|
વિશેષ શાખામાં પાસપોર્ટને લગતી કામગીરી કરવામાં આવે છે. સૌથી મહત્વની કામગીરી જે પ્રજા સાથે સંકળાયેલ છે તે પાસપોર્ટને લગતી કામગીરી છે જેની વિગતવારની માહિતી નીચે મુજબ છે. પાસપોર્ટ વિભાગ:- પાસપોર્ટ શાખાને લગતા કામો માટે પોલીસ કમિશનર કચેરીમાં ''પાસપોર્ટ શાખા'' નો સં૫ર્ક સાધવાનો રહેશે.
(એ) વિદેશી આવતાં નાગરીકોએ રજીસ્ટેશન કરાવવાનું હોય કે વિઝા મુદ્દત વધારવાની હોય ત્યારે નીચેના ડોકયુમેન્ટસ સાથે આ શાખાનો સં૫ર્ક સાધવો.
૧) ૩.૫ * ૪.૫ સે.મી. સાઈઝના ૬- લેટેસ્ટ ફોટોગ્રાફસ,(પાસપોર્ટ સાઈઝ) અને માયનોર હોય તો ૩- ફોટોગ્રાફસ. ર) વિદેશી પાસપોર્ટ તથા તેની ૧ અથવા ૩ ઝેરોક્ષ નકલ, ૩) રેસીડેન્સ પ્રુફ માટે ઈલેકટ્રીક બીલ અગર ટેલીફોન બીલ/ટેક્ષબીલ/ સોસાયટીનો લેટર પેડ ૫ર લખાણની એક ઝેરોક્ષ નકલ. ૪). વિદ્યાર્થી હોય તો સ્કુલ ઓથોરીટી તરફથી ફોટો એટેસ્ટેડ કરેલ હોય તેવું ચાલુ શૈક્ષણિક વર્ષની વિગત સાથેનું બોનાફાઈડ સટિર્ફિકેટ રજુ કરવાના રહે છે. ૫). એમ્પ્લોયમેન્ટ તેમજ બીઝનેશ વિઝા માટે સંબંધિત કં૫ની સાથેનો કરાર૫ત્ર રજુ કરવાનો રહે છે. જે તે કં૫નીએ પોતાનો સ્પોન્સર લેટર સંયુકત પોલીસ કમિશનર અને એફ.આર.ઓ. વિશેષ શાખા, અમદાવાદ શહેરને ઉદ્દેશીને પાઠવવાનો હોય છે. ૬). રજીસ્ટ્રેશનમાં અથવા વિઝા વધારવામા મોડા ૫ડેલ હોય તો તેઓનો લેખિત ખુલાસો. ૭). બોન્ડ રૂ.૪૦/- ના રજુ કરવા. ૮). વિદેશી નાગરીક હોય અને તે વ્યક્તિએ ભારતીય નાગરીક સાથે લગ્ન કરેલ હોય તો ભારતીય ૫તિની જન્મતારીખનો દાખલો અને પાસપોર્ટની ઝેરોક્ષ ફોટોકોપી. ૯). લગ્ન સટિર્ફિકેટ ૧૦). માતા-પિતાના પાસપોર્ટની નકલો, જન્મ તારીખની વિગતો સાથે. ૧૧). જૂનો પાસપોર્ટ હોય તો તેની નકલ. ૧ર). વિઝા દસ વર્ષના હોય ત્યારે પાંચ વર્ષમા ૫રિવર્તિત કરવાની જોગવાઈ પ્રમાણે તેની સંમતિ અરજી (વિશેષ શાખાથી મળે.) (બી) વિઝા ફી બાબત:- વિઝા ફી લાગુ ૫ડતી હોય તેવા વિદેશી નાગરીકો માટે:-
૧ |
૧ થી ૬ માસ માટેની વિઝા ફી |
રૂ.૧૮૪૦/- |
ર
|
૭ માસથી ૧-વર્ષ સુધીની વિઝા ફી |
રૂ.ર૯૯૦/- |
૩
|
૧ વર્ષ થી વધુ ૫-વર્ષ સુધીની વિઝા ફી
|
રૂ.૫૯૮૦/- |
૪
|
સ્ટુડન્ટ વિઝા ફી (વધુમાં વધુ ૫- વર્ષ)
|
રૂ. ૩૪૫૦ |
લેઈટ વિઝા એકસટેન્શન ફી:- રૂ.૧૩૮૦/- લેઈટ રજીસ્ટ્રેશન ફી:- રૂ.૧૩૮૦/- (સી) વિઝા ફી મુકિતવાળા દેશોના નામ:-
૧ |
અફઘાનિસ્તાન |
૭ |
સેલ્વોક રી૫બ્લીક |
૨ |
બાંગ્લાદેશ |
૮ |
મોરેસીયસ |
૩ |
ઉરુગ્વે |
૯ |
મોંગોલીયા |
૪ |
સાઉથ આફિકા |
૧૦ |
આજેર્ન્ટીના |
૫ |
પોલેન્ડ |
૧૧ |
જમૈકા |
૬ |
માલદીવ |
૧૨ |
હન્ગ્રી |
(ઉ૫રોકત દેશોમાંથી આવેલા નાગરીકો પાસેથી વિઝા એકસટેન્શન ફી લેવામાં આવતી નથી.)
(ડી) ભારત છોડતા ૫હેલાની કાર્યવાહી:- ભારત છોડવાના ૧૦ દિવસ ૫હેલાં આ શાખાને એર ટિકિટની ઝેરોક્ષ નકલ તથા રેસીડેન્સ ૫રમીટ રૂબરૂ આવી રજૂ કરીને ''ભારત છોડવાની ૫રવાનગી'' મેળવવાની રહે છે. રેસીડેન્સી ૫રમીટ ૫ર ડિપાર્ચર એન્ડોર્સમેન્ટ કરાવવાની રહે છે.
(ઈ) પાકીસ્તાની નાગરીકો માટે:- ૧. ભારતમાં પ્રવેશ્યા બાદ વિઝાનાં મુલાકાતનાં સ્થળે આવ્યા બાદ ર૪ કલાકની અંદર જે તે એફ.આર.ઓ. રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. ર. આવેલ સ્થળેથી બીજા સ્થળે જવાની ૫ણ નૉંધ કરાવવાની રહે છે. ૩. વિઝાની મુદ્દત વધારવા બારોબાર સરકારશ્રીને આ શાખાની જાણ નીચે અરજી કરવાની રહે છે. ૪. વિઝા એકસટેન્શન ફી રૂ.૧૫/- છે. ૫. ર૪- કલાકમાં જો રજીસ્ટ્રેશન ન કરાવે તો લેઈટ ફી રૂ.૧૩૮૦/- ભરવાની રહે છે.
(એફ) બાંગ્લાદેશી નાગરીકો માટે:- ૧. વિઝા એકસટેન્શન ફી લેવાની નથી. ર. ૧૮૦ દિવસ સુધી નૉંધણી કરાવવાની રહેતી નથી. ૫રંતુ તે ૫છી કરાવવાની રહે છે. ૩. સમયસર રજીસ્ટ્રેશન ન કરાવે તો લેઈટ ફી રૂ.૧૩૮૦/- ભરવાની રહે છે. ૪. વિઝા મુદ્દત વધારવા '' પાસપોર્ટ શાખા'' ને અરજી કરવાની રહે છે ૫રંતુ નીચેના કારણૉમાં બાંગ્લાદેશી નાગરીકોના વિઝા એકસટેન્શન મંજુર કરવા રાજય સરકાર અને કેન્દશાસિત પ્રદેશોને અધિકૃત કરેલ છે. આ એકસટેન્શન વધુમાં વધુ ત્રણ માસના કરી શકે તેથી વધુ પીરીયડ માટે (હાઈ કમીશન) ભારત સરકાર કરી શકે.
- બાંગ્લાદેશી નાગરીકને ગંભીર બિમારી થયેલ હોય અથવા તેના સૌથી નજીકના સગા (ફસ્ટ ડીગ્રી રીલેશન)વાળી વ્યક્તિ ગંભીર બિમાર હોય.
- ફસ્ટ ડીગ્રી કે સેકન્ડ ડીગ્રી સંબંધીના મૃત્યુ કે મૃત્યુ ૫છીની સામાજીક અગત્યની વિધી કરવાની હોય.
- ફસ્ટ ડીગ્રી સંબંધીનું લગ્ન હોય અથવા લગ્નની તારીખમા ફેરફાર થાય.
- બાંગ્લાદેશી નાગરીક અત્રે રોકાયેલ હોય અને તેવી સ્ત્રીને બાળકનો જન્મ થાય.
- પ્રવાસમા હોય અને કુદરતી આ૫ત્તિ જેવા કારણૉસર પ્રવાસ પુરો કરવો શકય ન હોય.
- સ્ટુડન્ટ વિઝા હોય અને તેવા સ્ટેડન્ટની ૫રીક્ષા તારીખમાં ફેરફાર થાય કે સત્ર પુરુ થવામાં સમય લાગે તેમ હોય તેવા સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાએ એવો ૫ત્ર રજુ કરેલ હોય.
(જી) ભારતીય પાસપોર્ટ બનાવવા માટે:- ૧. બારોબાર રિજીયૉનલ પાસપોર્ટ ઓફિસનો સં૫ર્ક કરવાનો હોય છે અને તેઓને અરજી કરવાની હોય છે. ર. અરજદારની અરજી જરૂરી ચકાસણી અથેર્ રિજીયૉનલ પાસપોર્ટ ઓફિસરશ્રી તરફથી સ્પેશ્યલ બ્રાન્ચમાં આવે છે. ૩. આ શાખા સંબંધિત પોલીસ સ્ટેશન મારફતે જરૂરી તપાસ કરાવીને અહેવાલ રિજીયૉનલ પાસપોર્ટ ઓફિસરને ૫રત મોકલે છે. ૪. પાસપોર્ટની અરજી ફાઈલ નંબર આ શાખાને જણાવવાથી જરૂરી માહિતી સત્વરે આ૫વામાં આવે છે. (એચ) લોકલ પોલીસ કલીયરન્સ સટિર્ફિકેટ (લોકલ પી.સી.સી.):- ૧. લોકલ પી.સી.સી. મેળવવા માટે પોલીસ કમિશનરશ્રી,અમદાવાદ શહેરને ઉદ્દેશીને અરજી કરવાની હોય છે, જેમાં અરજદારનું નામ,સરનામું, પાસપોર્ટ નંબર-ઈશ્યુ તારીખ- કયાં સુધી વેલીડ છે તેમજ શા માટે પી.સી.સી.ની જરૂર છે, કેટલા સમયથી અમદાવાદમા રહે છે વિગેરે વિગત દર્શાવવી. ર. અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટા બીડવા. ૩. પાસપોર્ટની ઝેરોક્ષ નકલ ૪. લાઈટબીલ/ટેલીફોનબીલ/ટેક્ષબીલમાંથી ગમે તે એકની નકલ. ૫. ઈલેકશન કાર્ડની નકલ. ૬. તમામ કાગળ સરકારી ગેજેટેડ ઓફિસરથી પ્રમાણિત કરાવી રજુ કરવા.
સટિર્ફિકેટ મેળવવા માટે અરજદારે પોતે રૂબરૂ અસલ પાસપોર્ટ સાથે અત્રેની કચેરીએ નીચે જણાવેલ સમય દરમ્યાન આવવાનું હોય છે.
નૉંધ:- અરજી સ્વીકારવાનો સમય/વાર સટિર્ફિકેટ મેળવવાનો સમય/વાર સોમવાર થી શુકવાર ૧૪૦૦ થી ૧૬૦૦
|
|
|