્રી જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ સર્કલ પાસેથી એક ઇસમ નામે અલ્પેશ ઉર્ફે રાધે મોયતાજી ખોડાજી ઠાકોર ઉવ.૨૨, રહે. ૧૮૦, ગુ.હા.બોર્ડ, કઠવાડા રોડ, સીંગરવા, ઓઢવ, અમાદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ગેસના બાટલા નંગ-૨ કિ.રૂ.૬,૦૦૦/- તથા ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ. GJ-18-AG-3856 કિ.રૂ.૭૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૭૬,૦૦૦/- ની મત્તા સાથે તા.૭/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 09-06-2015