શહેર એકતા સમિતિઃ-
અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈય્ન્ટે.) ગુજરાત રાજય, ગાંધીનગરના પત્ર કમાંકઃ ડી.ર/કોમ/સરકયુલ-નકલ/૩પ૬/૦પ, તા. પ.પ.ર૦૦પના પત્ર સાથે બીડેલ સરકારશ્રીના પરિપત્રોમાં જણાવ્યા મુજબ વર્ષ દરમ્યાન આવતા હિન્દુ-મુસ્લીમ તહેવાર જેવા કે રથયાત્રા, મહોરમ વિગેરે વખતે શહેરમાં કોમી એકતા અને કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવો ને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે માટે શહેર કક્ષાએ શહેર એકતા સમિતિની રચના કરવામાં આવેલ છે. રથયાત્રા, મહોરમ વિગેરે જેવા તહેવાર અગાઉના દિવસોમાં તેમજ કોમી અશાંતિ ફેલાય તે વખતે શહેર એકતા સમિતિની બેઠક ગોઠવવામાં આવે છે.
શહેર એકતા સમિતિની રચના/માળખુ નીચે મુજબ હોય છે.
સરકારી સભ્યોઃ-
૧. મેયરશ્રી - અઘ્યક્ષ
ર. ડે.મેયરશ્રી - નાયબ અઘ્યક્ષ
૩. જિલ્લા મેજીસ્ટેટ - સભ્ય
૪. પોલીસ કમિશ્નર - સભ્ય
પ. મ્યુનિસિપલ કમિશ્નર - સભ્ય
૬. કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડ - સભ્ય
૭. સંયુકત પોલીસ કમિશ્નર, મુખ્ય મથક - સભ્ય
૮. સંયુકત પોલીસ કમિશ્નર,વિશેષ શાખા - સભ્ય સચિવ
બિન સરકારી સભ્યોઃ-
૧. સ્થાનિક સંસદસભ્ય - સભ્ય
ર. સ્થાનિક ધારાસભ્ય - સભ્ય
૩. વિવિધ કોમ/વર્ગનું પનિધિત્વ ધરાવતા શહેરના - સભ્ય
અગગણ્ય નાગરીકો, સામાજીક કાર્યકરો તેમજ
શહેરની વિવિધ સંસ્થાઓના પતિનિધિઓઃ-
શહેર એકતા સમિતિની કુલ સંખ્યા ૪૦ સભ્યોની રહે છે, સમિતિની રચનાનું માળખુ, સભ્ય સંખ્યા, કાર્યક્ષેત્ર, સમિતિની મુદત વિગેરે બાબતોમાં સરકાર તરફથી સમયાંતરે સર્વે સંબંધિતોને ગૃહ વિભાગની યાદી અને પરિપત્રો અન્વયે જરૂરી સુચનાઓ આપવામાં આવે છે. જે મુજબ આવી સમિતિઓની પુર્નરચના કરવામાં આવે છે.
|