અમદાવાદ શહેરમાં આશરે ૭૦ લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદ શહેરના નાગરિકોની રક્ષા અને સુરક્ષાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ દળના શિરે છે. અમદાવાદ શહેર પોલીસ દળના વડા તરીકે પોલીસ કમિશનર ફરજ નિભાવે છે. વહીવટની દ્રષ્ટિએ અમદાવાદ શહેરને બે સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છેઃ સેક્ટર-૧ અને સેક્ટર-ર. સેક્ટર-૧ તેમ જ સેક્ટર-રના વડા તરીકે સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર જવાબદારી સંભાળે છે.
અમદાવાદ શહેરના કુલ ૭ ઝોન પૈકી સેક્ટર-૧માં ઝોન-૧, ઝોન-૨, ઝોન-૩,અને ઝોન-૭નો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે સેક્ટર-રમાં ઝોન-૪, ઝોન-૫, અને ઝોન-૬નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઝોનના વડા તરીકેની કામગીરી નાયબ પોલીસ કમિશનર સંભાળે છે. પ્રત્યેક ઝોનને બે ડિવિઝનમાં વહેંચવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ ૧૪ ડિવિઝન છે. ડિવિઝનના વડા તરીકે મદદનીશ પોલીસ કમિશનર હોય છે. એક ડિવિઝનમાં બે કે તેથી વધુ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના વડા તરીકેની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સંભાળે છે. અમદાવાદ શહેરમાં ૪૯ પોલીસ સ્ટેશન છે.પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં ત્રણ કે તેથી વધુ પોલીસ ચોકી છે.
આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ દળના માળખામાં ક્રાઇમ બાન્ચ, કંટ્રોલ, ટ્રાફિક પોલીસ, પોલીસ મુખ્ય મથક, વિશેષ શાખા અને ગુના અટકાયત શાખાનો સમાવેશ થાય છે.
ક્રાઇમ બાન્ચના વડા તરીકે સંયુક્ત પોલીસ કમિશનર જવાબદારી સંભાળે છે. જયારે કંટ્રોલ ખાતે નાયબ પોલીસ કમિશનર ફરજ બજાવે છે. ટ્રાફિક પોલીસના વડા તરીકેની કામગીરી સંયુકત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. ટ્રાફીક હસ્તક ટ્રાફીકના વિશેષ ૧૪ પોલીસ સ્ટેશન છે.પોલીસ મુખ્ય મથકના વડા તરીકે સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર કામગીરી સંભાળે છે. વિશેષ શાખાની જવાબદારી સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર સંભાળે છે.
ક્રાઇમ બ્રાન્ચમાં બે મહિલા પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવે છે.
|