|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘એલ’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી કે.કે.દેસાઇ તથા બીજા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મોટેરા કેના બંગ્લોઝ ચાર રસ્તા પાસે આવતા બાતમી હકીકત આઘારે પંચો સાથે વોચમાં હાજર રહી મો.સા. આવતા તેને કોર્ડન કરી સાઇડમાં કરાવી ત્રણેય ઇસમોને નીચે ઉતારી તેઓના નામ ઠામ પુછતા (૧) સુરેંદ્રસિંહ ઉર્ફે સુર્યો ઉર્ફે માયા પૃથ્વીસિંહ ઝાલા ઉવ.૧૯ રહે.૧૦ શાલીગ્રામ આસારામ આશ્રમ ચાર રસ્તા પાસે મોટેરા અમદાવાદ મુળ ગામ- ગામ મગુના તા.જી.મહેસાણા (૨) ભરત ઉર્ફે સુલતાન ઇશ્ર્વરજી ઠાકોર ઉવ.૨૩ રહે.ખેમા વણઝારાની ચાલી ગાંઘીવાસ પાસે સાબરમતી અમદવાદ મુળગામ-પાંથાવાડા તા.ડીસા જીલ્લો બનાસકાંઠા (૩) મેહુલ રમેશભાઇ રાજપુત ઉવ.૩૩ રહે.મકાન નં.૪૩૭૯ મહાલક્ષ્મીની પોળ દિલ્હી ચકલા શાહપુર અમદાવાદના હોવાનું જણાવેલ તેઓની પુછપરછ કરતા તેઓના કબજાનુ મો.સા. દસેક દિવસ પહેલા ગાંઘીનગર ઇન્ફોસીટીના પાર્કિગમાંથી આરોપી નં.૧ નાઓએ ચોરેલ હોવાનું જણાવતા આ બાબતે વધુ ઘનિષ્ઠ તપાસ કરતા ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૪૪/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ તેમજ આરોપી નં.૨ ની અંગઝડતી કરતા સોનાની ચેઇન તુટેલ હાલતમાં મળી આવેલ જે ચેઇન આરોપી નં.૧ અને ૨ નાઓએ સાબરમતી પો.સ્ટે. વિસ્તારમાં એક બહેનના ગળામાંથી તોડેલ હોવાનું જણાવતા આ બાબતે તપાસ કરતા સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૧૧૪/૨૦૧૫ ઇપીકો કલમ ૩૫૬ ૩૭૯ ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હતો તેમજ આરોપી નં.૧ અને ૨ તથા તેના સાગરીતે પાંચેક દિવસ પહેલા પણ એક ચેઇન તોડેલ હોવાનું તથા તેના બીજા દિવસે ઉપરોકત ત્રણેય ઇસમોએ અત્રેના પો.સ્ટે. વિસ્તારમાંથી તથા તેના બીજા દિવસે ઉપરોક્ત ત્રણેય જણાએ વિસત પેટ્રોલ પંપ વિસ્તાર પાસે એક બહેનના ગળામાંથી સોનાની ચેઇન તોડેલાની કબુલાત કરેલ છે, જે બાબતે ચાંદખેડા પો.સ્ટે.માં ફસ્ટ ગુરનં.૧૩૩/૨૦૧૫ તથા ૧૩૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ ૩૫૬ ૧૧૪ મુજબના ગુના દાખલ થયેલ છે, સદરી આરોપીઓને સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ અટક કરી ચાંદખેડા પો.સ્ટે.ના બે ગુના તથા સાબરમતી પો.સ્ટે.નો એક તેમજ ગાંધીનગર ઇન્ફોસીટી પો.સ્ટે.નો એક ગુનો ડીટેકટ કરી સરાહનીય કામગીરી કરેલ છે,
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘એન’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આનંદનગર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા (૨) વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૯/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામનો આરોપી ભાર્ગવ ઉર્ફે પિન્ટુ S/O વિષ્ણુભાઇ રામજીભાઇ જાદવ ઉવ.૨૦ રહે.મકાન નં.બી/૪, મધુવન સોસાયટી, નવી ફતેવાડી, સરખેજ, અમદાવાદ નાઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરવામાં આવેલ. અને ઘનિષ્ઠ તપાસ કરી ઉપરોક્ત ગુના ઉપરાંત અમદાવાદ શહેરમાં વેજલપુર વિસ્તારમાં આવાજ પ્રકારના ગુનાઓ આચરેલ છે. જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ સદરી ઇસમ વિરુધ્ધ તાત્કાલીક પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ અટકાયત કરી તા.૧૫/૭/૨૦૧૫ ના રોજ હુકમની બજવણી કરી જુનાગઢ જેલ ખાતે અટકાયતમાં રહેવા સારુ મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી એ.કે.વડીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઘીકાંટા મેટ્રો.કોર્ટના કંપાઉન્ડ ના ગેટ પાસેથી વિજયકુમાર ધંનસેગર મદ્રાસી રહે.મેન્દ્રભાઇ ઠાકોરના મકાનમાં ભાવના રો હાઉસ વિઠ્ઠલ્લનગર ના ટેકરા જસોદાનગર અમદાવાદ નાઓ પાસેથી ચોરીથી મેળવેલ હોન્ડા એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-01-KQ-4232 ની કિ.રૂ.15,000/- ની મત્તા સાથે તા.૧૩/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)(૨)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૫/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) હેડ કોન્સ.શ્રી યોગેન્દ્રસિંહ દિલીપસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ગેટ બજાર ચાર રસ્તા પાસેથી ફ્રેમીન સીદીકીભાઇ સેયેદ રહે.૨૦/૨૯ બાવામીયાની ચાલી પીરાણપીર બાવાની ચાલી જમાલપુર અમદાવાદ નાઓ પાસેથી ચોરીથી મેળવેલ CNG ઓટોરીક્ષા જેનો આર.ટી.ઓ.નં.GJ-01-BZ-8331 કિ.રૂ.૪૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૬/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.ઈ.શ્રી એચ.એ.રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન એક વાદળી કલરની સફેદ ડ્રોન (UAV) છે જે આશરે ૧x૧ ચોરસ આકારનુ ચાર ખુણા વાળા આકારનુ છે, જે ડ્રોન તથા બેગની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૮/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૫/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|