હું શોધું છું

હોમ  |

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

નિયમ સંગહ નં.(ર) અધિકારી/કર્મચારીઓની ફરજ/સત્તાઓઃ-

  • પોલીસ કમિશ્નરઃ-

પોલીસ મહાનિદેશક, ગુજરાત રાજયની સત્તાને આધિન રહીને પોલીસ કમિશ્નરની હકુમતના ક્ષેત્રમાં પોતાના તાબાના અધિકારીઓ તથા પોલીસદળના વહીવટી બાબતો, તેની કાર્યવાહી, આદેશો, કાયદાનો અભ્યાસ, કસરત, કવાયત, શસ્ત્રો વિગેરે બાબતોમા નિયમન અને જરૂરી માર્ગદર્શન આપવું, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરાવવી તથા પોલીસ સ્ટેશનોનું સમયાંતરે ઈન્સ્પેકશન કરવું.

 

  • સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) સેકટર ઈન્ચાર્જઃ-

પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સોંપવામાં આવતા તમામ કાર્યો તથા ફરજો બજાવવાની હોય છે. ઉપરાંત જયાં જરૂર જણાય ત્યાં તેઓએ પોતાના તાબાના નાયબ પોલીસ કમિશ્નર, મદદનીશ પોલીસ કમિશ્નરને માર્ગદર્શન અને જરૂરી સુચના આપવી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અવારનવાર ગંભીર ગુન્હાઓના સ્થળની મુલાકાત લેવી, તાબાના માણસોનું જનરલ સુપરવિઝન કરવાની જવાબદારી તથા શિસ્તનું પાલન કરાવવું.

  • નાયબ પોલીસ કમિશ્નર (DCP) ઝોનલ ઈન્ચાર્જઃ-

પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સોંપવામાં આવતા તમામ કાર્યો તથા ફરજો દરેક નાયબ પોલીસ કમિશ્નરે બજાવવાની હોય છે. ઉપરાંત જયાં જરૂર જણાય ત્યાં તેઓએ પોતાના તાબાના મદદનીશ પોલીસ કમિશ્નરને માર્ગદર્શન અને સુચના આપવી, તાબા ના માણસોનું જનરલ સુપરવિઝન કરવાની જવાબદારી તથા શિસ્તનું પાલન કરાવવું, તાબાના પોલીસ સ્ટેશન દ્વારા પોતાના વિસ્તારમાંના ગુનાઓની શોધ, તપાસ અને ગુન્હા બનતા અટકાવવાની જવાબદારી, પોલીસદળમાં શિસ્ત, ઉત્સાહ, એખલાસભર્યુ વાતાવરણ ઉભું કરવા માટે, આકસ્મીક મૂલાકાતો યોજવી , કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અવારનવાર ગંભીર ગુન્હાઓના સ્થળની મુલાકાત લેવી, ગુન્હાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવાનું રહે છે.

  • મદદનીશ પોલીસ કમિશ્નર (ACP) ડિવિઝન ઈન્ચાર્જઃ-

કમિશ્નરેટમાં મદદનીશ પોલીસ કમિશ્નરે પોલીસ કમિશ્નર તથા ઉપરી અધિકારી દ્વારા જે ફરજ અને કાર્યો નકકી કરે તે બજાવવાના હોય છે. તેણે તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવું તેમજ તાબાના માણસો ઉપર સુપરવિઝન રાખવું. તેણે પોલીસ સ્ટેશનની મુલાકાત તથા નાઈટ રાઉન્ડ, ગંભીર પકારના ગુન્હાની વિઝિટ તથા ઉપરી અધિકારી દ્વારા કોઈ ખાસ હુકમ કે સુચના આપેલ હોય તેનો અમલ કરવો/કરાવવો. પોલીસ સ્ટેશનના ગુન્હાઓ શોધવા તપાસ કરવી તથા બનતા અટકાવવા તથા સુપરવિઝન કરવું. પોલીસ સ્ટેશનમાં વિઝીટ દરમ્યાન રોલકોલ (રજાના દિવસ સિવાય) લેવો, સરપાઈજ નાઈટ રાઉન્ડ યોજવી અને તમામ અધિકારીઓ તથા તાબાના માણસો એલર્ટ રહે તે જોવું, વિકલી ડાયરી લાગતા-વળગતા ઉપરી અધિકારી કે કમિશ્નરશ્રીને મોકલવાની રહે છે.

 

 

  • પોલીસ ઈન્સ્પેકટર (PI) પોલીસ સ્ટેશન ઈન્ચાર્જઃ-

 

પોલીસ સ્ટેશનનું જનરલ સુપરવિઝન તથા તાબાના અધિકારી/માણસોની શિસ્તની જવાબદારી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુન્હાઓ બરાબર નોંધાય છે કે કેમ? તેની તપાસ વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ? અને તે અંગેના રિપોર્ટ સમયસર સંબંધિત તરફ થાય છે કે કેમ? તે જોવાનું, તેમજ અગત્યના કેસોની જાતે તપાસ સંભાળવી, તથા ઉપરી અધિકારીઓ દ્વારા જે કેસો તપાસવા માટે હુકમ કરવામાં આવે તે કેસોની તપાસ પણ સંભાળવી, પોતાના તાબાના અધિકારી/માણસો ને જરૂરી માર્ગદર્શન આપવાની પણ જવાબદારી છે. વિકલી ડાયરી નાયબ પોલીસ કમિશ્નર તરફ મોકલવાની રહે છે તેમજ ઉપરી અધિકારી તરફથી કરવામાં આવતા ખાસ હુકમો મુજબ પોતાનું કાર્ય અને ફરજો ખંતથી બજાવવાની રહે છે.

 

 

  • પોલીસ સબ ઈન્સ્પેકટર(PSI) પોલીસ ચોકી/ઈન્વેસ્ટીગેશન/સવેર્લન્સ સ્કોડ ઈન્ચાર્જઃ-

પોતાના વિસ્તારમાં બનતા ગુન્હાઓની યોગ્ય તપાસ કરવી અને તપાસમા માહિતી મેળવવી, ગુન્હાઓ શોધવા માટે જવાબદાર રહે છે, કોગ્નીઝેબલ ગુન્હાઓ બનતા અટકાવવા તથા ગુન્હેગારની ટોળીઓ વિરુઘ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીથી માર્ગદર્શન મેળવી યોગ્ય પગલાં લેવા, પોતાની ચોકીના માણસો પેટ્રોલ ડયુટી, નાઈટ રાઉન્ડ ડયુટી, પરેડ અને અન્ય ફરજો તેમજ ઉપરી અધિકારીશ્રી તરફથી કરવામાં આવતા હુકમ મુજબ ફરજ બજાવવાની રહે છે.

  • મદદનીશ સબ ઈન્સ્પેકટર(બકય)/હેડ કોન્સ્ટેબલઃ-

સબ ઈન્સ્પેટકર અને ઉપરી અધિકારીઓની કાયદેસરની આજ્ઞાઓનો અમલ કરવો અને પો.કો. પાસે આ આજ્ઞાનો અમલ કરાવવો. પોતાની હકુમત હેઠળના વિસ્તારના બધા ગુનાઓની શકયતા અંગેના પોતાના સબ ઈન્સ્પેકટરને જાણ કરવી. તેમજ હુકમની રાહ જોયા વિના ગુન્હાની શોધ કરવી અને તપાસની જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવી. ગુન્હાઓ બનતા અટકાવવા , કાયદાની વ્યવસ્થા જાળવવી, ઉપરી અધિકારીના હુકમનો અમલ કરવો, આકસ્મીક કે શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં સબ ઈન્સ્પેકટર કે બીજા ઉચ્ચ અધિકારીનો હુકમ મેળવ્યાની રાહ જોયા સિવાય લાશને બાળતા કે ઘટતા અટકાવવા, સબ ઈન્સ્પેકટરના સહાયક તરીકે કવાયત લેવામાં તથા સંવેદનશીલ વિસ્તારની માહિતી આપી તે જગ્યાનુ નિરીક્ષણ કરવા સહાયમાં રહેશે. પોતાના વિસ્તારના ગુન્હેગારોની માહિતી એકત્ર કરી સબ ઈન્સ્પેકટરને માહિતગાર કરવા.

 

  • પોલીસ કોન્સ્ટેબલઃ-

ઉપરી અધિકારીઓ સોપે તે ફરજ બજાવવી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, ગુન્હા શોધવા અને બનતા અટકાવવા, સમન્સ-વોરંટની બજવણી કરવી, નાકા ડયુટી કરવી, પોતાના રક્ષણ નીચે કેદીઓને લાવવા/લઈ જવા, તેમજ નાણાંની હેરફેર વખતે કે જાહેર કે ખાનગી મિલ્કત જે તેના હવાલે હોય તેની બી.પી.એકટ મુજબ પાપ્ત થયેલ સત્તા અને ફરજ બજાવવી. કોઈ ગુન્હો બને ત્યારે વોરંટ વિના ધરપકડ કરવી અને તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરવી, આગ કે ભયના પસંગોએ પજાની સલામતી માટે સહાય કરવી અને સાવચેતીના તમામ પગલાં લેવા, ગુન્હાઓ શોધવા અને વ્યકિત અને મિલ્કતની રક્ષા કરવી.

 

  • સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (JCP/ADDL CP) પોલીસ મુખ્યમથકઃ-

    મુખ્યમથકમાં હથિયારી પોલીસ અધિકારી/જવાનો ફરજ બજાવતા હોય છે. તેઓએ કેદીઓની એસ્કોટ, ટ્રેઝરી ગાર્ડ, પોલીસની લોકલ ગાર્ડ, તથા અન્ય ગાર્ડની ફરજ સોંપવામાં આવે છે. પોલીસ મુખ્યમથક ખાતે સ્ટોર રાખવામાં આવે છે જેમાં પોષાક તથા પોલીસની જરૂરી સાધન-સામગી આપવામાં આવે છે. મુખ્યમથકમાં બેલ ઓફ આર્મ્સ હોય છે જયાં પોલીસના હથિયારો તથા એમ્યુનેશન રાખવામાં આવે છે. હેડ કવાટર્સમા પોલીસના માણસો માટે મેસ અને કેન્ટીન ચલાવવામાં આવે છે. હેડ કવાટર્સ ખાતે કુંટુંબના લાભાથેર્ આરોગ્ય કેન્દ, ચોકી, બાલ મંદિર, બાલ ઉદ્યાન, ભરતગુંથણ, શિક્ષણ વર્ગ, કોમ્પ્યુટર તાલીમ જેવી કલ્યાણકારી પવૃતિઓ યોજવામાં આવે છે. મુખ્યમથકએ શહેરનું રિઝર્વ કેન્દ છે, ત્યાંથી પોલીસના માણસોને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમા જરૂર પડે ત્યારે માંગણી મુજબ મોકલવામાં આવે છે.

 

  • મોટર વાહન શેકશનઃ-

    મુખ્યમથક ખાતે મોટર ટ્રાન્સપોર્ટ શેકશન પણ રાખવામાં આવે છે જયાં શહેરના તમામ વાહનોના રીપેરીંગ તથા જાળવણી કરવામાં આવે છે. તથા ડ્રાયવરોને તાલીમ આપવાનું કામ તથા લાયસન્સ ઈસ્યુ થયા બાદ ઈમરજન્સી ડ્રાઈવર તરીકે નોકરી કરી શકે છે.

 

  • પોલીસ બેન્ડઃ-

    સેરીમોનીયમ પરેડ વખતે સંગીતના શૂરોમા પરેડ કરાવવા માટે વગાડવામાં આવે છે. જેનો ઉપયોગ પોલીસ સ્ટાફના પસંગોમા તથા જાહેર જનતાને પણ યોગ્ય ચાર્જ લઈને પોલીસ બેન્ડ આપવામાં આવે છે.
     

  • વાયરલેસ ગીડ અને ઈમરજન્સી રીઝર્વ ફોર્સ -

    મુખ્ય મથકમા વાયરલેસ ગીડ ઉભુ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનોમા વાયરલેસને ર4-કલાક કાર્યરત રાખવા તથા જરૂરી ઓપરેટરોને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે.

 

  • સ્ત્રી પોલીસઃ-

    સ્ત્રીઓની ફરીયાદો સાંભળવા માટે તથા સ્ત્રી આરોપીની ઝડતી, પુછપરછ તથા ધામિર્ક સ્થળોએ વૉચ માટે તે જ અનૈતિક પવૃતિ અટકાવવા માટે સ્ત્રી પોલીસ મુખ્યમથક ખાતે રાખવામાં આવે છે. જેનો પોલીસની બીજી કામગીરીમા પણ ઉપયોગ કરી શકાય છે.
     

  • માઉન્ટેડ પોલીસઃ-

    કમિશ્નરેટ વિસ્તારમાં હથિયારી પોલીસની ઘોડેશ્વર પોલીસ તરીકે નિમણૂંક કરવામાં આવે છે. ખાસ કરીને સમાજ વિરોધી પવૃતિઓ પર વૉચ રાખવા. અશાંતિમા ટોળા પર કાબુ રાખવા તેમજ માણસોને ઘોડેસવારીની તાલીમ આપવામાં ઘોડાઓનો ઉપયોગ થાય છે. ઘોડેશ્વાર નાઈટ રાઉન્ડમાં સોસાયટી વિસ્તારોમાં પેટ્રોલીંંગમા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘોડાઓને પણ તાલીમ આપેલ હોય છે અને આ તાલીમ આપવાનું કામ પણ પોલીસ મુખ્યમથક માઉન્ટેડ પોલીસ કરે છે.
     

  • ડૉગ સ્કોડઃ-

    ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હેગારને પકડવા માટે અને તપાસમા ઉપયોગ થાય તે માટે કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ મુખ્યમથકમાં તાલીમ પામેલા કુતરાઓનો સ્કોડ રખાય છે.
     

  • સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર (વહ.ળ બમમી હ.) કાઈમ બાન્ચઃ-
     

 

કાઈમ બાન્ચમાં બે વિભાગ છે. (1) ડીટેકશન ઓફ કાઈમ બાન્ચ તથા (ર) પિવેન્સન ઓફ કાઈમ બાન્ચ.

 

(1) ડીટેકશન ઓફ કાઈમઃ-

જેઓ કાઈમમા ગુનેગારો પર નજર રાખી તેઓની પવૃતિ ઉપર વૉચ કરી ગુનાઓ અટકાવવાની કામગીરી છે. કાઈમ ડીટેકશન શાખામા (1) અરજી બાન્ચ,(ર) એમ.ઓ.બી., (3) વીજીલન્સ, (4) ફોટોગાફી બ્યુરો, (પ) એન્ટી પોહી. અને ગેમ્બલીંંગ સ્કોડ, (6)એન્ટી વ્હીકલ થેપ્ટ સ્કોડ, (7) એન્ટી વાયોલન્સ સ્કોડ વિગેરે શાખાઓ ગુના બનતા અટકાવવાની કામગીરી તથા ગુનાઓ શોધી કાઢવાની કામગીરી કરે છે.

 

(ર) પિવેન્શન ઓફ કાઈમ બાન્ચઃ-

કમિશ્નરેટ વિસ્તારમાં કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ પી.સી.બી. કામ કરે છે. તેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી હોય છે. તેઓ હદપારીની દરખાસ્તો, પાસા વિગેરેની કામગીરી કરે છે.

  • અધિક પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર(બમમી હ.ળમહ.)ટ્રાફિક બાન્ચઃ-

અકસ્માતના બનાવના સમયે સ્થળ પર અકસ્માતમાં ઈજા પામનારને સારવાર અપાવવી. અકસ્માતની જગ્યાએ મિલ્કતનું રક્ષણ કરવું, ટ્રાફિકનું નિયમન કરવું. ટ્રાફિકને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

(1) વાહન વ્યવહારનો ટ્રાફિક

(ર) પગ રસ્તે ચાલતા માણસોનો /પશુઓથી ચાલતા વાહનો જેવા કે ઘોડાગાડી,ઉંટગાડી વિ.નો ટ્રાફિક

(3) અન્ય

 

(1) વાહન વ્યવહારનો ટ્રાફિકઃ-

    • વાહન વ્યવહાર માટે ગતિ પર નિયંત્રણ રાખવું.

    • વાહનને ડાબી બાજુ ચલાવવું

    • વાહન વ્યવહારના નિયમોનું પાલન કરાવવું

    • કાયદાના ભંગ બદલ કેસ મુકવા તથા દંડ વસૂલ કરવો.

    • કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવી.

    • ટ્રાફિકને લગતા ગુનાઓ તથા તેને લગતી માહિતી મરણ,ઈજા,નુકશાન વિગેરે ઉપરી અધિકારી/સરકારને મોકલવી.

 

 

(ર) પશુઓથી ચાલતા વાહનો જેવા કે ઘોડાગાડી,ઉંટગાડી, બળદગાડીનો ટ્રાફિકઃ-

    • પશુઓથી ચાલતા વાહનોની નોંધણી કરાવવી.

    • પશુઓને લગતા ગુનાઓમા કાર્યવાહી કરવી.

    • રોડ ઉપર ટ્રાફિકનું અડચણ કરતા અવરોધો દુર કરાવવા.

 

 

(3) અન્યઃ-

    • હથિયારોના પરવાના અંગેની કાર્યવાહી અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિકશના તાબા હેઠળની લાયસન્સ બાન્ચમાં થતી હોય છે.

    • મોટા પસંગો/તહેવારોએ યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા ગોઠવવી.

    • વીવીઆઈપી/વીઆઈપીશ્રી શહેરમાં પધારે ત્યારે ગાઈડકાર તરીકે ફરજ બજાવવી.

    • જાહેર જનતાને ટ્રાફિક સંબંધે યોગ્ય જરૂરી માર્ગદર્શન આપવું.

    • જાહેર જનતામાં ટ્રાફિક નિયમો અંગેની સમજ કેળવાય તે માટે લાલદરવાજા પાસે આવેલ ળળચિલ્ડ્રન પાર્કળળ માં જરૂરી તાલીમ ની વ્યવસ્થા પણ ગોઠવેલ છે. ટ્રાફિક નિયમોથી માહિતગાર કરવા માટે શહેરની જુદી જદી શાળાઓના બાળકોની ળળચિલ્ડ્રન પાર્કળળમાં મુલાકાત ગોઠવવામાં આવે છે.

 

  • સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર(વહ.ળબમમી હ.)વિશેષ શાખા

ઈન્ચાર્જઃ-

 

 

વિશેષ શાખાની કામગીરીને અલગ અલગ 11- શેકશનોમાં વહંેચણી કરી તે મુજબ 11- શેકશનો કાર્યરત છે. દરેક શેકશનમાં પો.સ.ઈ/મસઈ/ય્હે.કો/પો.કો. ફરજ બજાવતા હોય છે અને શેકશનના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી હોય છે અને વિશેષ શાખા ખાતે ફરજ બજાવતા ત્રણેય મદદનીશ પોલીસ કમિશ્નરને જુદા જુદા શેકશનનું સુપરવિઝન રાખવાનું હોય છે.

 

 

ઉપરાંત વિશેષ શાખામા કાર્યરત જુદા જુદા -11 શેકશનમાં કરવામાં આવતી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

 

અનું.

શેકશન

કામગીરીની વિગત

1

વહીવટી કામગીરી, કેરેકટર વેરીફીકેશન, સરઘસ,રેલી, જાહેરસભા પરમીટ, જાહેરનામા/ટપાલ સેન્સરની કામગીરી, એકાઉન્ટની કામગીરી, મહાનુભાવોનું આગમન થાય ત્યારે વીવીઆઈપી પાસનું વિતરણની કામગીરી.

એમ

મુસ્લીમ પવૃતિ જેવી કે સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવી તેમજ કોમીરાયોટ થાય ત્યારે સ્થળે પહોંચી તેની હકીકત મેળવવી, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા,કિશ્ચન પવૃતિની કામગીરી ઉપર વૉચ રાખવાની કામગીરી.

3

એચ

હિન્દુ કોમની અલગ અલગ સંસ્થાઓ જેવી કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શીવસેના, રામસેવક સમિતિ, શીખ, શ્રી સ્વામીનારાયણ જેવી અન્ય ધામિર્ક પવૃતિઓ મળી કુલ-ર1 પવૃતિઓ ઉપર વૉચ રાખવાની કામગીરી.

4

ઓ/એસ

વિદ્યાથીર્ પવૃતિ તથા વિશેષ શાખાના અન્ય શેકશનમાં ન થતી હોય તેવી તમામ કામગીરી ઉપરાંત પેટ્રોલ, ડીઝલ ડીલર્સ એસોસીએશન, ફુટ મર્ચન્ટ એસોસીએશન, મેડીકલ એસોસીએશન, કિમીનલ કોર્ટ એસોસીએશન, ગુજરાત વેપારી મહામંડળ એસોસીએશન, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન, બસ પેસેન્જર એસોસીએશન, વિગેરે કુલ -16ર એસોસીએશન/સમિતિ/ કમિટિ/મંડળ/ડીપાર્ટમેન્ટ વિગેરેની કામગીરી.

એલ

લેબર, સરકારી-અર્ધ સરકારી નિગમ વિગેરે કર્મચારીઓની પવૃતિ પર વૉચ રાખવાની કામગીરી.

6

આર

દૈનિક પેપરોનું કટીંગ/ દૈનિક અહેવાલ(ડી.આર.) વિકલી રીપોર્ટ, ફાયલીંગ, દેરક પો.સ્ટે.નું ઈન્સ્પેકશન તેમજ રકર્ડ સંભાળવાની કામગીરી.

7

પી

રાજકીય પક્ષો, હરીજન, દલીત, ખેડૂત, મ્યુનિસિપાલીટી, નગર પંચાયત, ચુંટણી લગતી પવૃતિ, એન્ટી ગર્વમેન્ટ રાયોટ સ્કીમ, વિગેરે પવૃતિની કામગીરી.

8

પોટ-1

વી.વી.આઈ.પી. તથા વી.આઈ.પી.શ્રીઓના અમદાવાદ ખાતેના આગમન/ પસ્થાન વખતે કેટેગરી પમાણે એસ્કોટ, પાયલોટ, પી.એસ.ઓ. આપવાની કામગીરી ઉપરાંત ઝેડ પ્લસ અને ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા મહાનુભાવોને માટે સુરક્ષા સ્કીમ તૈયાર કરી સંબંધિત તરફ રવાના કરવાની કામગીરી,તેમજ અન્ય કેટેગરી એકસ,વાય, જે વ્યકિતઓની હોય તેને જરૂરી પોટેકશન આપવાની કામગીરી.

9

પોટ-ર

ઈય્ન્ટેરનેશલ સકયુરીટી સ્કીમ, પોલીસ વૉર ઈન્ટ્રકશન સ્કીમ, યુઘ્ધ દરમ્યાન આંતરીક સલામતી માટે ઈન્ટરનેશનલ સ્કીમ, રિઝર્વ બેંક તથા અન્ય બેંકો/ આઈ.ઓ.સી.એલ./ ઓ.એન.જી.સી./ટેલીફોન વિભાગ અને સોલા હાઈકોર્ટને સીકયુરીટીને લગતા આવતા પરિપત્રોની કામગીરી.

10

ફોરેનર્સ

નવા પાસપોર્ટ માટેની અરજીની વેરીફીકેશન, પાક નેશનલનું રજીસ્ટ્રેશન, એલટીવી/એસટીવી/ તેમજ ફોરેનર્સનું રજીસ્ટ્રેશનની કામગીરી, વિઝા મુદત વધારવાની કામગીરી, ભારતીય નાગરીક વિદેશ જવા માટે વિઝા સાથે પોલીસ કલીયરન્સ સટિફિર્કેટ પણ રજુ કરવાનું થતું હોઈ લોકલ પી.સી.સી.ની કામગીરી.

11

ઈમીગેશન

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર આંતરરાષ્ટ્રીય ફલાઈટના આગમન/પસ્થાન વખતે મુસાફરોનું ઈમીગેશન ચેકીંગ કરવાની કામગીરી, ગુજરાતના તમામ હજયાત્રીઓનું આગમન/પસ્થાન વખતે ઈમીગેશન ચેકીંગ કરવાની કામગીરી.

 

નાયબ પોલીસ કમિશ્નર(મહ.) કંટ્રોલરૂમઃ-

 

  • પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ નાયબ પોલીસ કમિશ્નર, કંટ્રોલરૂમે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક જરૂરી પગલા લેવાની કાર્યવાહી કરાવાની હોય છે.

  • પજા તરફથી થતી ટેલીફોન દ્વારા થતી રજુઆતોનો યોગ્ય નિકાલ કરવો/કરાવવાનો હોય છે.

  • વી.આઈ.પી. તથા વીવીઆઈપી મહાનુભાવશ્રીઓના આગમન/પસ્થાન તથા કાર્યકમને લગતા તમામ લોકેશન અંગેના સંદેશાવ્યવહારને લગતી જરૂરી કામગીરી સતર્કતાથી કરવાની હોય છે.

  • લોકસભા, રાજસભા, વિધાનસભામા થતી રજુઆતોના રજીસ્ટરોની નિભાવણી તથા તેનો સમય મર્યાદામાં નિકાલ કરવો/ કરાવવાની કામગીરી કરવાની હોય છે.

  • વર્ષ દરમ્યાન આવતા મોટા અને મહત્વના તહેવારો માં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી બદોબસ્તની ગોઠવણી કરવી/કરાવવી તેના ઉપર અસરકારક સુપરવિઝન રાખવું/ રખાવવું તથા સમગ હકીકત થી પોલીસ કમિશ્નરશ્રીને સમયસર માહિતગાર કરવા.

  • પોલીસ કંટ્રોલરૂમ ર4- કલાક કાર્યરત રહે છે અને તેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી હોય છે અને તેઓના તાબા હેઠળ પો.સબ ઈન્સ્પેકટર તથા પોલીસના માણસો ર4-કલાક (ત્રણ શીફટમાં) ફરજ બજાવતા હોય છે.

  • નાયબ પોલીસ કમિશ્નર, કંટ્રોલરૂમનાઓ શહેર કંટ્રોલરૂમ ઉપર સીધી દેખરેખ તથા જરૂરી માર્ગદર્શન પુરુ પાડતા હોય છે. શહેરમાં બનતા બનાવોથી પોલીસ કમિશ્નરશ્રીને માહિતગાર કરતા હોય છે.

  • શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ઘ્યાને લઈ શહેર પોલીસની મદદ માટે બહારથી આવતા અન્ય ફોર્સ જેવા કે એસ.આર.પી.એફ., સી.આર.પી.એફ., આર.પી.એફ.,આમીર્, બર્ોડર હોમગાર્ડઝ વિગેરેના ડીપ્લોયમેન્ટની કામગીરી પણ શહેર કંટ્રોલરૂમ તરફથી કરવામાં આવતી હોય છે.

  • સંયુકત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર(વહ.ળબમમી હ.)વહીવટઃ-

કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ કમિશ્નર વતી કચેરીના સીવીલીયન અધિકારી/કર્મચારી તથા કચેરીની કામગીરીની દેખરેખ રાખવા માટે વહીવટી કામગીરી સરળતાથી થાય તે દૃષ્ટિએ સં.પો.કમિ./અધિક પો.કમિ. વહીવટની જગ્યા ઉભી કરવામાં આવેલ છે.

 

પોલીસ કમિશ્નરશ્રી તરફથી જે સત્તાઓની સોંપણી થયેલ હોય તે તમામ કામગીરી કરવાની હોય છે, પોલીસ કમિશ્નર વતી નાણાંકીય નિર્ણયો પણ લે છે, પોલીસ કમિશ્નર શ્રીની સુચના અનુસાર પોલીસ કોન્સ./હેડ કોન્સ. તથા સીવીલીયન કર્મચારીઓની બઢતી/બદલીની કામગીરી પણ કરે છે, સરકારશ્રી તથા વડી કચેરી તરફથી આવતા પત્રો વંચાણે લઈ સંબંધિત જરૂરી કાર્યવાહી અથેર્ મોકલતા હોય છે, પોલીસ કમિશ્નર વતી જાહેરજનતાના પશ્નોને સાંભળી તેનો નિકાલ કરવો તથા તમામ કચેરી સ્ટાફ પર સુપરવિઝન રાખવાની કામગીરી કરવાની હોય છે.

 

  • વહીવટી શાખાની કામગીરીની ટુંકી વિગતઃ-

 

 

શાખા

ઈન્ચાર્જ

વિષય

એ-1

મુખ્ય કારકુન

પો.સ.ઈ. અને તેનાથી ઉપરના દરજજાના અધિકારીઓ, સીવીલીયન કર્મચારીઓ તથા વર્ગ-4ના કર્મચારીના મહેકમને લગતી કામગીરી (રજા, સજા,ઈનામ, યુનિફર્ોમ એલાઉન્સ,ટ્રાન્સ.એલાઉન્સ,ઈજાફા, રીવ્યુ, નિવૃતિ, હાયરસ્કેલ, બદલી વિગેરે)

એ-ર

મુખ્ય કારકુન

રહેમરાહે નોકરી આપવાની દરખાસ્ત, રી-ઓગેર્નાઈઝેશનની તમામ દરખાસ્તો, સલાહકાર સમિતીની બેઠકને લગતી કામગીરી, કન્ટીન્યુશનની કામગીરી, તાલીમને લગતી કામગીરી, દાદ-ફરિયાદ નિકાલ સમિતીની કામગીરી, તમામ પો.સ્ટે.ની વાષિર્ક તપાસણીનો કાર્યકમ બનાવવો, સ્થાવર જંગમ મિલ્કતના પત્રકો ભરાવવા, કોમ્પ્યુટર તાલીમ, કાર્યપત્રકના તારીજો પો.મ.નિ.શ્રીને મોકલવા, મકાન-વાહન ખરીદવાની મંજુરીની કામગીરી.

બી

મુખ્ય કારકુન

અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ.ના મહેકમને લગતી કામગીરી (રજા, સજા, ઈનામ, ઈજાફા, રીવ્યુ, નિવૃતિ, હાયર સ્કેલ, બદલી વિગેરે)

ડી-1

મુખ્ય કારકુન

અમદાવાદ શહેરના પોલીસ કર્મચારી, સીવીલીયન કર્મચારી, વર્ગ-4 વિગેરેના પગાર તથા અન્ય ભથ્થા તથા પેશગીની ચુકવણી, વાષિર્ક તેમજ આકસ્મિક બજેટ, મકાનતથા વાહન પેશગી મંજુર કરાવવા અંગેની કાર્યવાહી

ડી-ર

મુખ્ય કારકુન

પો.સ.ઈ. અને તેની ઉપરના દરજજાના અધિકારીઓ, સીવીલયન કર્મચારી, વર્ગ-4, ટેકનીકલ સ્ટાફ, ટાઉન પ્લાનર વગેરેના પગાર અને પુરવણી બીલો તથા જી.પી.એફ.ની કામગીરી

ડી-3

મુખ્ય કારકુન

પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ,વાયરલેસના પગાર તથા ભથ્થાના પુરવણી બીલો, જી.પી.એફ.ને લગતી કામગીરી, જાહેર રજાને લગતા બીલોની કામગીરી

ડી-4

મુખ્ય કારકુન

તમામ પકારની ખરીદીના બીલો, પેટ્રોલ-ડીઝલ, સેટ પાર્ટસ, ટેલીફોન બીલ, વિજળીબીલ, લોકઅપ બીલ, કન્ટીજન્સી બીલ, તમામ કર્મચારી/અધિકારીઓના પેન્શન પેપર તૈયાર કરવા તથા રીવીઝન કરવા, મેડીકલ બીલો, એલ.ટી.સી./ટી.એ.બીલો, યુનિફર્ોમ એલાઉન્સ તથા ઈનામ બીલોની કામગીરી

ઈ (રજીસ્ટ્રી)

મુખ્ય કારકુન

સ્ટેશનરી ખરીદીની કામગીરી, બહારથી આવતી તથા પો.સ્ટે.થી આવતી તમામ ટપાલ, ગર્વમેન્ટ જી.આર. અત્રેથી બહાર/પો.સ્ટે./અન્ય ઓફિસ મોકલવાની ટપાલની કામગીરી, લાયબેરી તથા તેને લગતી ખરીદી.

એચ

મુખ્ય કારકુન

ટ્રાફિક, કાઈમ, કન્ટ્રોલ, વિશેષ શાખા અને મીનીસ્ટ્રીયલ શાખાઓના કર્મચારીની ખાતાકીય તપાસની કામગીરી તથા પો.ઈન્સ. તથા તેનાથી ઉપરના અધિકારીઓની ખાતાકીય તપાસની સમગ કામગીરી.

કે

મુખ્ય કારકુન

પો.ઈન્સ./પો.સ.ઈ.ને કવાર્ટસ આપવાની કામગીરી, મેજર-માઈનોર વર્ક, ટેલીફોનના જોડાણો તથા તેના બીલો મંજુર કરવાની કામગીરી અને ઈલેકટ્રીક બીલો પાસ કરાવવા અંગેની કામગીરી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 27-12-2006