|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી અર્પિતા સી.પટેલ, “એલ” ડીવીઝન નાઓના સીધામાર્ગદર્શન હેઠળ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.ઇ.શ્રી બી.એમ પનારીયા તથા સાબરમતી પો.સ્ટે.ના પો.ઇ.શ્રી એ.જે.ગોંડલીયા તથા બીજા સ્ટાફના માણસો દવારા હાલમાં શહેરમાં પ્રવર્તેલ અશાંતિ તેમજ તંગદીલ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તેમજ પ્રજા અને પોલીસ વચ્ચે શાંતિ અને સુમેળ ભર્યુ વાતવરણ પ્રસ્થાપિત થાય તે હેતુસર તા.૨૮/૮/૨૦૧૫ ના કલાક ૧૯.૦૦ વાગે રાણીપ બલોબનગર ચાર રસ્તા પાસે આવેલ કે.આર.રાવલ સ્કુલ ખાતે રાણીપ વિસ્તારના તમામ પાટીદાર સમાજના આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ, જેમાં શહેરની પરિસ્થિતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને અંતમાં પાટીદાર બહેનો દવારા રાજીખુશીથી પોલીસ અધિકારી તથા કર્મચારીઓને રક્ષાના પ્રતિક રૂપે રાખડી બાંધવામાં આવેલ અને લાગણીસભર એક બીજાનુ મોઢુ મીઠુ કરાવવામાં આવેલ તેમજ પોલીસ ભાઇઓ દ્વારા પાટીદાર બહેનોને શુકન રૂપે રૂપિયા ૧૦૧/- આપી સરાહનીય અને પ્રસંશનિય કામગીરી કરેલ છે.
|
|
|